Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:પ્રાંતિજમાં 98, હિંમતનગરમાં 72 અને પોશીનામાં 48 મિમી; હિંમતનગર ફાયર ટીમ સુરત રેસ્ક્યૂ માટે રવાના

    16 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાત્રીના સમયે ઇડર, વિજયનગર, પોશીના અને પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, પ્રાંતિજમાં સૌથી વધુ 98 મિમી વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, હિંમતનગરમાં 72 મિમી, પોશીનામાં 48 મિમી, ઇડરમાં 40 મિમી, તલોદમાં 26 મિમી, વિજયનગરમાં 25 મિમી, ખેડબ્રહ્મામાં 7 મિમી અને વડાલીમાં 2 મિમી વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 થી 8 કલાક દરમિયાન જિલ્લાના આઠમાંથી સાત તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ સમયગાળામાં વડાલીમાં 28 મિમી, ઇડરમાં 19 મિમી, ખેડબ્રહ્મામાં 12 મિમી, પોશીનામાં 10 મિમી, પ્રાંતિજમાં 8 મિમી, તલોદમાં 6 મિમી અને હિંમતનગરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો. વડાલીમાં નોંધાયેલા વરસાદને કારણે કેટલાક રસ્તાઓ પર પાણી ભરાયા હતા. રાજ્યભરમાં ભારે વરસાદને કારણે સુરતમાં સર્જાયેલી હાલાકી વચ્ચે હિંમતનગર ફાયર બ્રિગેડની એક ટીમ રેસ્ક્યુ કામગીરી માટે સુરત રવાના થઈ છે. આ ટીમ ગુરુવારે રાત્રે હિંમતનગરથી નીકળીને આજે સવારે સુરત પહોંચી હતી અને તાત્કાલિક રાહત કાર્યમાં જોડાઈ ગઈ છે. હિંમતનગર ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર સુરતમાં રેસ્ક્યુ કામગીરી માટે મદદની વિનંતી કરવામાં આવી હતી. જેના પગલે હિંમતનગર ફાયર સ્ટેશનથી ગુરુવારે રાત્રે એક વાન, ત્રણ સભ્યો અને એક બોટ સાથે ટીમ સુરત જવા રવાના થઈ હતી. એક તરફ સુરતમાં રાહત કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. જિલ્લાના આઠમાંથી છ તાલુકામાં ગુરુવારે રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન વરસાદ પડ્યો હતો. ખાસ કરીને તલોદમાં બે કલાકમાં એક ઇંચ (24 મિમી) વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે 6 થી 10 કલાક સુધીમાં નોંધાયેલ વરસાદના આંકડા નીચે મુજબ છે: ખેડબ્રહ્મા 00 મિમી, વિજયનગર 04 મિમી, વડાલી 04 મિમી, ઇડર 07 મિમી, હિંમતનગર 08 મિમી, પ્રાંતિજ 03 મિમી, તલોદ 24 મિમી અને પોશીના 05 મિમી.
    Click here to Read More
    Previous Article
    વીરપુરમાં નદીમાં બે લોકો સાથે કાર તણાઈ:લખતરમાં 27 લોકોનું બોટથી રેસ્ક્યૂ, સુરતમાં ખાડીઓ ભયજનક; આજે 3 જિલ્લામાં રેડ તો 13માં ઓરેન્જ એલર્ટ
    Next Article
    50% Upside For Vishal Mega Mart? Motilal Oswal Raises Target Price After Q1 Results

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment