Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સિરીઝ જીતી:ત્રીજી મેચમાં 97 રનથી હરાવ્યું; ડકેટે 133 રન બનાવ્યા, બેકરે 4 વિકેટ ઝડપી

    1 day ago

    ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે વન-ડે સિરીઝમાં 2-1થી હરાવ્યું. બુધવારે હોબાર્ટના બેલેરિવ ઓવલમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ઇંગ્લેન્ડે 97 રનથી જીત મેળવી. પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લેન્ડે 48.3 ઓવરમાં 328 રન બનાવ્યા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 46.5 ઓવરમાં 231 રને ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડની જીતનો હીરો ઓપનર બેન ડકેટ રહ્યો. તેણે 115 બોલમાં 133 રનની ઇનિંગ્સ રમી. આ તેની વન-ડે કારકિર્દીની સાતમી અને 2026ની ચોથી સદી હતી. બોલિંગમાં સની બેકરે 45 રન આપીને 4 વિકેટ ઝડપી. લિયામ ડૉસનને 3 વિકેટ મળી. કેમરૂન ગ્રીન ઈજાગ્રસ્ત, કન્કશન સબ્સ્ટિટ્યૂટ તરીકે ખેલાડી મેદાનમાં ઉતર્યો ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ દરમિયાન કમેૂરન ગ્રીનને ગસ એટકિન્સનની ઝડપી બાઉન્સર હેલ્મેટ પર વાગ્યો. ઈજા બાદ તેના હોઠમાંથી લોહી વહેવા લાગ્યું અને તેને મેદાન છોડવું પડ્યું. કન્કશનના નિયમો હેઠળ તેમની જગ્યાએ ઓલિવર પીકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. પીકે 5 રન બનાવ્યા અને બેકરની બોલિંગમાં આઉટ થયો. ડકેટ અને બેન્ટને ઝડપી શરૂઆત અપાવી ટૉસ જીતીને ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ડકેટ અને ટોમ બેન્ટને પ્રથમ વિકેટ માટે 8.4 ઓવરમાં 74 રન જોડ્યા. બેન્ટને 35 બોલમાં 44 રન બનાવ્યા. તેઓ જેક એડવર્ડ્સની બોલિંગમાં મિચેલ માર્શને કેચ આપી બેઠા. ડકેટે 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. ઇંગ્લેન્ડ એક સમયે 15 ઓવરની અંદર 112 રન સુધી પહોંચી ગયું હતું, પરંતુ ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના સ્પિનરોએ કમબેક કર્યું. મેટ રેનશૉએ જો રૂટ, જોર્ડન કૉક્સ અને ડકેટને આઉટ કર્યા. કૂપર કોનોલી અને ટ્રેવિસ હેડને પણ એક-એક વિકેટ મળી. ઇંગ્લેન્ડનો સ્કોર 112/1થી 195/5 થઈ ગયો. ડકેટની સદી, જેક્સે છેલ્લી ઓવરોમાં રન વધાર્યા ડકેટે 94 બોલમાં સદી પૂરી કરી. 115 બોલની પોતાની ઇનિંગ્સમાં તેણે 15 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. 39મી ઓવરમાં રેનશૉની બોલ પર તેઓ જોશ ઇંગ્લિસના હાથે કેચ આઉટ થયો. ત્યાર બાદ વિલ જેક્સે ઝડપથી રન બનાવ્યા. તેમણે 48 બોલમાં 59 રનની ઇનિંગ્સ રમી. ડકેટ અને જેક્સ વચ્ચે 56 રનની ભાગીદારી થઈ. જેક્સે સેમ કરન સાથે પણ 44 રન જોડ્યા. ઇંગ્લેન્ડની ટીમ 48.3 ઓવરમાં 328 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાના જેક એડવર્ડ્સે 31 રન આપીને 4 વિકેટ ઝડપી. રેનશોને 3 વિકેટ મળી. બેકરે 34 રનમાં ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ ઝડપી 329 રનને ચેઝ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી. ગસ એટકિન્સને ટ્રેવિસ હેડને આઉટ કર્યો. ત્યાર બાદ સની બેકરે મિચેલ માર્શ અને જોશ ઇંગ્લિસને પેવેલિયન મોકલી દીધા. આઠમી ઓવર સુધીમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 34 રનમાં 3 વિકેટ થઈ ગયો હતો. બેકરે શરૂઆતના સ્પેલમાં 5 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી. તેણે 10 ઓવરમાં 45 રન આપીને કુલ 4 વિકેટ મેળવી. એટકિન્સને પણ નવા બોલથી સારી બોલિંગ કરી. રેનશો અને કેરીએ દાવ સંભાળ્યો શરૂઆતના ઝટકાઓ બાદ મેટ રેનશો અને એલેક્સ કેરીએ ચોથી વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી. રેનશોએ 70 બોલમાં 55 રન બનાવ્યા. લિયામ ડોસને તેને આઉટ કરીને આ ભાગીદારી તોડી. ત્યારબાદ કેરી પણ 37 રન બનાવીને રનઆઉટ થયો. કોનોલી, ઓલિવર પીક અને જેક એડવર્ડ્સને ડોસને આઉટ કર્યા. તેણે 42 રન આપીને 3 વિકેટ ઝડપી. ઓસ્ટ્રેલિયાની ટીમ 203 રનમાં 9 વિકેટ ગુમાવી ચૂકી હતી. છેલ્લી વિકેટ તરીકે હેરી બ્રુકે સ્પેન્સર જૉનસનને આઉટ કર્યો. ઓસ્ટ્રેલિયાનો દાવ 231 રનમાં સમેટાઈ ગયો. પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડ હાર્યું હતું, ત્યારબાદ સતત બે જીત ત્રણ મેચોની સિરીઝની પ્રથમ વન-ડે ઇંગ્લેન્ડ હારી ગયું હતું. ત્યારબાદ તેણે એડિલેડમાં બીજી મેચ 135 રનથી જીતી અને નિર્ણાયક મુકાબલામાં 97 રનથી જીત નોંધાવી.
    Click here to Read More
    Previous Article
    ન્યૂઝીલેન્ડ સામે ભારત પર દંડ લાગ્યો:સ્લો ઓવર રેટ માટે મેચ ફીમાંથી 35% કપાશે; નિર્ધારિત સમયમાં 7 ઓવર ઓછી ફેંકાઈ
    Next Article
    આરોપી કલોધિંગ સ્ટોરમાં રમાડવાના બહાને લઇ જઈ હેવાનિયત આચરતો'તો:રાજકોટ SRPમાં ફરજ બજાવતા બે સંતાનના પિતાએ 8 વર્ષની બે બાળકીને બીભત્સ વીડિયો બતાવી અડપલાં કર્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment