Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    96.460 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું:લાલગેટ પર કપડાંની લારી ચલાવતો યુવક 3 લાખના એમડી સાથે ઝડપાયો

    21 hours ago

    લાલગેટ પોલીસે 96.460 ગ્રામ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલ ડ્રગ્સની કિંમત 2.89 લાખ રૂપિયા છે. આરોપી પાસેથી એક મોબાઈલ ફોન અને સુઝુકી એક્સેસ મોપેડ સહિત કુલ 3.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. શનિવાર સાંજે લાલગેટ પીઆઇ એચ.જે. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન રામ ભરોસે આઈસ્ક્રીમ પાસે એક સફેદ રંગની સુઝુકી એક્સેસ સ્કૂટી પર સવાર યુવક શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસકર્મીઓએ તેને પકડી તપાસ કરતા તેની પાસેથી 96.460 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. પકડાયેલા આરોપીની ઓળખ ફાહેઝખાન મુસ્તાકખાન પઠાણ (27), રહેવાસી સુભાષનગર, અડાજણ પાટિયા તરીકે થઈ છે. તે હાલમાં કપડાની લારી ચલાવતો હોવાનું જણાવ્યું છે. એમડી તેને વરીયાવી બજારના રહેવાસી અભિ સંજયસિંહએ પૂરો પાડ્યો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. લાલગેટ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 22(સી) અને 29 હેઠળ ગુનો નોંધ્યો છે. કેસની આગળની તપાસ પીએસઆઈ એસ.એ. અસારી કરી રહ્યા છે. આરોપી અભિ 20 દિવસ પહેલા ડ્રગ્સ લાવ્યો હતો આરોપી વિરુદ્ધ અગાઉ પણ મારામારી, છેડતી અને ધમકી જેવા ગુનાઓ નોંધાયેલા છે. લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. સોલંકીએ જણાવ્યું હતું કે, ફાહેઝખાને ફરાર આરોપી અભિ પાસેથી 20 દિવસ પહેલા ડ્રગ્સ લાવ્યો હતો. તેઓ બંને વર્ષો પહેલા પાંડેસરાની એક મિલમાં સાથે કામ કરતા હતા ત્યાં તેમની ઓળખાણ થઈ હતી. ફાહેઝખાનની કપડાની લારી બરાબર ચાલતી ન હોવાથી તેણે ફરીથી અભિનો સંપર્ક કર્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આસામમાં ભાજપ, તમિલનાડુમાં DMKની વાપસીનો અંદાજ:કેરળમાં 10 વર્ષ પછી UDF સરકારની શક્યતા; 5 રાજ્યોના Live પરિણામો 8 વાગ્યાથી
    Next Article
    PSIને ‘પટ્ટા ઉતરાવી દેવાની’ ધમકી અપાઈ:વેલંજાની પોલીસ ચોકીમાં PSI ઉપર હુમલો, બે ભાઈએ વર્દીનાં બટન તોડ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment