Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામૂહિક બદલીથી તંત્રની સુસ્તી ઉડશે‎:96માંથી 26 ના. મામલતદાર 5 વર્ષથી એક જ જગ્યા પર હતા

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર જી.એચ. સોલંકી દ્વારા વહિવટી કામગીરીને વેગ આપવાના ભાગરૂપે નાયબ મામલતદારોના વર્ક એનાલીસીસ પ્રોફાઇલ ચેક કરીને 96 જેટલા નાયબ મામલતદારોની સાગમટે બદલી ઓર્ડરો કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે જાહેર કરેલા બદલીના ઓર્ડરમાં નોંધપાત્ર વિગત એવી જાણવા મળેલ છે કે વર્ક એનાલીસીસની પ્રોફાઇલ ચેક કરીને બદલીઓ કરવામાં આવી હોય તેવો જિલ્લામાં પ્રથમ બનાવ છે. સામૂહિક બદલીમાં 26 નાયબ મામલતદાર 5 વર્ષ કરતાં વધુ સમયથી એક જ જગ્યાએ રહીને ફરજ બજાવતા હતા. તેઓની પણ બદલીઓ કરવામાં આવી છે જેમની સામે ફરીયાદો હતી તેઓને સાઇડ આઉટ કરવામાં આવેલ છે અને જેમની કામગીરી સારી રહી છે તેમને મહત્વની જગ્યાએ પોસ્ટિંગ આપેલ છે. બદલીઓ કરવામાં નાયબ મામલતદારોની કામ કરવાની ક્ષમતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ સામૂહીક બદલીઓથી વહિવટી તંત્રની સુસ્તી ઉડશે અને કામગીરી ઝડપી બનશે તેમ મનાઇ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Bengal: बंगाल में चुनावी हिंसा में TMC के अब्दुल कादर हक गिरफ्तार!
    Next Article
    UP में अब छह महीने हड़ताल नहीं कर सकेंगे कर्मचारी, योगी सरकार का बड़ा फैसला, जारी हुआ आदेश

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment