Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલાસિનોર ટાઉન પોલીસે ગુમ થયેલો 95,998નો મુદ્દામાલ પરત કર્યો:બે મોબાઈલ અને એક મોટરસાયકલ 'તેરા તુજકો અર્પણ' હેઠળ પરત

    1 week ago

    મહીસાગર જિલ્લાની બાલાસિનોર ટાઉન પોલીસે ગુમ થયેલા રૂ. 95,998ના મુદ્દામાલને તેના મૂળ માલિકોને પરત કર્યો છે. 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત બે મોબાઈલ ફોન અને એક મોટરસાયકલનો સમાવેશ થાય છે. બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ગુમ થયાની અરજીઓ મળ્યા બાદ પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. CEIR પોર્ટલ દ્વારા મોબાઈલ એક્ટિવ થતા મળેલી માહિતીના આધારે પોલીસે ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. આ કામગીરીમાં પાંડવા ગામના મહેન્દ્રસિંહ રંગીતસિંહ ચૌહાણનો રૂ. 49,999ની કિંમતનો iPhone 13, ગુરુકૃપા સોસાયટીના દિલીપકુમાર વિઠ્ઠલભાઈ વાઘેલાનો રૂ. 15,999ની કિંમતનો Motorola G54 DG મોબાઈલ, અને ગળતેશ્વરના મોહંમદ જુનેદ ઉસ્માનગની મલેકની રૂ. 30,000ની કિંમતની HF Deluxe મોટરસાયકલ (નંબર GJ-34-J-0548) મળી આવી હતી. આમ, કુલ રૂ. 95,998નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, બાલાસિનોર ટાઉન પોલીસે તમામ મૂળ માલિકોને પોલીસ સ્ટેશન બોલાવી 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ તેમના ગુમ થયેલા મોબાઈલ ફોન અને મોટરસાયકલ પરત સોંપ્યા હતા. પોલીસની આ સતર્કતા, ઝડપી કાર્યવાહી અને આધુનિક ટેકનોલોજીના યોગ્ય ઉપયોગને કારણે લોકોની કિંમતી મિલકત તેમને પરત મળી છે. મૂળ માલિકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો, જેનાથી પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે:મધ્યપ્રદેશની મહિલાને ખેચ આવી અને ચલણી સિક્કો દાંત વચ્ચે મૂકતા મહિલાના ગળામાં ફસાયો, સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
    Next Article
    ભાવનગરમાં શાનોશૌકત સાથે રમઝાન ઈદની ઉજવણી:અલગ અલગ ઈદગાહમાં સમૂહ નમાઝ અદા કરાઈ, જિલ્લા જેલ ખાતે ઉજવણી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment