Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    950નો બાટલો રૂ. 3500માં મળે છે:ગેસ એજન્સીઓ પર સવારે 4 વાગ્યાથી લાઈનો લાગી; સુરતમાં રેલવે સ્ટેશને ભીડ, લોકો વતનની વાટ પકડી

    21 hours ago

    અમેરિકા-ઇઝરાયેલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશમાં LPG સંકટ વધી ગયું છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ-ચંદીગઢ, હરિયાણા અને રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાં સિલિન્ડર માટે સવારથી જ ગેસ એજન્સીઓ અને ગોડાઉન પર લાઇનો લાગી ગઈ છે. LPG સંકટને કારણે ગેસ સિલિન્ડરની કાળાબજારી પણ વધી ગઈ છે. 950 રૂપિયામાં મળતો ગેસ સિલિન્ડર 3500 રૂપિયામાં અને 2 હજાર રૂપિયાનો કોમર્શિયલ સિલિન્ડર બ્લેકમાં 5 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ગુજરાત: કોરોનાકાળ જેવી સ્થિતિ ન થાય તે પહેલા વતનની વાટ પકડી મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધનાં તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે, તેને કારણે હવે સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત રોજબરોજનાં ગેસ વપરાશને લઈને કટોકટી ભરી બની ગઈ છે. ગેસની બોટલો કાળા બજારમાં ચારથી પાંચ ધણા ભાવે વેચાઈ રહી છે, જે શ્રમિકોને કોઈ કાળે પરવડે તેવું નથી. ગેસ સંકડ વચ્ચે હવે તેમની ધીરજનાં બાણ ખુટી જતાં અને કોરોનાકાળ જેવી સ્થિતિ ન સર્જાય તેવા ડરથી પરપ્રાંતિઓ વતનની વાટ પકડી રહ્યાં છે. આજે 15 માર્ચે રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો… રાજસ્થાન: LPG બાદ હવે CNG માટે પણ લાઇનો લોકો LPG માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઘરના રસોડામાં ચૂલા પણ સળગી રહ્યા નથી. ગેસ ગોડાઉનની બહાર લાઇનો લાગી રહી છે. CNG-LPG સ્ટેશન પર પણ આવી જ સ્થિતિ છે. ઓટોની એક-એક કિલોમીટર લાંબી લાઇનો લાગી રહી છે. લોકોને આખી રાત સ્ટેશનની બહાર વિતાવવી પડે છે, છતાં તેમને પૂરતું LPG મળતો નથી. પંજાબ-ચંદીગઢ: ગેસ માટે મારામારી, ક્યાંક રેડ-ક્યાંક અફરાતફરી પંજાબ-ચંદીગઢમાં ગેસ સંકટ યથાવત છે. લોકો સવારે સાડા 4 વાગ્યાથી જ લાઇનમાં લાગેલા છે. અમૃતસરમાં અફરાતફરીનો માહોલ રહ્યો. જલંધરમાં પણ એજન્સીઓની બહાર ભીડ જોવા મળી. બીજી તરફ, ચંદીગઢમાં પોલીસની દેખરેખ હેઠળ સિલિન્ડર મળી રહ્યા છે. મધ્ય પ્રદેશ: LPG સિલિન્ડર માટે 8 કલાકથી લાઈનમાં ઉભા રસોઈ ગેસ (LPG) નું સંકટ વધતું જઈ રહ્યું છે. નાના બાળકો હોય કે વૃદ્ધો, બધા કલાકો સુધી લાઈનમાં ઊભા છે. 8 કલાક આકરા તડકામાં ઊભા રહ્યા પછી પણ સિલિન્ડર મળી રહ્યું નથી. 6 દિવસથી 50 હજારથી વધુ હોટલ અને રેસ્ટોરન્ટને કોમર્શિયલ સિલિન્ડર મળ્યા નથી. હોટલ-રેસ્ટોરન્ટમાં સિલિન્ડરમાં ગેસ પુરો થઈ ગયો છે. તેથી ત્યાં મેનૂ બદલાયું છે. ઘણી લારીઓ પણ બંધ થઈ ગઈ છે. હરિયાણા: પેટ્રોલ પંપ સંચાલકોને આદેશ, જરૂરિયાત કરતાં વધુ તેલ ન આપો ગેસ સિલિન્ડરની અછત વચ્ચે અચાનક હવે ડીઝલની માંગ વધી ગઈ છે. ગ્રાહકો જરૂરિયાત કરતાં વધુ ડીઝલનો સ્ટોક કરી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને પેટ્રોલ-ડીઝલના પુરવઠા પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે. બધા પેટ્રોલ પંપ સંચાલકોને નિર્દેશ આપ્યા છે કે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીનો પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરે અને કોઈપણ ગ્રાહકને જરૂરિયાત કરતાં વધુ તેલ ન આપે. PNG કનેક્શન ધરાવતા લોકોને LPG સિલિન્ડર નહીં મળે જો તમારા ઘરમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન છે, તો હવે તમારે તમારું LPG સિલિન્ડર સરેન્ડર કરવું પડશે. દેશમાં વધતા ગેસ સંકટ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે સપ્લાયના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા આદેશ મુજબ, PNG યુઝર્સને ન તો નવું LPG કનેક્શન મળશે અને ન તો જૂનો સિલિન્ડર રિફિલ થશે. સરકારે આ પહેલા સપ્લાયને લઈને 9 દિવસમાં 3 વખત નવા નિયમો જાહેર કર્યા છે. જો તમારા ઘરમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન છે, તો હવે તમારે તમારો LPG સિલિન્ડર સરેન્ડર કરવો પડશે. દેશમાં ઘેરાતા ગેસ સંકટ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે સપ્લાયના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા આદેશ મુજબ, PNG યુઝર્સને ન તો નવું LPG કનેક્શન મળશે અને ન તો જૂનો સિલિન્ડર રિફિલ થશે. સરકાર આ પહેલા સપ્લાયને લઈને 9 દિવસમાં 3 વાર નવા નિયમો જાહેર કરી ચૂકી છે. રસોઈ ગેસના સપ્લાયના 4 નવા નિયમો LPG સિલિન્ડર બુકિંગના નિયમો ત્રણ વખત બદલાયા 6 માર્ચ: ઘરેલું LPG બુકિંગ માટે લોક-ઇન પિરિયડ 21 દિવસનો કરવામાં આવ્યો. 9 માર્ચ: માગ વધવાને કારણે શહેરોમાં લોક-ઇન પિરિયડ વધારીને 25 દિવસનો કરવામાં આવ્યો. 12 માર્ચ: ગ્રામીણ વિસ્તારોમાં સિલિન્ડર બુક કરવાનો ગેપ 45 દિવસનો કરવામાં આવ્યો. કનેક્શન સરન્ડર ન કરવા પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયા છે. સરકાર ઈચ્છે છે કે જેમની પાસે PNG નો વિકલ્પ છે, તેઓ સિલિન્ડર છોડી દે જેથી સિલિન્ડર તે લોકો સુધી પહોંચી શકે જેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જેમની પાસે બંને કનેક્શન છે, તેઓ તરત જ નજીકના LPG ડિસ્ટ્રીબ્યુટર અથવા કંપનીના પોર્ટલ પર જઈને કનેક્શન સરન્ડર કરે. સરન્ડર કરવા પર દંડ લાગશે નહીં, પરંતુ નિયમ તોડવા પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. હોર્મુઝથી નીકળેલા 2 જહાજ, 92 હજાર ટન ગેસ લઈને ભારત આવી રહ્યા છે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. બે ભારતીય LPG કેરિયર (માલવાહક જહાજ), 'શિવાલિક' અને 'નંદા દેવી', હોર્મુઝ રૂટ પાર કરી ચૂક્યા છે. બંદરગાહ અને જહાજ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું કે આ જહાજો લગભગ 92,700 મેટ્રિક ટન LPG લઈને આવી રહ્યા છે. તેમના 16 અને 17 માર્ચ સુધીમાં મુંદ્રા અને કંડલા બંદરગાહે પહોંચવાની અપેક્ષા છે. કોમર્શિયલ LPG સિલિન્ડરનો પુરવઠો શરૂ સરકારે 5 દિવસ પછી કોમર્શિયલ LPG સિલિન્ડર પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે શનિવારે જણાવ્યું કે દેશના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોમર્શિયલ સિલિન્ડરનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સરકારે 9 માર્ચે કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાય પર પ્રતિબંધ લગાવ્યો હતો. ઈરાનનું વલણ: ભારતીય જહાજોને રોકશે નહીં ભારતમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના પ્રતિનિધિ, અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ ખાતરી આપી છે કે યુદ્ધ છતાં ભારતીય જહાજોને હોર્મુઝ રૂટ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે કહ્યું, 'અમે ભારતની ઊર્જા જરૂરિયાતોને સમજીએ છીએ. અમને ખબર છે કે ભારતમાં લોકો ગેસ અને પેટ્રોલની અછતનો સામનો કરી રહ્યા છે, આવા સમયે અમે તેમને મદદ અને સમર્થન આપીશું.' તેમણે એમ પણ કહ્યું કે ઈરાનના દૂતાવાસે ભારતીય જહાજોને રસ્તો અપાવવા માટે વિશેષ પ્રયાસો કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ટાઈમ મેગેઝિન વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ પ્લેસિસમાં ભારતના 4 સ્થળો:પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે ‘જોધપુરી સ્ટ્રોબેરી ખેતરો’, 7000 ફૂટની ઊંચાઈ પર મળી રહી છે શાંતિ
    Next Article
    પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન:તમિલનાડુમાં 23 એપ્રિલે, આસામ-કેરળ-પુડુચેરીમાં 9 એપ્રિલે વોટિંગ; ગુજરાતના ઉમરેઠમાં 23 એપ્રિલે પેટાચૂંટણી; 4 મેએ તમામના પરિણામ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment