Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શખસે સસ્તું સોનું આપવાના બદલે નકલી પધરાવ્યું:કટકે કટકે 9.50 લાખ રુપિયા પડાવી લીધા, વાયદા પછી પણ રૂપિયા પરત ન કરતા શિક્ષકે ગુનો નોંધાવ્યો

    1 सप्ताह पहले

    ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલા શાંતિનગર-2માં રહેતા નિવૃત્ત શિક્ષક જયેન્દ્રસિંહ સરવૈયાને પોતાની દીકરી માટે સોનાની જરૂરિયાત હતી. આ દરમિયાન તેમના પરિચિત અને કાળીયાબીડમાં જ રહેતા ક્રિપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘મારે ઘણા સોની મિત્રો છે, જેથી હું તમને વ્યાજબી ભાવે સોનું અપાવી દઈશ.’ ક્રિપાલસિંહની આ વાતોમાં આવીને નિવૃત્ત શિક્ષકે તેના પર વિશ્વાસ મૂક્યો હતો. સસ્તા સોનાના બદલે 9.50 લાખ પડાવ્યા ત્યારબાદ ગત તારીખ 18 ડિસેમ્બર,2023થી 19 મે,2024 દરમિયાન, ક્રિપાલસિંહે સસ્તું સોનું આપવાના બહાને શિક્ષક પાસેથી અવારનવાર કરીને કુલ રૂ. 9.50 લાખની રોકડ રકમ મેળવી લીધી હતી. તેના બદલામાં તેણે શિક્ષકને સોનાની 5 લગડી, 6 બંગડી, 2 પાટલા અને 2 વીંટી સહિતના દાગીના આપ્યા હતા. દાગીના વેપારીને બતાવતા નકલી નીકળ્યા જો કે, થોડા સમય પછી શિક્ષક જયેન્દ્રસિંહને શંકા જતાં તેઓએ આ તમામ દાગીના અને લગડી એક સોની વેપારીને બતાવ્યા હતા. સોનીએ તપાસ કરીને જણાવ્યું કે આ તમામ સોનું તદ્દન નકલી છે. છેતરાયા હોવાનો અહેસાસ થતાં જ શિક્ષકે ક્રિપાલસિંહ પાસે જઈને નકલી સોના અંગે ખુલાસો માંગ્યો હતો. રુપિયા પરત ન આપતા નિવૃત શિક્ષકની ફરિયાદ તે સમયે ક્રિપાલસિંહે પોતાની પાસે હાલ પૈસા ન હોવાનું કહી, થોડા સમયમાં રકમ પરત આપી દેવાનું લખાણ અને ચેક આપ્યા હતા. પરંતુ ત્યારબાદ અવારનવાર જુદા જુદા વાયદાઓ કરીને તેણે શિક્ષકના 9.50 લાખ રૂપિયા પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. આખરે નિવૃત્ત શિક્ષકે સમગ્ર મામલે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી ક્રિપાલસિંહ ચુડાસમા સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Samwad 2026: दिग्गजों के आने से रोशन 'संवाद' , राजनीति से सिनेमा तक पर बातचीत
    Next Article
    મોડાસા નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી:જયશ્રી પટેલ પ્રમુખ, ગફુર રબારી ઉપપ્રમુખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment