Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલાલા યાર્ડમાં કેસર કેરીની સીઝન પૂર્ણ:9.45 લાખ બોક્સના રેકોર્ડ વેચાણ સાથે ગીરના ખેડૂતોને રૂ. 250 કરોડની માતબર આવક

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લાના પ્રખ્યાત તાલાલાના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે વર્ષ 2026ની કેસર કેરીની સીઝન આજે સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. ચાલુ વર્ષે કેરીની સીઝન કુલ 61 દિવસ સુધી ચાલી હતી, જે ખેડૂતો, વેપારીઓ અને સ્થાનિક શ્રમિકો માટે ખૂબ જ ફળદાયી અને આર્થિક સમૃદ્ધિ લાવનારી સાબિત થઈ છે. ધારણા કરતાં વધુ પાક અને રેકોર્ડબ્રેક આવક આ સીઝન દરમિયાન યાર્ડમાં 10 કિલોગ્રામ વજન ધરાવતા કુલ 9,45,000 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી. ગત વર્ષે 44 દિવસની સીઝનમાં 4.49 લાખ બોક્સ આવ્યા હતા, જેની સરખામણીએ આ વર્ષે 5 લાખ બોક્સ (એટલે કે આશરે 50 લાખ કિલો કેરી) વધુ વેચાઈ છે. આ 61 દિવસની લાંબી સીઝન દરમિયાન કોઈ પણ પ્રકારનું માવઠું કે કમોસમી વરસાદનું વિઘ્ન નડ્યું નથી, જેના કારણે કેરીનો પાક સંપૂર્ણપણે રોગમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાવાળો રહ્યો હતો. આ જ કારણસર ગ્રાહકોએ પણ આ વર્ષે ગીરની વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીનો સ્વાદ પેટ ભરીને માણ્યો છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવથી ગીરના અર્થતંત્રમાં બૂસ્ટર ડોઝ કેરીની ગુણવત્તા ઉત્કૃષ્ટ હોવાને કારણે ખેડૂતોને ખૂબ જ સારા અને પોષણક્ષમ ભાવ મળ્યા છે. ગત સીઝન કરતા ખેડૂતોને સરેરાશ ઊંચા ભાવ મળ્યા છે, જેમાં આ વર્ષે સરેરાશ ભાવ ₹570 પ્રતિ બોક્સ રહ્યો છે. ખેડૂતોને કુલ ₹250 કરોડ રૂપિયાની બમ્પર આવક માત્ર તાલાલા માર્કેટિંગ યાર્ડમાં થયેલા કેરીના વેચાણમાંથી જ ખેડૂતોના ખિસ્સામાં ₹54 કરોડ જેવી માતબર રકમ પહોંચી છે. આ ઉપરાંત, ઓવરઓલ ગીર વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ કરતાં ચાર ગણી વધુ કેરી ખેડૂતોએ સીધી પોતાના બગીચાઓમાંથી વેચી છે. આમ, સીધા વેચાણ અને યાર્ડના વેચાણને ગણીને ગીર પંથકના ખેડૂતોના ઘરમાં કુલ ₹250 કરોડ રૂપિયાની બમ્પર આવક થઈ છે, જેણે સમગ્ર ગીરની આર્થિક રોનક બદલી નાખી છે. વૈશ્વિક બજારોમાં ગીરની કેસર અદભુત નિકાસ તાલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળાના જણાવ્યા અનુસાર, યાર્ડ સંચાલિત અદ્યતન પેક હાઉસમાંથી આ વર્ષે મોટા પાયે વિદેશી બજારોમાં કેસર કેરી એક્સપોર્ટ (નિકાસ) કરવામાં આવી છે. માત્ર APMC દ્વારા થયેલી ઓફિશિયલ નિકાસના આંકડા નીચે મુજબ છે: અમેરિકા : 55 ટન યુનાઈટેડ કિંગ્ડમ : 20 ટન કેનેડા : 12 ટન દુબઈ : 04 ટન આ સિવાય, ખાનગી એક્સપોર્ટરોએ પણ ગીર વિસ્તારના બગીચાઓમાંથી સીધી જ ખૂબ મોટા પ્રમાણમાં કેસર કેરી વિદેશના વિવિધ બજારોમાં મોકલી આપી છે. ખેડૂતોને એક વીઘે રૂ.30,000 થી લઈને રૂ.1,00,000 સુધીની આવક ગીર વિસ્તારમાં અંદાજે 18 હેક્ટરથી વધુ જમીન ઉપર કેસર કેરીની આંબાવાડીઓ આવેલી છે. કેસર કેરીની સીઝનને ગીર પંથકની આર્થિક કરોડરજ્જુ માનવામાં આવે છે. આ વર્ષે સીઝન તમામ રીતે ઉત્તમ રહેતા ખેડૂતો, કમિશન એજન્ટો, ખરીદનાર વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો અને મજૂર વર્ગ માટે આવકની દ્રષ્ટિએ સોનાનો સૂરજ ઊગ્યો છે. ગીર પંથકમાં સરેરાશ ખેડૂતોને બાગાયતી કેરીના બગીચામાંથી એક વીઘે ₹30,000 થી લઈને ₹1,00,000 સુધીની શાનદાર આવક થવા પામી છે. આ બમ્પર કમાણી કેસર કેરીના ભવિષ્ય માટે ખૂબ સારો સંકેત છે. આ સફળતાથી પ્રોત્સાહિત થઈને આગામી દિવસોમાં ખેડૂતો વધુ સારી ક્વોલિટીની કેરીનું ઉત્પાદન કરવા માવજત ઉપર ધ્યાન આપશે, તેમજ ગીર પંથકમાં કેસર કેરીના નવા વાવેતરના વિસ્તારો પણ વધવાની પ્રબળ સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    Tanya Mittal defends Pranit More over ‘Rs 370 biryani’ row, calls out backlash
    Next Article
    Sara Ali Khan Poses With Henry Cavill At Royal Ascot, Internet Questions 'Is This AI?' As Photo Goes Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment