Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયા કપ- ભારતે થાઈલેન્ડને 94 રનથી હરાવ્યું:દીપ્તિએ એક પણ રન આપ્યા વિના 3 વિકેટ ઝડપી, વિમેન્સ ટી-20 ઇન્ટરનેશનલની ટોપ વિકેટટેકર બની

    6 hours ago

    ભારતે ટી-20 વિમેન્સ એશિયા કપમાં જીત સાથે શરૂઆત કરી છે. ટીમે રવિવારે થાઈલેન્ડને 94 રનથી હરાવ્યું. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થાઈલેન્ડ 160 રનનો પીછો કરતા 16.1 ઓવરમાં 65 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું. 150મી મેચ રમી રહેલી દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી અને કોઈ રન આપ્યો નહીં. તે વિમેન્સ ટી-20 ઇન્ટરનેશનલની ટોપ વિકેટ ટેકર પણ બની. નંદની શર્માએ પણ 3 વિકેટ લીધી. શ્રી ચરણીએ 2 વિકેટ લીધી. પ્લેયર ઓફ ધ મેચ શેફાલી શર્માએ 36 બોલમાં 64 રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. ભારતીય ટીમની બીજી મેચ 5 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે આ જ મેદાન પર થશે. ભારતે છેલ્લા 46 રન બનાવવામાં 8 વિકેટ ગુમાવી રવિવારે ટીમ ઇન્ડિયા મજબૂત શરૂઆત છતાં 159 રન જ બનાવી શકી હતી. તેણે છેલ્લા 46 રન બનાવવામાં 8 વિકેટ ગુમાવી દીધી. આ પહેલા ટીમની ટોપ-3 બેટ્સમેનોએ 105 રન બનાવ્યા. જેમાં સ્મૃતિ મંધાનાના 22, શેફાલી વર્માના 64 અને પ્રતિકા રાવલના 22 રન સામેલ હતા. થાઈલેન્ડ તરફથી સુલેપોર્ન લાઓમીએ 3 વિકેટ ઝડપી. બંને ટીમોની પ્લેઇંગ-XI ભારત: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, ભારતી ફુલમાલી, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ અને નંદની શર્મા. થાઈલેન્ડ: અપિસરા સુવાનચોનરાથી, ફન્નિતા માયા, નન્નાપત કોનચારોએનકાઈ (વિકેટકીપર), નત્થાકન ચન્થમ, ચનિદા સુથિરુઆંગ, નાઓમી હેમિલ્ટન, સુલેપોર્ન લાઓમી, નન્નાફટ ચાઈહાન, સુનીદા ચતુરંગરત્તના, ઓનનિચા કામચોમ્ફૂ અને થિપાચા પુથાવૉંગ (કેપ્ટન).
    Click here to Read More
    Previous Article
    Botad Liquor Seizure Action | ગઢડાના ઢસા પોલીસ સ્ટેશનના PIને સસ્પેન્ડ કરાયા | Gujarati Samachar
    Next Article
    હાઈડ્રો:બચ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment