Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    9.32 કરોડ ખેડૂતોને PM-કિસાનનો 22મો હપ્તો મળ્યો:સોમનાથમાં 'ઉત્સવ દિવસ' અને 'મિલેટ મહોત્સવ'ની ઉજવણી કરાઈ

    13 hours ago

    સોમનાથ ખાતે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ' અંતર્ગત જિલ્લાકક્ષાના 'પી.એમ.કિસાન ઉત્સવ દિવસ' અને 'મિલેટ મહોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ-કિસાન યોજનાનો ૨૨મો હપ્તો રિલીઝ કરાયો હતો, જેનાથી દેશના 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા રૂ. 18650 કરોડ જમા થયા હતા. પ્રભાસપાટણના રામમંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક મહાનુભાવો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આસામના ગુવાહાટી ખાતેથી વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ખેડૂતોએ નિહાળ્યું હતું. પ્રદેશ બક્ષીપંચના અધ્યક્ષ માનસિંહભાઈ પરમારે અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં પીએમ-કિસાન યોજના ખેડૂતો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ૨૨મા હપ્તા દ્વારા કરોડો ખેડૂતોને સીધો આર્થિક લાભ મળ્યો છે. નાયબ ખેતી નિયામક પુષ્પકાંત સ્વર્ણકારે 'શ્રી અન્ન' (મિલેટ્સ)નું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે બાજરો, જુવાર, મકાઈ, રાગી અને સામો જેવા પાક શરીરને પોષણ પૂરું પાડે છે. તેમણે પ્રાકૃતિક રીતે શ્રી અન્નની ખેતી અને તેના ફાયદા પર ભાર મૂક્યો હતો. કૃષિ વૈજ્ઞાનિક હડિયલે પ્રાકૃતિક ખેતીની મહત્તા, આચ્છાદન, સેન્દ્રીય કાર્બનનું મહત્વ અને ખેતી પર અનિયમિત વરસાદ તથા એગ્રો કેમિકલ્સની અસરો વિશે માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક પાકોના ઉત્પાદન અને ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં 6992 ખેડૂતોને રૂ. 25.34 કરોડની ખેતીલક્ષી સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લાકક્ષાના કાર્યક્રમ ઉપરાંત સૂત્રાપાડા અને ઉના સહિત પાંચ તાલુકાકક્ષાના કાર્યક્રમો પણ યોજાયા હતા. જિલ્લાના તમામ ખેતી ઉત્પન્ન બજારો, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો, ગ્રામ પંચાયતો અને સહકારી મંડળીઓ ખાતેથી પણ ખેડૂતોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર યોગેશ જોશી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા, અગ્રણી ડૉ. સંજયભાઈ પરમાર, નરેન્દ્રભાઈ ઝાલા, પ્રદ્યુમનભાઈ ડોડિયા, દેવરાજભાઈ રાઠોડ, ભરતભાઈ બાકુ, નાયબ બાગાયત નિયામક કુલદિપ સોજીત્રા અને ખેતીવાડી અધિકારી વિમલ પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ:રાજ્યની 394 પાલિકા-પંચાયતો માટે 26 માર્ચે કાર્યક્રમ જાહેર થવાની શક્યતા
    Next Article
    સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સાયબર સુરક્ષા સેમિનાર:નિષ્ણાતોએ ઓનલાઈન ઠગાઈથી બચવા અને સુરક્ષિત ઇન્ટરનેટ ઉપયોગ શીખવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment