Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    92 વર્ષના આશા ભોંસલેને હાર્ટ એટેક:બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં દાખલ, હોસ્પિટલ કે પરિવારે સત્તાવાર નિવેદન આપ્યું નથી

    10 hours ago

    બોલિવૂડના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ ડોકટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે, પરંતુ તેમની હાલત અંગે હોસ્પિટલ કે પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આશા ભોસલેએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમનો 92મો જન્મદિવસ ઉજવ્યો હતો. ભાગીને લગ્ન કર્યા હતા, ઘરેલું હિંસાનો ભોગ બન્યા લેજન્ડરી સિંગર આશા ભોસલેએ દરેક શૈલીના ગીતોમાં પોતાના મધુર અવાજનો જાદુ પાથર્યો છે. તેમના અવાજની મીઠાશ એવી છે કે આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. પોતાના કરિયરમાં 12,000થી વધુ ગીતો ગાઈ ચૂકેલા આશા ભોસલે માટે સંગીતની સફર એટલી પણ સરળ ન હતી. 9 વર્ષની ઉંમરે જ પિતાનું છત્ર ગુમાવ્યું. 16 વર્ષની ઉંમરે જ્યારે આશા ભોંસલેએ પરિવારજનો વિરુદ્ધ મોટી બહેન લતા મંગેશકરના સેક્રેટરી ગણપતરાવ ભોંસલે સાથે ભાગીને લગ્ન કર્યા, ત્યારે લતાએ બહેન સાથે સંબંધ તોડી નાખ્યો. લગ્ન પછી આશા ભોંસલેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેઓ ઘરેલું હિંસાનો શિકાર પણ બન્યા. એટલું જ નહીં, તેઓ જીવનથી એટલા નિરાશ થઈ ગયા હતા કે પોતાને ખતમ કરવા માંગતા હતા. જોકે, 14થી વધુ ભાષાઓમાં ગીતો ગાઈ ચૂકેલા આશા ભોંસલેના અવાજમાં 92 વર્ષની ઉંમરે પણ એ જ ખનક અને જાદુ યથાવત્ છે. જ્યારે એક સમય એવો પણ હતો જ્યારે આ જ અવાજને ખરાબ કહીને તેમને રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. 9 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી આશા ભોંસલે પ્રખ્યાત થિયેટર અભિનેતા અને શાસ્ત્રીય ગાયક 'દીનાનાથ મંગેશકર'નાં પુત્રી અને સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરનાં નાનાં બહેન છે. જ્યારે તેઓ માત્ર 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું, જેના કારણે તેમણે તેમની બહેન લતા મંગેશકર સાથે મળીને પરિવારને ટેકો આપવા માટે ગાયન શરૂ કર્યું હતું. આશાની વિશેષતા એ છે કે તેમણે દરેક પ્રકારના ગીતોમાં પોતાને ઢાળ્યા. ભલે તે રોમેન્ટિક ગીતો હોય, કેબરે ગીતો હોય, ગઝલ હોય કે શાસ્ત્રીય સંગીત. દરેક શૈલીમાં તેમણે પોતાના અવાજની અમીટ છાપ છોડી. આર ડી બર્મનની માતાએ કહ્યું હતું કે લગ્ન મારી લાશ પર થશે આશા ભોંસલેએ બીજા લગ્ન સંગીતકાર આર ડી બર્મન સાથે 1980માં કર્યા. બંનેની પહેલી મુલાકાત 1966માં ફિલ્મ તીસરી મંઝિલના ગીત દરમિયાન થઈ હતી. આ પછી આશા ભોંસલેએ આર.ડી. બર્મનની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા. સતત કામ કરતા બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ, ખબર જ ન પડી. આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે..
    Click here to Read More
    Previous Article
    સેમસનની IPLમાં ચોથી સદી:T20 ક્રિકેટમાં 400 છગ્ગા પણ પૂરા કર્યા; આયુષ મ્હાત્રે 59 રન બનાવી રિટાયર આઉટ
    Next Article
    સાબરકાંઠા-અરવલ્લીમાં પશુ ચોરી કરતી ગેંગ ઝડપાઈ:LCB એ 9 ગુનાનો ભેદ ઉકેલી અમદાવાદ અને ગાંધીનગરના 6 આરોપીને પકડ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment