Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વધુ એક સોની વેપારી સાથે છેતરપિંડી:રાજકોટમાં દાગીના બનાવી દેવાના બહાને કારીગર 91.96 લાખની કિંમતનું 605 ગ્રામથી વધુ ફાઈન સોનુ લઇ નાસી છૂટ્યો

    13 hours ago

    રાજકોટના દિવાનપરા વિસ્તારમાં આવેલ સુવર્ણ જ્યોતિ ક્રિએશન નામની પેઢી ચલાવતા સોની વેપારી સાથે દાગીના બનાવી દેવાના બહાને કારીગરે 91.96 લાખની કિંમતના 605.140 ગ્રામ ફાઈન સોનાની છેતરપિંડી કર્યાની ફરીયાદ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ગુનો નોધી આરોપીની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતા અને દિવાન પરામાં સુવર્ણ જયોતી ક્રિએશન એલએલ નામે સોનાના દાગીનાનુ વેચાણ કરતા દિવ્યેશભાઈ મહેન્દ્રભાઈ પાટડીયાએ જુના એરપોર્ટ રોડ પર ગીત ગુર્જરી સોસાયટી રોડ પર સખીયાનગરમાં રહેતા રાજેશ હિંમતલાલ આડેસરા સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ હતુ કે દોઢ વર્ષ અગાઉ "K-V. Sons" નામની પેઢી ચલાવતા સુનિલભાઈ ફીચડીયાને ત્યાં નોકરી કરતા રાજુભાઈ સાથે પરીચય થયો હતો અને તે કેટલાક સમયથી ઓર્ડર મુજબ ચેઈન બનાવી આપતો હતો. ફેબ્રુઆરી 2026થી 24 માર્ચ 2026 દરમિયાન રાજુભાઈ તથા તેમના સાથીદારોએ દિવ્યેશભાઈની પેઢીમાંથી અલગ-અલગ તારીખે કુલ 987.370 ગ્રામ ફાઈન સોનું રો-મટીરીયલ તરીકે મેળવ્યું હતું. તેમાંથી આરોપીઓએ માત્ર 382.230 ગ્રામ સોનું જ પરત કર્યું હતું. બાકી નીકળતું 605.140 ગ્રામ ફાઈન સોનું પરત ન કરી છેતરપીંડી આચર્યાનુ જણાવતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    11 રાજ્યોના 126 ધાર્મિક સ્થળોની બોગસ વેબસાઈટ બનાવી છેતરપિંડી:દેશભરમાંથી 21,985 લોકોને ખંખેરનારી ત્રિપુટી ઝડપાઈ, ફોટો માટે AIનો ઉપયોગ કરતા
    Next Article
    "No Interest In ODIs": India Great Who Played 200+ One-Day Internationals

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment