Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં સેંકડો કબરો ખોદવામાં આવી, અજાણ્યા મૃતદેહોને દફનાવવાનું શરૂ:સુરંગોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ચાલુ; અત્યાર સુધીમાં 919નાં મોત, 4200થી વધુ ગુમ

    1 day ago

    નેપાળમાં ભયાનક પૂર પછી અજાણ્યા મૃતદેહોને દફનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. ચિતવનના દેવઘાટ જંગલમાં પ્રશાસને સેંકડો કબરો તૈયાર કરી છે. છેલ્લા બે દિવસમાં 196 મૃતદેહો દફનાવવામાં આવ્યા છે. લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી ઘણા મૃતદેહો ખરાબ થઈ ગયા છે, જેના કારણે ઓળખ મુશ્કેલ બની રહી છે. દરેક મૃતદેહને ઓળખ નંબર આપીને રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. બાદમાં DNA તપાસ દ્વારા ઓળખ કરીને મૃતદેહોને પરિવારજનોને સોંપવાનો પ્રયાસ કરવામાં આવશે. પૂર પછી હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું અભિયાન ચાલુ છે. ત્રિશૂલી-3A સહિત ઘણા પ્રોજેક્ટ્સની સુરંગોના મુખમાંથી કાટમાળ અને કાદવ હટાવવામાં આવી રહ્યો છે. પૂર અને ભૂસ્ખલનથી નેપાળ-તિબેટમાં 919 લોકોના મોત થયા છે. એકલા નેપાળમાં 903 મોત થયા છે, જ્યારે તિબેટમાં મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો છે અને 4200 થી વધુ લોકો ગુમ છે. નેપાળ હોનારતની 3 નવી તસવીરો… પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    WhatsApp's Scam Alert Feature Arrives for Android Beta Users: Report
    Next Article
    મિત્રના નામે 19 લાખની લોન લઈને બારોબર ક્રેડિટ-કાર્ડ ઘસી દીધું:ગોધરાની સ્કૂલના આચાર્યના મિત્રોએ ક્રેડિટ કાર્ડમાંથી 5 લાખ વાપરી નાખ્યા, 24 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment