Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડી ટુ ડી:પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 91.73% બેઠક ભરાઈ

    3 days ago

    એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ)એ ડિપ્લોમા ટુ ડીગ્રી ઈજનેરી-ફાર્મસી કોર્સની બેઠકો પર પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટ-2026ની જાહેરાત કરાઈ છે. જે મુજબ પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટમાં ડીગ્રી ઈજનેરીની સરકારી અને અનુદાનિત, સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુલ ઉપલબ્ધ 49022 બેઠકો સામે 12476 (24.45 ટકા) વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સામે ગત વર્ષ 2025માં ડીગ્રી ઈજનેરીની કુલ ઉપલબ્ધ 43971 બેઠકોની સામે 11592 (26.35) વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. જેમા 2026ના વર્ષ માટે સરકારી અને અનુદાનિત કોલેજોની ઉપલબ્ધ 3193 બેઠકોની સામે 2929(91.73) વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. બીજી તરફ 2025ના વર્ષ માટે સરકારી અને અનુદાનિત કોલેજોની ઉપલબ્ધ 3475 બેઠકોની સામે 2960 (85.15) વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. ડિગ્રી ફાર્મસીમાં 2026માં કુલ ઉપલબ્ધ 3128 બેઠકોની સામે 200 (6.28)વિદ્યાર્થીઓને એલોટમેન્ટ કરાયુ છે. જેમાં સરકારી અને અનુદાનિત કોલેજોની કુલ ઉપલબ્ધ 89 સીટોની સામે 89ને(100 ટકા) એલોટમેન્ટ થયું છે. વર્ષ 2025માં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની 3039 બેઠકોની સામે 111(3.65)ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. તેની સામે 2025માં ડીગ્રી ફાર્મસીમાં કુલ ઉપલબ્ધ 1255 બેઠકોની સામે 136(10.84) વિદ્યાર્થીઓને એલોટમેન્ટ કરાયુ છે. જેમાં સરકારી અને અનુદાનિત કોલેજોની કુલ ઉપલબ્ધ 8 4સીટોની સામે 84ને(100 ટકા) એલોટમેન્ટ થયું છે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની 1171 બેઠકોની સામે 52 (4.44) ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. 30મી જુલાઈ સુધીમાં શૈક્ષણિક લાયકાતની પરીક્ષા પાસ નહીં કરનારનો પ્રવેશ રદ : ટોકન ટ્યુશન ફી પરત મળશે ‘ડિપ્લોમા ઈજનેરી-ફાર્મસીથી ડીગ્રી ઈજનેરી-ફાર્મસીમાં કોર્સમાં પ્રવેશની લાયકાત એઆઈસીટીઈ (ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન)ની જોગવાઈ મુજબ 45 ટકા જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને માટે તેમજ 40 ટકા અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ સાથે ડિપ્લોમા પાસ કરેલુ હોવુ અનિવાર્ય છે. વિદ્યાર્થીઓએ 30મી જુલાઈ, 2026 સુધીમાં લાયકાતની પરીક્ષા પાસ નહી કરેલ હોય તો તેમને ફાળવવામાં આવેલ પ્રવેશ રદ કરીને ટોકન ટ્યુશન ફી પરત કરાશે.’ -ડો નિલય ભૂપતાણી, મેમ્બર સેક્રેટરી, એસીપીસી
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર બાયપાસ-પોલાજપુર રોડનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાના હસ્તે માર્ગ નિર્માણ કાર્ય શરૂ
    Next Article
    ‘People are organising Satluj screenings across Punjab after ban,’ says Suvinder Vicky

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment