Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપા ચૂંટણીમાં મતદારોનો મિજાજ:9119 લોકોએ નોટાનું બટન દબાવ્યું, કોંગ્રેસની જીત થઈ તે વોર્ડમાં 'નોટા'નો ઓછો ઉપયોગ

    10 hours ago

    રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સંભાળી છે. વર્ષ 2021ની જેમ જ આ વખતે પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 51.18 ટકા મતદાન નોંધાયા બાદ ઇવીએમ દ્વારા ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થયો, ત્યારે ભાજપ 65 બેઠકો જીતીને વિજેતા બન્યું છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા 'નોટા' (None of the Above) વિકલ્પની થઈ રહી છે, કારણ કે શહેરના હજારો મતદારોએ એક પણ પક્ષના ઉમેદવાર પર વિશ્વાસ મૂક્યો નથી. 236 ઉમેદવારોમાંથી કોઈ પસંદ ન પડતા 9119 લોકોએ નોટાનું બટન દબાવી નારાજગી વ્યક્ત કરી હતી. જોકે કોંગ્રેસે જ્યાં જીત મેળવી છે તે વોર્ડમાં નોટાનું બટન દબાવનારા ઓછા મતદારો હતા. કોંગ્રેસ જીતી તેેવા વોર્ડ નં-15-16માં નોટાનો ઉપયોગ સૌથી ઓછો રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં નોંધાયેલા કુલ 9,85,952 મતદારોમાંથી આ વખતે કુલ 5,04,599 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ મતદાનમાં 2,84,987 પુરુષો અને 2,19,612 મહિલાઓએ ઉત્સાહપૂર્વક લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. જોકે, આ આંકડાઓમાં એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે કુલ 9119 મતદારોએ ચૂંટણી મેદાનમાં રહેલા તમામ 236 ઉમેદવારોને નકારી કાઢ્યા છે અને 'નોટા'નું બટન દબાવ્યું છે. આ આંકડો સૂચવે છે કે મતદારોનો એક મોટો વર્ગ વર્તમાન રાજકીય સ્થિતિ અથવા ઉમેદવારોની પસંદગીથી સંતુષ્ટ નથી. ખાસ વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 1માં મતદારોની નારાજગી સૌથી વધુ જોવા મળી છે, જ્યાં નોટામાં મોટા પ્રમાણમાં મતદાન થયું છે. તેનાથી વિપરીત, જ્યાં કોંગ્રેસનો વિજય થયો છે તેવા વોર્ડ નંબર 15 અને 16માં નોટાનો ઉપયોગ સૌથી ઓછો થયો હોવાનું સામે આવ્યું છે. 9119 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો રાજકીય વિશ્લેષકોના મતે, વર્ષ 2021 બાદ રાજકોટમાં બનેલી કેટલીક મોટી ઘટનાઓની અસર આ ચૂંટણીના પરિણામો પર સ્પષ્ટપણે જોવા મળી છે. વોર્ડ નંબર 12માં બનેલી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટના અને વોર્ડ નંબર 15માં ચૂંટણી પહેલા કરવામાં આવેલા જંગલેશ્વર વિસ્તારના મેગા ડિમોલિશનની અસર મતદાન પર પડશે તેવી પ્રબળ શક્યતાઓ હતી. એવી ધારણા રાખવામાં આવતી હતી કે આ ઘટનાને કારણે ભાજપની બેઠકોમાં મોટો ઘટાડો થઈ શકે છે, તેમ છતાં ભાજપ પોતાની સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યું છે. જોકે, જંગલેશ્વરના ડિમોલિશનથી નારાજ થયેલા મતદારોએ ભાજપને જાકારો આપીને વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ઉમેદવારોને વિજય અપાવ્યો છે. આમ છતાં, શહેરના તમામ 18 વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય અપક્ષ ઉમેદવારો મળીને 236 મહારથીઓ મેદાનમાં હતા, પણ 9119 મતદારો માટે આમાંથી કોઈ ઉમેદવાર લાયક નહીં હોવાનું સ્પષ્ટ થયું છે. વોર્ડ નં-11માં સૌથી વધુ 996 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો વોર્ડ વાઈઝ નોટાના આંકડાઓ પર નજર કરીએ તો, વોર્ડ નંબર 11માં સૌથી વધુ 996 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ વોર્ડ નંબર 1માં 753 મતદારોએ 'આમાંથી એકપણ નહીં' વિકલ્પ પસંદ કર્યો છે. શહેરનો પોશ ગણાતો અને સતત ચર્ચામાં રહેતો વોર્ડ નંબર 2 પણ આ યાદીમાં પાછળ નથી, ત્યાં 507 મતદારોએ નોટા દબાવ્યું છે. અન્ય વોર્ડની વિગતો જોઈએ તો વોર્ડ નંબર 3માં 600, વોર્ડ નંબર 4માં 368, વોર્ડ નંબર 5માં 350, વોર્ડ નંબર 6માં 405, વોર્ડ નંબર 7માં 323, વોર્ડ નંબર 8માં 696 અને વોર્ડ નંબર 9માં 752 મતદારોએ કોઈ પણ ઉમેદવારને મત આપવાનું મુનાસિબ માન્યું નથી. તેવી જ રીતે વોર્ડ નંબર 10માં 502, વોર્ડ નંબર 12માં 390, વોર્ડ નંબર 13માં 466, વોર્ડ નંબર 14માં 485, વોર્ડ નંબર 17માં 428 અને વોર્ડ નંબર 18માં 479 મતો નોટામાં પડ્યા છે. વોર્ડ નં-16માં માત્ર 300 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો રસપ્રદ વાત એ છે કે જે વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા છે, ત્યાં મતદારોમાં નારાજગીનું પ્રમાણ ઓછું હોય તેમ જણાય છે. વોર્ડ નંબર 15માં 319 અને વોર્ડ નંબર 16માં માત્ર 300 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો છે, જે સમગ્ર શહેરના સરેરાશ આંકડા કરતા ઘણા ઓછા છે. આ બાબત દર્શાવે છે કે આ વિસ્તારોમાં મતદારોએ નોટા દબાવવાના વિકલ્પ તરીકે વિપક્ષને પસંદ કરવાનું વધુ યોગ્ય માન્યું છે, એક તરફ ભાજપ પોતાની બહુમતી સાથે મહાનગરપાલિકામાં ફરી શાસન કરવા જઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ 9119 મતોનું નોટામાં જવું એ તમામ રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય છે. આ મતો સાબિત કરે છે કે લોકો હવે ઉમેદવારોની કામગીરી અને તેમની છબીને લઈને વધુ જાગૃત બન્યા છે અને જો તેમને યોગ્ય વિકલ્પ ન મળે તો તેઓ કોઈને પણ મત ન આપવાનો મિજાજ ધરાવે છે.
    Click here to Read More
    Previous Article
    Halted Operation Sindoor on our own terms, ready for long war if needed: Rajnath Singh
    Next Article
    ખાતામાં 1.53 કરોડ રૂપિયા દેખાયા, પણ ઉપાડી ન શક્યા:વડોદરાના સિનિયર સિટીઝનને પહેલા સેબીના બનાવટી દસ્તાવેજો મોકલી વિશ્વાસમાં લીધા શેરબજારમાં રોકાણ કરાવી સાયબર ઠગોએ રૂ.1 કરોડ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment