Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં બીજા તબક્કામાં 91% મતદાન:ઉત્તર 24 પરગણામાં TMC-ભાજપના કાર્યકરો વચ્ચે હિંસા; દાવો- હાવડામાં CRPFએ માર મારતા વૃદ્ધનું મોત

    2 days ago

    પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધી 91.31% મતદાન થયું છે. આ આંકડો હજુ વધી શકે છે. મતદાન દરમિયાન ઘણી જગ્યાએ હિંસા, અથડામણ, લાઠીચાર્જ અને EVM સાથે છેડછાડની ઘટનાઓ સામે આવી છે. નોર્થ 24 પરગણાના અરવિંદ રેલીમાં TMC અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર લાકડીઓ વડે હુમલા કર્યા હતા. સુરક્ષા દળોની મોટી સંખ્યામાં હાજરી હોવા છતાં સ્થિતિ બેકાબૂ જોવા મળી હતી. CM મમતાએ CRPF પર TMC સમર્થકો અને મતદારો સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. મમતાએ કહ્યું કે CRPF એ અમારા અનેક લોકોની ધરપકડ કરી છે. તેઓ મતદારો અને સેન્ટ્રલ ઓબ્ઝર્વર લોકોને મારી રહ્યા છે. તેમણે મહિલાઓ અને બાળકોને પણ છોડ્યા નથી. TMC એ આરોપ લગાવ્યો છે કે CRPF ના હુમલાને કારણે હાવડાના ઉદયનારાયણપુરમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. TMC મહાસચિવ અભિષેક બેનર્જીએ દાવો કર્યો કે વૃદ્ધ તેમના પુત્ર સાથે વોટ આપવા ગયા હતા. કેન્દ્રીય દળોએ તેમને ધક્કો માર્યો અને મારપીટ કરી હતી. વૃદ્ધને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. પ્રથમ તબક્કામાં 23 એપ્રિલે 152 બેઠકો પર રેકોર્ડ 93% મતદાન નોંધાયું હતું. 4 મેના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. બંગાળમાં મતદાન સંબંધિત તસવીરો… પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    IPLમાં MI vs SRH, રોહિત આજે પણ નહીં રમે:મુંબઈએ ટૉસ જીતીને બેટિંગ લીધી; ટીમે પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા
    Next Article
    બંગાળ- 6 એક્ઝિટ પોલમાંથી 5માં ભાજપ સરકાર:આસામમાં ફરી ભાજપ, NDAને 88-100 બેઠકો, કોંગ્રેસને 24-36 બેઠકોનો અંદાજ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment