Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યોગી આદિત્યનાથના માતાનું નિધન:91 વર્ષની ઉંમરે પૌડી ગઢવાલમાં પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા, આવતીકાલે ઋષિકેશમાં થઈ શકે છે અંતિમ સંસ્કાર

    1 day ago

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં માતા સાવિત્રી દેવીનું શુક્રવારે અવસાન થયું. તેઓ 91 વર્ષનાં હતાં. સાવિત્રી દેવી લાંબા સમયથી બીમાર હતાં. પૌડી ગઢવાલના પંચૂર ગામમાં તેમણે અંતિમ શ્વાસ લીધાં. SSP સર્વેશ પવારે જણાવ્યું કે, આવતીકાલે ઋષિકેશના સંપૂર્ણાનંદ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે. જે સમયે સાવિત્રી દેવીનું અવસાન થયું, તે સમયે યોગી આદિત્યનાથ ગોરખપુરમાં ‘સશક્ત યુવા, સમૃદ્ધ ઉત્તર પ્રદેશ’ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. CM પુષ્કર સિંહ ધામીએ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ લખી- માતાનો સ્નેહ, આશીર્વાદ અને મમતા જીવનની સૌથી અમૂલ્ય મૂડી હોય છે. તેમનું જવું પરિવાર માટે એક અપૂરણીય ક્ષતિ છે. બાબા કેદારને પ્રાર્થના છે કે દિવંગત પુણ્યાત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તથા માનનીય યોગીજી સહિત તમામ શોકગ્રસ્ત પરિવારજનોને આ અસીમ દુઃખ સહન કરવાની શક્તિ આપે. યોગી આદિત્યનાથનો જન્મ ગઢવાલી રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ આનંદ સિંહ બિષ્ટ હતું અને તેઓ ફોરેસ્ટ રેન્જર હતા. માતાનું નામ સાવિત્રી દેવી હતું અને તેઓ ગૃહિણી હતાં. 20 એપ્રિલ 2020ના રોજ તેમના પિતા આનંદ સિંહ બિષ્ટનું અવસાન થયું હતું. માતા-પિતાના 7 બાળકોમાં 3 મોટી બહેનો અને એક મોટા ભાઈ પછી યોગી આદિત્યનાથ પાંચમા ક્રમે હતા. યોગી આદિત્યનાથથી નાના બે ભાઈ છે. 3 મે 2022ના રોજ માતા સાથે મુલાકાત બાદ યોગીએ આ પોસ્ટ કરી હતી માતાએ ગામમાં સંભાળ્યો પરિવાર, દીકરો બની ગયો ગોરક્ષપીઠનો મહંત અજય (યોગી આદિત્યનાથ)ના સંન્યાસ લીધા બાદ પરિવારનું જીવન આગળ વધતું રહ્યું. સાવિત્રી દેવી પંચૂર ગામમાં પરિવાર સાથે રહ્યાં. તેમના અન્ય દીકરા અને દીકરીઓએ પોતપોતાનું જીવન અને જવાબદારીઓ સંભાળી લીધી. યોગી આદિત્યનાથ ગોરખનાથ મંદિરની પ્રવૃત્તિઓ સાથે જોડાતા ગયા. મહંત અવૈદ્યનાથના શિષ્ય તરીકે તેમણે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી. 1998માં તેઓ પહેલીવાર ગોરખપુરથી લોકસભા સાંસદ બન્યા. ત્યારબાદ સતત પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા. 2014 સુધી તેઓ ગોરખપુરનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા. 2014માં મહંત અવૈદ્યનાથના નિધન બાદ તેઓ ગોરક્ષપીઠાધીશ્વર બન્યા. 19 માર્ચ 2017ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ રીતે પંચૂર ગામનો અજય સિંહ બિષ્ટ દેશના રાજકારણના મોટા ચહેરાઓમાં સામેલ થઈ ગયો, પરંતુ પરિવાર અને માતા સાથે તેમની મુલાકાતો મર્યાદિત જ રહી. પિતાનું અવસાન થયું, પરંતુ અંતિમ દર્શન પણ ન કરી શક્યા યોગી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટનું 20 એપ્રિલ 2020ના રોજ નિધન થયું હતું. તે સમયે દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો હતો અને ઉત્તર પ્રદેશમાં યોગી મુખ્યમંત્રી તરીકે વહીવટી જવાબદારીઓ સંભાળી રહ્યા હતા. યોગી પોતાના પિતાના અંતિમ દર્શન માટે પહોંચી શક્યા ન હતા. તેમણે પોતે આ વાત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમની ઈચ્છા હતી કે પિતાના અંતિમ સમયે તેમનો ચહેરો જોઈ શકે. પિતાના અંતિમ સંસ્કાર હરિદ્વારમાં થયા હતા. આ ઘટના બાદ યોગી અને તેમના પરિવાર વચ્ચેના અંતરની ચર્ચા ફરી તેજ થઈ હતી. 28 વર્ષ બાદ ગામ પહોંચ્યા તો માતાને જોઈને ભાવુક થયા યોગી 3 મે 2022નો દિવસ યોગીના પરિવાર માટે ખાસ હતો. યોગી આદિત્યનાથ લગભગ 5 વર્ષ બાદ પોતાના પૈતૃક ગામ પંચૂર પહોંચ્યા હતા. આ મુલાકાત ભત્રીજાના મુંડન સંસ્કારમાં સામેલ થવા માટે હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 28 વર્ષ બાદ તેઓ કોઈ પારિવારિક સમારોહમાં સામેલ થવા માટે ઉત્તરાખંડ પહોંચ્યા હતા. ઘરે પહોંચતા જ તેમણે પોતાનાં માતા સાવિત્રી દેવીના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. માતાએ દીકરાને આશીર્વાદ આપ્યા. યોગીએ માતાને શાલ પણ ભેટ આપી. આ મુલાકાત દરમિયાન સાવિત્રી દેવી ભાવુક થઈ ગયાં હતાં. યોગીએ આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીર સાથે તેમણે ફક્ત એક જ શબ્દ લખ્યો હતો- 'મા'. ખાસ વાત એ હતી કે યોગીએ ગામમાં પોતાના પરિવાર સાથે રાત પણ વિતાવી હતી. લગભગ 30 વર્ષ બાદ તેઓ પોતાના પૈતૃક ઘરમાં રાત્રે રોકાયા હતા. 2024માં માતાની તબિયત લથડી, ઋષિકેશ એમ્સ પહોંચ્યા યોગી જૂન 2024માં સાવિત્રી દેવીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ઉંમર સંબંધિત બીમારીઓને કારણે તેમને ઋષિકેશ સ્થિત એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 16 જૂન 2024ના રોજ યોગી આદિત્યનાથ પોતાનાં માતાને મળવા ઋષિકેશ એમ્સ પહોંચ્યા હતા. તેમણે ડોક્ટરો પાસેથી માતાના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી અને લગભગ 20 મિનિટ સુધી તેમની સાથે રહ્યા. આ દરમિયાન ઉત્તરાખંડના સ્વાસ્થ્ય મંત્રી ધન સિંહ રાવત અને પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ હાજર હતા. આ મુલાકાત એટલા માટે પણ ચર્ચામાં રહી હતી કારણ કે યોગી લગભગ બે વર્ષ બાદ પોતાનાં માતાને મળી રહ્યા હતા. આ પહેલા મે 2022માં તેઓ પંચૂર ગામ પહોંચ્યા હતા. યોગીએ માતાને મળવાની સાથે જ રૂદ્રપ્રયાગ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા ઉત્તર પ્રદેશના લોકોના ખબરઅંતર પણ પૂછ્યા હતા. મે 2026માં ફરી પંચૂર પહોંચ્યા યોગી, માતાના લીધા આશીર્વાદ મે 2026માં યોગી આદિત્યનાથ ફરી એકવાર પોતાના પૈતૃક ગામ પંચૂર પહોંચ્યા હતા. આ વખતે તેમનો ઉત્તરાખંડ પ્રવાસ બે દિવસીય હતો. આ દરમિયાન તેમણે પંચૂર ગામમાં આયોજિત વિષ્ણુ પંચદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને મહાયજ્ઞમાં ભાગ લીધો હતો. કાર્યક્રમો બાદ તેઓ પોતાના પૈતૃક નિવાસસ્થાને પહોંચ્યા અને માતા સાવિત્રી દેવીના આશીર્વાદ લીધા. આ પ્રવાસમાં તેમણે પરિવાર સાથે સમય વિતાવ્યો. ગામની પગદંડીઓ પર ફર્યા અને ગ્રામજનો સાથે મુલાકાત પણ કરી. તેમના પ્રવાસ દરમિયાન વધુ એક ભાવુક ક્ષણ આવી. તેમણે પોતાના પિતા આનંદ સિંહ બિષ્ટની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
    Click here to Read More
    Previous Article
    લાલ ચંદનની તસ્કરી અને અંડરકવર મિશન:'OM: ઓપરેશન મોલ'માં ધનુષ, મમૂટી અને સાઈ પલ્લવીની ત્રિપુટીએ રંગ જમાવ્યો, જાણો કેવી છે ફિલ્મ
    Next Article
    ઇટાલિયન નેતાના નિવેદનને સોશિયલ મીડિયામાંથી હટાવવાની માગ:સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી; ભારત સમિટમાં કહ્યું હતું- મત ચોર, ગાદી છોડો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment