Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- ઈરાનના ખાર્ગ આઈલેન્ડનું સૈન્ય મથક નષ્ટ:90% ઈરાની ઓઈલ અહીંથી એક્સપોર્ટ થાય છે; મુજતબા ખામેની પર ₹92 કરોડનું ઈનામ

    15 hours ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકી સેનાએ ફારસની ખાડીમાં આવેલા ઈરાનના ખાર્ગ આઈલેન્ડ પરના સૈન્ય ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. તેમણે ચેતવણી આપી કે જો જરૂર પડશે તો આ વિસ્તારનું ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ આગામી નિશાન બની શકે છે. ઈરાનના લગભગ 80 થી 90% ક્રૂડ ઓઈલની નિકાસ આ જ ટાપુ પરથી થાય છે. અહીં મોટા તેલ ટર્મિનલ, પાઈપલાઈન, સ્ટોરેજ ટેન્ક અને જહાજોમાં તેલ ભરવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. એવું કહેવાય છે કે અહીંથી દરરોજ લગભગ 70 લાખ બેરલ સુધીનું તેલ જહાજોમાં લોડ કરી શકાય છે. બીજી તરફ, અમેરિકાએ ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની વિશે માહિતી આપવા બદલ 10 મિલિયન ડોલર એટલે કે લગભગ 92 કરોડ રૂપિયા સુધીનું ઈનામ જાહેર કર્યું છે. આ જાહેરાત અમેરિકી વિદેશ વિભાગના ‘રિવોર્ડ્સ ફોર જસ્ટિસ’ કાર્યક્રમ હેઠળ કરવામાં આવી છે. આ યાદીમાં અલી લારીજાની સહિત અન્ય ઘણા ઈરાની અધિકારીઓના નામ પણ સામેલ છે. ઈરાન Vs ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની પળેપળની જાણકારી માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Meta may cut up to 20% of workforce as AI spending surges
    Next Article
    Adobe To Pay $150 Million To Settle Termination Fees, Subscription Lawsuit

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment