Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત હાઇકોર્ટ દ્વારા પરિપત્રમાં સુધારો:90% માંગણીઓ સંતોષાતાં સોમવારથી વકીલો કામકાજ પર પરત ફરશે, A4 પેપર, ફોન્ટ અને હસ્તલિખિત અરજી અંગે આપી રાહત

    1 day ago

    ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં કોર્ટ કામગીરી, A-4 સાઇઝના પેપર અને ચોક્કસ ફૉન્ટના ઉપયોગ અંગે બહાર પાડવામાં આવેલા કડક પરિપત્ર સામે સમગ્ર રાજ્યના વકીલોમાં ભારે અસંતોષ વ્યાપ્યો હતો. વકીલોને પડતી વ્યવહારિક મુશ્કેલીઓને કારણે સુરત જિલ્લા વકીલ મંડળ અને સિટી બાર એસોસિએશન દ્વારા બે દિવસીય પ્રતીક હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું હતું, જેને સમગ્ર ગુજરાતના બાર એસોસિએશનો તરફથી વ્યાપક સમર્થન મળ્યું હતું. વકીલોના આ વિરોધ પ્રદર્શન અને રજૂઆતોને ધ્યાને રાખીને હાઇકોર્ટે પરિપત્રમાં મહત્વના સુધારા કરીને 90% જેટલી માંગણીઓ સંતોષી લેતાં આખરે વિવાદનો સુખદ ઉકેલ આવ્યો છે. ફોન્ટ અને હસ્તલિખિત અરજીઓમાં મહત્વની રાહત હાઇકોર્ટના નવા નિયમો મુજબ, તાત્કાલિક કામગીરી કે આરોપીની ગેરહાજરી જેવી સ્થિતિમાં હવે હાથથી લખેલી (હસ્તલિખિત) અરજીઓ પણ સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત, અગાઉ નિર્ધારિત કરાયેલા ચોક્કસ ફોન્ટના બદલે વકીલો હવે તેને સમકક્ષ કોઈપણ સમાન ફૉન્ટનો ઉપયોગ કરી શકશે. હાઇકોર્ટના આ નિર્ણયથી ખાસ કરીને ગ્રામીણ અને તાલુકા મથકોએ કામ કરતા વકીલોને ટાઇપિંગ અને કમ્પ્યુટર સેટિંગની કડક શરતોમાંથી મોટી મુક્તિ મળી છે. A-4 પેપર અને ટાઇપિંગના નિયમો અંગે સ્પષ્ટતા A-4 સાઇઝના કાગળ પર બંને બાજુ ટાઇપિંગ કરવાના નિયમ સામે વકીલોને કોઈ વાંધો નહોતો, પરંતુ ટાઇપિંગના કડક નિયમો અને ચોક્કસ ફૉન્ટની ફરજિયાત શરત વ્યવહારિક રીતે મુશ્કેલ બની રહી હતી. હાઇકોર્ટના નવા સર્ક્યુલરથી હવે A-4 પેપર પર કામગીરી ચાલુ રહેશે, પરંતુ ફોન્ટ અને લેખનની છૂટછાટ મળતાં તમામ સ્તરની કોર્ટમાં વકીલોને પડતી રોજિંદી મુશ્કેલીઓનો કાયમી અંત આવ્યો છે. સોમવારથી કોર્ટ કામગીરી રાબેતા મુજબ વકીલ ભાવેશ રબારીના જણાવ્યા મુજબ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને વિવિધ બાર એસોસિએશનોની એકતાના કારણે વકીલોની ન્યાયી માંગણીઓનો સ્વીકાર થયો છે. હાઇકોર્ટે વકીલોની રજૂઆત ગ્રાહ્ય રાખી જૂનો પરિપત્ર રદ કરીને નવો સુધારેલો પરિપત્ર બહાર પાડતાં સમગ્ર વકીલ આલમમાં ખુશીનો માહોલ છે. આ સફળતા બાદ વકીલ મંડળોએ સોમવારથી પુનઃ રાબેતા મુજબ કોર્ટની કામગીરીમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ-અંકલેશ્વરને 6 આધુનિક રેસ્ક્યુ બોટ મળી:GCPL દહેજે CSR હેઠળ આપત્તિ વ્યવસ્થાપનતંત્રને અર્પણ કરી
    Next Article
    81 Waterlogging Calls, 32 Fallen Trees As Rain Chokes Delhi Roads

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment