Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાચું તેલ ઑગસ્ટ બાદ પહેલીવાર 90 ડૉલરથી નીચે:ટ્રમ્પના નિવેદન બાદ બ્રેન્ટ ક્રૂડ 3.1% ઘટ્યું, પેટ્રોલ-ડીઝલ સસ્તું થઈ શકે છે

    8 hours ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પર વધુ હુમલા ન કરવાના નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ સતત સસ્તું થઈ રહ્યું છે. યુદ્ધ અટકવાની આશાઓને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ ઓગસ્ટ પછી પહેલીવાર પ્રતિ બેરલ 90 ડૉલરથી નીચે આવી ગયા છે. મંગળવારે બ્રેન્ટ ક્રૂડમાં 3.1% અને તેના એક દિવસ પહેલાં આશરે 6%નો ઘટાડો થયો હતો. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર યુદ્ધ સમાપ્ત કરવાનો દબાણ વધી રહ્યો છે અને તેમણે સંકેત પણ આપ્યો છે કે હવે ઈરાન પર નવા સૈન્ય હુમલાની જરૂર નહીં પડે. ક્રૂડ ઓઈલ 2 દિવસમાં આશરે 9% ઘટ્યું માત્ર 2 દિવસમાં કાચું તેલ લગભગ 9% જેટલું સસ્તું થઈ ગયું છે. ઑક્ટોબરના અંતમાં 6 મહિનાના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા બાદ હવે તેલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડ 90 ડૉલરથી નીચે આવવાની સાથે અમેરિકામાં પણ પેટ્રોલના ભાવ જુલાઈ બાદ પહેલી વાર 4 ડૉલર પ્રતિ ગૅલનથી ઓછા થઈ ગયા છે. ભાવ ઘટવાથી મોંઘવારીથી પરેશાન લોકોને મોટી રાહત મળશે. નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકામાં રાજકીય ફેરફારો બાદ હવે એવી આશા વધી છે કે અમેરિકા ઈરાન પરના હુમલા વધુ તેજ નહીં કરે, જેના કારણે બજારમાં શાંતિ છે. ટ્રમ્પનો દાવો- ઈરાન સૈન્યની દૃષ્ટિએ નબળું પડ્યું કતારના વડાપ્રધાન સાથે મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે સૈન્યની દૃષ્ટિએ ઈરાનની તાકાત હવે લગભગ ખતમ થઈ ગઈ છે. આ સમયે કતાર બંને દેશો વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાનું માનવું છે કે વાતચીત અને આર્થિક દબાણ દ્વારા જ આ વિવાદનો ઉકેલ લાવી શકાય છે. જોકે, ઈઝરાયેલમાં રાજકીય ઊથલપાથલને કારણે હજુ થોડું સસ્પેન્સ યથાવત્ છે. ઈરાને કહ્યું- યુદ્ધ સમાપ્ત થશે તો 2 દિવસમાં હોર્મુઝ ખોલી દઈશું ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે જો અમેરિકા યુદ્ધ સંપૂર્ણપણે સમાપ્ત કરી દે અને તેમની શરતો માની લે, તો ઈરાન બે દિવસની અંદર તેલ પુરવઠાના મુખ્ય દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ને ખોલી દેશે. તેમણે ચેતવણી આપી કે જો આવું નહીં થાય તો ઈરાન હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જણાવી દઈએ કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી વિશ્વનું ઘણું બધું કાચું તેલ પસાર થાય છે. આ માર્ગ બંધ થવાથી દુનિયાભરમાં તેલનો પુરવઠો અટકી શકે છે અને કિંમતોમાં મોટો વધારો થઈ શકે છે. તણાવ છતાં હોર્મુઝની ખાડીમાંથી તેલનો પુરવઠો સામાન્ય છૂટાછવાયા હુમલાઓ છતાં મિડલ ઈસ્ટમાંથી કાચા તેલનો પુરવઠો અટકવાને બદલે લગભગ સામાન્ય સ્થિતિમાં આવી ગયો છે. હોર્મુઝના દરિયાઈ માર્ગ પરથી હવે અગાઉની જેમ જ તેલના ટેન્કરો પસાર થઈ રહ્યા છે. સાઉદી અરેબિયા અમેરિકી નૌકાદળની મદદથી સુરક્ષિત રીતે પોતાના તેલના ટેન્કરો મોકલી રહ્યું છે. જોકે, સાઉદીની એક તેલ પાઇપલાઇન પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તરત જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ક્રૂડ સસ્તુ-મોંઘું થવાની ભારત પર અસર ભારત પોતાની કુલ જરૂરિયાતનું લગભગ 85% કાચું તેલ વિદેશોમાંથી આયાત કરે છે, તેથી તેના ભાવ ઘટવા કે વધવાની અસર દેશની અર્થવ્યવસ્થા પર પડે છે. 1. જ્યારે ક્રૂડ મોંઘું થાય ત્યારે પેટ્રોલ-ડીઝલ મોંઘું થાય જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થાય છે, ત્યારે ભારતે તેને ખરીદવા માટે વધુ ડૉલર ચૂકવવા પડે છે. તેનાથી દેશનું 'આયાત બિલ' અને ચાલુ ખાતાની ખાધ વધી જાય છે. જો ક્રૂડ ખૂબ જ મોંઘું થઈ જાય અને લાંબા સમય સુધી મોંઘું જ રહે, તો તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દે છે. ડીજલના ભાવ વધતાં જ માલવહન મોંઘું થઈ જાય છે, જેના કારણે બજારમાં શાકભાજી, ફળો, રાશન અને અન્ય જરૂરી સામાન મોંઘો થઈ જાય છે. 2. જ્યારે ક્રૂડ સસ્તું હોય ત્યારે પેટ્રોલ-ડીઝલ સસ્તું જ્યારે કાચા તેલની કિંમતો ઘટે છે, ત્યારે ભારત માટે તેલની આયાત કરવી સસ્તી થઈ જાય છે. તેનાથી દેશના વિદેશી હૂંડિયામણના ભંડારની બચત થાય છે અને સરકાર પરનો નાણાકીય દબાણ ઘટે છે. તેલ કંપનીઓની કિંમત ઘટવાથી ઈંધણની કિંમતો સ્થિર અથવા ઓછી થઈ શકે છે. પરિવહન સસ્તું થવાથી રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવ નિયંત્રણમાં રહે છે. દેશમાં મોંઘવારીનો દર ઘટે છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો પર તાત્કાલિક શું અસર પડશે? સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં તાત્કાલિક ઘટાડો થશે કે નહીં તે બાબત પર આધાર રાખે છે કે સરકારી તેલ કંપનીઓએ અગાઉનું નુકસાન ભરપાઈ કર્યું છે કે નહીં. જોકે, જો બ્રેન્ટ ક્રૂડ લાંબા સમય સુધી 95-98 ડૉલરની શ્રેણીમાં અથવા તેનાથી નીચે રહે છે, તો તેલ કંપનીઓનું રિફાઇનિંગ માર્જિન સુધરશે. આનાથી આગામી દિવસોમાં ઈંધણના ભાવમાં પ્રતિ લિટર 2થી 4 રૂપિયા સુધીનો ઘટાડો કરવાનો માર્ગ મોકળો થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    IBMએ કન્સલ્ટિંગ પદો માટે H-1B વિઝા સ્પોન્સરશિપ અટકાવી:ગ્રીન કાર્ડ પણ બંધ કર્યું, કહ્યું- અમેરિકામાં કામ કરી રહેલા વિદેશીઓ નોકરી છોડે અથવા દેશ
    Next Article
    3 Killed, 3 Others Critical After SUV Crashes Into People In North Hollywood

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment