Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુત્રનો પોલીસ કંટ્રોલ રૂમને કોલ:પિતા નશામાં મમ્મીને માર મારે છે, મહિલાએ કહ્યું,મારા 90 વર્ષના સાસુને પણ 2 વર્ષથી ત્રાસ આપે છે

    1 day ago

    કપુરાઈ ચોકડી પાસેના ફ્લેટમાં રોજ દારૂના નશામાં પત્નીને પારાવાર ત્રાસ આપતા પિતા સામે પુત્રે જ કાયદાનો દરવાજો ખખડાવ્યો છે. મંગળવારે રાત્રે 9.30 વાગ્યે પોલીસ કંટ્રોલને કોલ આવ્યો હતો. પુત્રે ગભરાયેલા અવાજમાં વિનંતી કરી કે, પિતા દારૂ પીને ઘરમાં આવ્યા છે અને માતા સાથે મારપીટ કરી રહ્યા છે, મદદ મોકલો. વર્ધી મળતા જ સુશેન-મકરપુરા વિસ્તારની 112 નંબરની પોલીસ ઇમરજન્સી વેનની ટીમ તરત જ હરકતમાં આવી હતી. કોન્સ્ટેબલ નિલેશભાઇ અને તેમની ટીમ ફ્લેટ ખાતે પહોંચી હતી અને કાર્યવાહી કરી હતી. નોંધનિય છે કે, પોલીસ જ્યારે ફ્લેટની અંદર દાખલ થઈ ત્યારે 57 વર્ષીય પિતા નશામાં ચૂર હાલતમાં જોવા મળ્યા હતા. તેઓ પોતાના શરીરનું સમતોલન જાળવી શકતા નહોતા અને તોતડાતી જીભે બોલી રહ્યા હતા. પોલીસે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પિતાની અટકાયત કરી હતી અને તાત્કાલિક કપુરાઈ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. હું 20 વર્ષથી આ ત્રાસ સહન કરી રહી હતી પતિ 20 વર્ષથી દારૂ પીવે છે. 2 વર્ષથી બહારથી પુષ્કળ દારૂ પીને આવી ઘરમાં કોઈને કોઈ બહાને ઝઘડો કરતાં હતા. એ દરમિયાન એમની 90 વર્ષની માતા અને બે બાળકોને પણ મારતા હતા. ત્રાસ હદથી વધી જતાં પુત્રે પોલીસને બોલાવી પકડાવી દીધા છે. > પીડિત મહિલા મેડિકલ તપાસ કરી ગુનો નોંધવામાં આવ્યો કપુરાઈ પોલીસ સ્ટેશનના લોકઅપમાં પૂરાયેલા આરોપીની તપાસમાં બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જેમાં નશાની પુષ્ટિ થઈ હતી. તેઓની સામે ઘરમાં દારૂ પીને ધમાલ મચાવવા બદલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. પિતા દારૂ પીને તેની માતા અને પત્નીને હેરાનગતિ કરતો હતો કંટ્રોલ રૂમ મારફતે વર્ધી મળી હતી કે પુત્રે પિતા ઘરમાં દારૂ પીને માતા સાથે ઝઘડો કરતા હોવાની જાણ કરી છે. માહિતીના આધારે પીસીઆર પહોંચી હતી અને નશાની હાલતમાં માથાકૂટ કરતા પિતાને ઝડપી લીધા હતા. લોકરક્ષક યોગેશકુમારની ફરિયાદના આધારે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી દારૂ પીને ઘરમાં માતા, પત્ની અને પુત્ર સાથે ઝઘડો કરતો હતો. > ડી .સી.રાઓલ, પીઆઇ, કપુરાઈ પોલીસ સ્ટેશન
    Click here to Read More
    Previous Article
    NGES કેમ્પસના 19 વિદ્યાર્થી પ્રોજેક્ટ્સને ₹4.30 લાખની ગ્રાન્ટ મળી:ઇનોવેશનને નવી ઉડાન: ડૉ. જય ધ્રુવે કહ્યું- યુવાનોના વિચારોને ફંડિંગ આપીશું
    Next Article
    Bassist Mohini Dey At NDTV World Summit 2026: 'Fortunate To Be Born In India Where Mosques-Temples Co-Exist'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment