Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાયલ એકલું પડી ગયું:અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- કોઈ તેમને પસંદ નથી કરતું; માત્ર 90 લાખની વસ્તી ધરાવતા દેશ પાસે કોઈ ઓપ્શન નથી

    23 hours ago

    અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઇઝરાયલની ટીકા કરી છે. તેમણે કહ્યું કે ઈરાન સાથે થયેલી ડીલની ટીકા કરનારાઓએ વાસ્તવિકતા સમજવી જોઈએ. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે જો તેઓ નેતન્યાહુ સરકારમાં હોત તો દુનિયામાં પોતાના સૌથી શક્તિશાળી સહયોગી અમેરિકા પર સવાલ ઉઠાવ્યો ન હોત. વેન્સે કહ્યું- આ સમયે આખી દુનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ એવા રાષ્ટ્રપ્રમુખ છે જે ઇઝરાયલ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. તેમણે ટ્રમ્પની ટીકા કરનારા ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બેન ગ્વિર અને નાણા મંત્રી બેઝાલેલ સ્મોટ્રિચની ટીકા કરી. તેમણે નામ લઈને તેમને પૂછ્યું કે તમારી પાસે વિકલ્પ શું છે? ઇઝરાયલ માત્ર 90 લાખની વસ્તી ધરાવતો દેશ છે. દરેક સમસ્યાનો ઉકેલ લોકોને મારીને કરી શકાતો નથી. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. ઈરાન-અમેરિકા પીસ ડીલ લાગુ: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે વચગાળાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે ફ્રાન્સના વર્સેલ્સ પેલેસમાં આ સંબંધિત MoU પર હસ્તાક્ષર કર્યા. 2. અમેરિકા-ઈરાન પ્રતિનિધિઓ આજે સ્વિટ્ઝર્લેન્ડમાં મળશે: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર થયા પછી, બંને દેશો વચ્ચેની પ્રથમ ઔપચારિક વાટાઘાટો શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડના બર્ગેનસ્ટોક રિસોર્ટમાં યોજાશે. 3. ઇઝરાયલે કહ્યું- લેબનોનથી પાછા નહીં હટીએ: ઇઝરાયલી સેના (IDF) એ દક્ષિણ લેબનોનમાં પોતાની તૈનાતીનો નવો નકશો જાહેર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે હાલ ત્યાંથી સૈનિકો હટાવવામાં આવશે નહીં. 4. હોર્મુઝથી જહાજોની અવરજવર તેજ: પીસ ડીલ પર હસ્તાક્ષર થયા પછી હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર તેજ બની ગઈ છે. સાઉદી અરબના ધ્વજવાળા ત્રણ મોટા તેલ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ ચૂક્યા છે. 5. લેબનોનમાં ઇઝરાયલી હુમલામાં 3 લોકોનાં મોત: પીસ ડીલ લાગુ થયા પછી પણ ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં હુમલો કર્યો જેમાં ત્રણ લોકોના મોત થયા. 2 માર્ચથી અત્યાર સુધી આ હુમલાઓમાં 3,900 લોકો માર્યા ગયા છે. અમેરિકા-ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Why Shreyanka Patil’s injury creates a big hole for India in T20 World Cup
    Next Article
    વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા-અંબાલાલ આમને સામને:જયંત પંડ્યાએ કહ્યું- અંબાલાલની વાતો તથ્યહિન, અંબાલાલ બોલ્યા-'ખેડૂત ના પાડશે તે દિવસથી આગાહી બંધ કરીશ'

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment