Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુર નગરસેવકનું 90 દિવસનું અલ્ટિમેટમ:રોડ-ગટર સમસ્યા સામે વોર્ડનં-1ના નગરસેવક જયાબેન ઠાકોરે આંદોલન અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

    8 hours ago

    રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તા અને ગટરના ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ મુદ્દે વોર્ડ નંબર 1ના નગરસેવક જયાબેન ઠાકોરે વહીવટી તંત્રને 90 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવા અલ્ટીમેટમ આપ્યું છે. જો નિર્ધારિત સમયમાં કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલન અને આત્મવિલોપન જેવા પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે રહીશો લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 1માં રસ્તાઓ બિસ્માર બન્યા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે. ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતા ગંદકી અને રોગચાળાનો ભય પણ વધ્યો છે. નગરસેવક જયાબેન ઠાકોરે આ સમસ્યાઓ અંગે અગાઉ પણ તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં, વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતા અને ઉદાસીન વલણથી સ્થાનિક જનતામાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. નગરસેવક જયાબેન ઠાકોરે નગરપાલિકા અને સંબંધિત તંત્રને આખરી ચેતવણી આપતા જણાવ્યું છે કે, આગામી 90 દિવસમાં રોડ-રસ્તાનું સમારકામ અને ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. જો આ સમયમર્યાદામાં સંતોષકારક પગલાં નહીં લેવાય, તો જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરાશે. તેમણે તંત્રને જગાડવા માટે આત્મવિલોપન જેવા આત્યંતિક પગલાં ભરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. નગરસેવકના આ આકરા વલણ બાદ હવે સમગ્ર રાધનપુરની નજર તંત્રની આગામી કાર્યવાહી પર છે. જોવાનું રહેશે કે તંત્ર સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરે છે કે પછી આંદોલનનો સામનો કરવો પડશે. નગર સેવકની ચીમકી બાદ રાધનપુર ચીફ ઓફિસર પ્રજ્ઞા બેને જણાવ્યું હતું કે ‘જયાં બેન ઠાકોર ઘણા સમયથી ચૂંટાઈ ને આવ્યા છે પરંતુ તેમને અત્યારે જ આ સમસ્યા દેખાઈ છે. આ રજુઆત પહેલા પણ કરી શકતા હતા એમનો વિરોધ કરવાની રીત ખોટી છે. તેમના વિસ્તારમાં જ ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ ફેલ ગયો છે. ત્યાં ખુલ્લી ગટર છે અને તેના ઉપર દબાણ થઈ ગયા છે. અત્યારે રાધનપુરમાં પ્રિમોન્સૂન ની કામગીરી ચાલુ છે. નાળા અને મોટી લાઈનો સફાઈ ચાલી રહી છે. કોઈ પણ કાર્યના રિઝલ્ટમાં સમય લાગે જેના લીધે હાલ સમસ્યા દેખાય છે.’
    Click here to Read More
    Previous Article
    Hafta letters: CJP’s rise, Sarthak’s inspiring interview, app bugs
    Next Article
    Centre moves to take over Jaipur Polo Ground, officials enter premises

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment