Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીતિન ગડકરી 9મીએ ગુજરાત પ્રવાસે:CM સાથે હાઈલેવલ બેઠક અને પ્રવાસ 5.0માં હાજરી, હાઈવે અને પેસેન્જર મોબિલિટી ક્ષેત્રના કાર્યક્રમો

    20 hours ago

    કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આવતીકાલે(9 જુલાઈ) ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન રાજ્યના હાઈવે પ્રોજેક્ટો, માર્ગ વિકાસ અને પેસેન્જર મોબિલિટી ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે. સાંજે ગડકરીની CM સાથે હાઈલેવલ બેઠક યોજાશે પ્રવાસ દરમિયાન નીતિન ગડકરી ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હાઈલેવલ બેઠક યોજશે. બેઠકમાં રાજ્યના વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટો, માર્ગ વિસ્તરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. આ બેઠક સાંજે 6:30 વાગ્યે The Leela Gandhinagar ખાતે યોજાશે. અમદાવાદ-વડોદરા કોરિડોરનું નિરીક્ષણ કરશે આ ઉપરાંત ગડકરી અમદાવાદ-વડોદરા હાઈવેના વિકાસકાર્યો અને સુવિધાઓનું નિરીક્ષણ પણ કરશે. રાજ્યના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા અમદાવાદ-વડોદરા કોરિડોરના વિકાસ અંગે તેઓ અધિકારીઓ પાસેથી માહિતી મેળવશે. પ્રવાસ 5.0માં પણ ઉપસ્થિત રહેશે ગુજરાત પ્રવાસ દરમિયાન નીતિન ગડકરી ગાંધીનગર ખાતે યોજાનારા Prawaas 5.0માં પણ ઉપસ્થિત રહેશે. ભારતના બસ, કોચ અને જાહેર પરિવહન ક્ષેત્રના સૌથી મોટા પ્રદર્શન અને પરિષદ ગણાતા આ કાર્યક્રમનું આયોજન Helipad Exhibition Centre ખાતે કરવામાં આવ્યું છે. સાંજે 4:30 વાગ્યે યોજાનાર મુખ્ય ઉદ્ઘાટન સમારોહમાં નીતિન ગડકરી ઉપરાંત ગજેન્દ્ર સિંહ શેખાવત, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી તેમજ પ્રદીપ બત્રા ઉપસ્થિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં નવો વીજપોલ બે ભાગમાં તૂટી પડ્યો:ચાલુ વીજપ્રવાહે વીજપોલ તૂટતાં સ્થાનિકોમાં ભય
    Next Article
    ચાંદોદમાંથી વહેતી નર્મદા નદીમાં નવા નીરનું આગમન:ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીના જળસ્તરમાં વધારો, પંથકવાસીઓમાં ખુશીની લહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment