Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તરસાલીમાં ધો. 9ની વિદ્યાર્થિની ગુમ:માતાના અવસાન બાદ સગીરા ડિપ્રેશનમાં રહેતી હતી, રિક્ષામાં બેસતી CCTVમાં કેદ

    1 day ago

    વડોદરાના તરસાલી બાયપાસ નજીક તીર્થ એક્ઝોટિકા વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ છે. ગત એપ્રિલ માસમાં માતાનું અવસાન થયા બાદ સગીરા સતત ડિપ્રેશનમાં રહેતી હતી. 2 ઓગસ્ટના રોજ સગીરા પોતાનો મોબાઈલ ઘરે મૂકીને નીકળી ગઈ હતી, જે અંગે પિતાએ ફરિયાદ નોંધાવતાં કપુરાઈ પોલીસે તપાસ હાથ ધરી છે. માતાના મોત બાદ સગીરા તણાવમાં હતી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા પિતાની ધોરણ-9માં અભ્યાસ કરતી દીકરીએ એપ્રિલ મહિનામાં બ્રેઈન હેમરેજના કારણે માતા ગુમાવ્યા બાદ તે સતત માનસિક તણાવમાં રહેતી હતી. ભણવામાં પણ તેનું મન લાગતું નહોતું. ઘરે ફોન મૂકીને અચાનક ગાયબ થઈ ગત 2 ઓગસ્ટે સાંજે પિતા ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે નાની દીકરી ઘરમાં નહોતી. સગા-સંબંધિઓ અને આસપાસ તપાસ કરવા છતાં તેની કોઈ ભાળ મળી નહોતી. સગીરા પોતાનો ફોન પણ ઘરે જ મૂકીને નીકળી ગઈ હતી. રિક્ષામાં બેસતી સીસીટીવીમાં કેદ પરિવારે સોસાયટી અને તરસાલી ચોકડી આસપાસના સીસીટીવી તપાસતાં બપોરે આશરે સાડા ચાર વાગ્યે સગીરા ઓટો રિક્ષામાં બેસતી નજરે પડી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સગીરાની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    लंदन में बेइज्जती, अलवर के महाराजा का इंतकाम, वो कहानी जिसे आज भी भूल नहीं पाई है रॉल्स रॉयस
    Next Article
    'વંદે સોમનાથ' કલા મહોત્સવનો પ્રારંભ:દેશભરના કલાકારોએ કલા અર્પી, શ્રાવણના દરેક સોમવારે સંગીત-નૃત્યથી ગુંજશે સોમનાથ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment