Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર લઠ્ઠાકાંડના માસ્ટર માઇન્ડ રઈશ 9 દિવસના રિમાન્ડ પર:સુરતનો યુવક બ્રેઇન ડેડ, પહેલાં આંખો બંધ થઈ પછી હાર્ટએટેક આવ્યો; અત્યારસુધી 9 મોત

    1 day ago

    ગુજરાતને હચમચાવી મૂકનારા ભાવનગરના નકલી લઠ્ઠાકાંડની ગંભીર અસર હવે સુરતમાં પણ સામે આવી છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના સંજયસિંહ ડોડિયા નામના યુવકની તબિયત અત્યંત નાજુક બનતાં તેમને સુરતની ખટોદરા સ્થિત આઇએનએસ (INS) હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આઇસીયુમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને આ અંગે પરિવારજનોને પણ જાણ કરી દેવાઈ છે. 18 ઓગસ્ટે સામે આવેલા ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 9 થઈ ગયો છે અને 30 લોકો સારવાર હેઠળ છે. કુલ 21 આરોપીમાંથી 13ને 14 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મુખ્ય સૂત્રધાર રઈશ અન્સારીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે 14 દિવસની માંગ કરતાં કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને ઠરાવ કરી આરોપીઓ પક્ષે કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો છે. લઠ્ઠાકાંડ બાદની કાર્યવાહી, 3 તસવીરમાં જુઓ દારૂ પીધાના કલાકોમાં હાર્ટ એટેક આવ્યો, CPR આપી બચાવાયો સંજયસિંહ 16 તારીખે રાત્રે ભાવનગરમાં દારૂ પીને 17 તારીખે સવારે સુરત પહોંચ્યા હતા. સુરત આવતાની સાથે જ તેમની આંખો બંધ થઈ ગઈ હતી અને તબિયત એકાએક લથડી હતી. શરૂઆતમાં તેમને વરાછાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રિપોર્ટ દરમિયાન તેમને હાર્ટ એટેક આવી જતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ સીપીઆર (CPR) આપીને હૃદય ધબકતું કર્યું હતું, પરંતુ ત્યારબાદથી તેઓ સતત બેભાન અવસ્થામાં સરી પડ્યા હતા. રિપોર્ટમાં ઇથેનોલ-મિથેનોલ પોઇઝનિંગનો ખુલાસો, મગજમાં ઓક્સિજન ઘટ્યો તબીબી તપાસમાં સામે આવ્યું હતું કે સંજયસિંહના મગજ સુધી પૂરતો ઓક્સિજન પહોંચી રહ્યો નહોતો. વધુમાં, નશાની તપાસ માટે કરાવેલા ખાસ રિપોર્ટમાં ઇથેનોલ અને મિથેનોલ પોઇઝનિંગની ગંભીર ઝેરી અસર હોવાનું સ્પષ્ટ થયું હતું. ઝેરી દારૂ પીધાના માત્ર 8થી 10 કલાકમાં જ ઝેર આખા શરીરમાં ફેલાઈ જતાં તેમની ન્યુરોલોજીકલ સ્થિતિ કથળી ગઈ હતી, જેથી તેમને તાત્કાલિક સુરતની જાણીતી ન્યુરો હોસ્પિટલ આઇએનએસમાં શિફ્ટ કરાયા હતા. દારૂબંધીવાળા ગુજરાતમાં પોલીસે કહ્યું- બારકોડ'8901522000665' નંબરની બોટલનો દારુ પીશો નહીં અન્ય ઓર્ગન્સ ચાલુ રાખવા દવાઓનો સહારો આઇએનએસ હોસ્પિટલના ન્યુરો એક્સપર્ટ્સ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ નિષ્ક્રિય થઈ જતાં તેમને આખરે બ્રેઇન ડેડ ઘોષિત કરાયા છે. હાલ શરીરના અન્ય મહત્ત્વના અંગો કાર્યરત રહે તે માટે તબીબો દ્વારા જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે. આરોપી જતીને ભાલના પાળીયાદની અવાવરુ જગ્યાએ ખરાબ દારૂનો નાશ કર્યો હતો ભાવનગરના બૂટલેગર ગૌતમ સોલંકી અને મધ્ય પ્રદેશના રઇશે ભેગા મળીને નકલી દારૂ બનાવ્યો હતો જેમાં 51 પેટી તૈયાર કરી અને ગૌતમ અને તેના સાળાએ બનાવીને વેચી દીધો હતો. બીજી વખત દારૂ બનાવ્યો ત્યારે ખૂબ જ ખરાબ દારૂ બન્યો હતો. જેથી આરોપી જતીને ઇથેનોલ અને મિથેનોલના મિશ્રણ વાળો દારૂ ભાલના પાળીયાદ ગામે નાશ કર્યો હતો. વાંચો લઠ્ઠાકાંડ પીડિત પરિવારની આપવીતી: દીકરો પિતાની લાશ સામે એક ધારું જોતો રહ્યો લઠ્ઠાકાંડના આ સમાચાર પણ વાંચોઃ 16મીની રાત્રે અહીં થઈ હતી દારુ પાર્ટી, લઠ્ઠાકાંડથી ખરકડીમાં સન્નાટો ભાવનગર લઠ્ઠાકાંડમાં ગાંધીનગરના FSL ના રિપોર્ટમાં પણ સનસનીખેજ ખુલાસો થયો છે કે મૃતકોએ દારૂના નામે જે પીધું હતું એમાં શુદ્ધ દારૂ એટલે કે ઇથેનોલ નહીં પરંતુ ઝેરી મિથેનોલ ભરેલું હતું. FSL એ મૃતક અને સારવાર લઇ રહેલા 10 લોકોના સેમ્પલ તપાસ્યા હતા. FSL એ પોલીસે જપ્ત કરેલી દારૂની બોટલ પણ તપાસી હતી. જેમાં 38.59% મિથેનોલ અને માત્ર 0.94% ઇથેનોલ હોવાનું ખૂલ્યું છે. જેનો અર્થ થાય છે કે એ બોટલમાં દારૂના બદલે 38% થી વધુ ઝેરી મિથેનોલ ભરીને વેચવામાં આવી રહ્યું હતું. કોના શરીરમાંથી કેટલું મિથેનોલ મળ્યું તે નીચેના ગ્રાફિક્સની મદદથી સમજો. ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો બુટલેગર ગૌતમ સોલંકીએ દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી ગેંગ બોલાવી હતી. તમામ આરોપીઓએ ભેગા મળી ત્રણ તબક્કામાં દારૂ બનાવ્યો હતો. ગૌતમ સોલંકી અને ઉજ્જૈનના રઇશ નામના શખ્સે ભેગા મળી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી મિથેનોલ, વ્હાઈટ લિક્વિડ મટિરિયલ, ખાલી બોટલો, ઢાંકણાં અને રોયલ સ્ટેગના સ્ટીકરો ખરીદીને ટ્રાન્સપોર્ટથી વરતેજ લાવ્યા હતા. દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરને બોલાવવામાં આવ્યો હતો. જેણે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો. આ પણ વાંચો: લઠ્ઠાકાંડમાં ભાવનગરના મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR મિથેનોલનું કેટલું પ્રમાણ જોખમી હોય છે? મિથેનોલનાં વધુ પ્રમાણથી દારૂ ટોક્સિક બની જાય છે. ત્યારબાદ મિથેનોલ જ્યારે શરીરમાં મેટાબોલાઇઝ થાય તો તે ફાર્મેલ્ડિહાઇડ બનાવે છે અને પછી ફોર્મિક એસિડ બની જાય છે, જે ઝેર છે. આ શરીરમાં જતાં જ મગજ અને આંખને પહેલાં અસર કરે છે. ત્યારબાદ શરીરના બીજો અંગો કામ કરવાનું બંધ થઈ જાય છે અને વ્યક્તિ મરી જાય છે. 15થી 500 ml સુધીનું પ્રમાણ લેવા પર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. લઠ્ઠાકાંડમાં ભાવનગરના મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રાતે લઠ્ઠાકાંડ થયો હોવાનું સામે આવ્યું હતું. વાંચો સંપૂર્ણ અહેવાલ 4 વર્ષ પહેલાં થયો હતો બરવાળા લઠ્ઠાકાંડ 4 વર્ષ પહેલાં ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલા પણ હતી. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું:"રાજ્યમાં ષડયંત્ર હેઠળ ડ્રગ્સ અને દારૂનું વેચાણ", કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યાં; મંત્રી જીતુ વાઘાણીએ હોસ્પિટલમાં દર્દીઓના ખબર અંતર પૂછ્યા
    Next Article
    શ્રાવણ સુદ નોમે સોમનાથ મહાદેવને અલૌકિક ‘હરિયાળી દર્શન શૃંગાર’:111કિલો વનસ્પતિઓથી ગર્ભગૃહમાં પ્રકૃતિ જેવું દિવ્ય વાતાવરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment