Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે વિઝા સિસ્ટમ બદલી, હવે માત્ર 9 કેટેગરી:ટૂરિસ્ટની જગ્યાએ વિઝિટર વિઝા મળશે, ફોર્મમાં 70% ઓછી માહિતી ભરવી પડશે, ડિસેમ્બરથી અમલમાં આવશે

    2 days ago

    ગૃહ મંત્રાલયે ભારતની વિઝા સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. હવે વિઝાની મુખ્ય કેટેગરી 13થી ઘટાડીને 9 અને સબ-કેટેગરી 49થી ઘટાડીને 23 કરવામાં આવી છે. એટલે કે વિદેશીઓ માટે વિઝા પસંદ કરવો અને અરજી કરવી સરળ બનશે. ટૂરિસ્ટ વિઝાનું નામ બદલીને વિઝિટર વિઝા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિઝા અરજી ફોર્મમાં ભરવાના કૉલમ પણ 65-70% ઘટાડવામાં આવ્યા છે. આ પહેલાં ઑક્ટોબર 2025માં વિઝાની મુખ્ય કેટેગરી 22થી ઘટાડીને 13 અને સબ-કેટેગરી 63થી ઘટાડીને 49 કરવામાં આવી હતી. નવી વ્યવસ્થા ડિસેમ્બર 2026 સુધીમાં લાગુ થઈ જશે. હાલમાં ભારત 172 દેશોના નાગરિકોને ઈ-વિઝાની સુવિધા આપે છે. 9 કેટેગરી, જેમાં વિઝા માટે અરજી કરી શકાશે વિઝિટર વિઝાની બે કેટેગરી હશે: અગાઉ ટૂરિસ્ટ વિઝા તરીકે મળતો વિઝા હવે વિઝિટર વિઝા કહેવાશે. મેડિકલ વિઝામાં ફેરફાર: મેડિકલ વિઝાને સામાન્ય સારવાર અને AYUSH પદ્ધતિથી સારવાર માટે અલગ-અલગ કરવામાં આવ્યો છે. M-1 વિઝા સામાન્ય તબીબી સારવાર માટે અને M-3 વિઝા AYUSH પદ્ધતિથી સારવાર માટે મળશે. બંને વિઝા એક વર્ષ માટે જારી થશે અને તેમાં ભારત આવવાની ઘણી વખત મંજૂરી હશે. તે જ રીતે, દર્દી સાથે આવતા એટેન્ડન્ટને M-2 અને M-4 વિઝા આપવામાં આવશે. જેના કારણે દર્દીઓને સારવાર દરમિયાન વારંવાર વિઝા માટે અરજી કરવાની જરૂર નહીં પડે. સ્ટુડન્ટ વિઝાની બે કેટેગરી: વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝાને S-1 અને S-2 એમ બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. સ્ટડી ઇન ઇન્ડિયા પોર્ટલ દ્વારા ભારતીય સંસ્થાઓમાં પ્રવેશ મેળવનારા વિદેશી વિદ્યાર્થીઓને ઈ-સ્ટુડન્ટ વિઝા આપવામાં આવી શકશે. બિઝનેસ વિઝાની નવી કેટેગરી: બિઝનેસ વિઝાને B-1 અને B-2 એમ બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. ભારતીય કંપનીઓ સાથે કામ કરતા વિદેશી નિષ્ણાતોને પણ B-2 વિઝા મળશે. તેઓ મશીનોનું ઇન્સ્ટોલેશન, જાળવણી, ગુણવત્તા ચકાસણી અને કર્મચારીઓની તાલીમ જેવા કામ કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    Bigg Boss 20: Aryaveer Goel Backs Father Manish, Calls Out Qazi Touqeer's Fans
    Next Article
    Saudi Intercepts Houthi Missiles, Drones, Group Denies Targeting Mecca

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment