Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગની સમસ્યા ઉકેલાશે:9 પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા, ટુ અને ફોર વ્હીલર સહિત 6,100થી વધુ વાહનો પાર્ક થશે, ચાર્જ આગામી દિવસોમાં નક્કી થશે

    1 day ago

    શહેરમાં પાર્કિંગની સમસ્યા હવે દિન પ્રતિદિન વધી રહી છે ખાસ કરીને નાગરિકો જાહેર પરિવહન સેવા એવી મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ગોઠવવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મેટ્રો સ્ટેશન આસપાસ 9 પ્લોટ પાર્કિંગ માટે ફાળવવામાં આવ્યા છે. આ પ્લોટમાં કુલ 5,903 ટુ-વ્હીલર અને 246 ફોર-વ્હીલર માટે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે. વાહન પાર્કિંગ માટે આગામી દિવસોમાં ચાર્જ નક્કી કરવામાં આવી શકે છે. 3 મુખ્ય ઝોનમાં પાર્કિંગની સુવિધા ઊભી થશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શોધાયેલા આ 9 પ્લોટ કુલ 36,890 ચોરસ મીટરના વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલા છે. 3 મુખ્ય ઝોન હેઠળ આવરી લેવાયેલા આ પ્લોટ્સમાં કુલ 5,903 ટુ-વ્હીલર અને 246 ફોર-વ્હીલર એકસાથે સરળતાથી પાર્ક થઈ શકે એવી ક્ષમતા ઊભી કરવામાં આવશે. આ વ્યવસ્થા અમલી બનવાથી મેટ્રો સ્ટેશન આસપાસ રોડ પર થતું આડેધડ પાર્કિંગ અટકશે અને ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે. વસ્ત્રાલથી થલતેજ અને સાબરમતી સુધીના સ્ટેશનો આવરી લેવાયા કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ અને એપરલ પાર્ક તેમજ પશ્ચિમ વિસ્તારમાં થલતેજ, વાડજ અને સાબરમતી સહિતના મુખ્ય મેટ્રો સ્ટેશનો નજીક આ પ્લોટ્સની પસંદગી કરવામાં આવી છે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાહન પાર્કિંગના વ્યાજબી દરો નક્કી કરી દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે, ત્યારબાદ આ તમામ પે એન્ડ પાર્ક પ્લોટ નાગરિકો માટે વિધિવત ખુલ્લા મુકાશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ મનપાને ₹12 કરોડનો ફટકો:ફેક્ટરીઓના કેમિકલથી ગટર લાઇનો અને મશીનરી ખવાઈ ગઈ, પીરાણા STP પ્લાન્ટ ડેમેજ
    Next Article
    David Miller And Temba Bavuma Tons Earn South Africa 32-Run Win In 2nd ODI vs Australia To Win Series

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment