Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમિલનાડુ કસ્ટોડિયલ ડેથ કેસ- 9 પોલીસકર્મીઓને મૃત્યુદંડ:કોર્ટે ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણાવ્યો; 6 વર્ષ પહેલાં પિતા-પુત્રનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું

    14 hours ago

    તમિલનાડુની મદુરાઈ કોર્ટે સથાનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં 9 પોલીસકર્મીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. કોર્ટે તેને 'રેરેસ્ટ ઓફ રેર' (અતિ દુર્લભ) ગણાવતા અત્યંત ક્રૂરતા અને સત્તાના દુરુપયોગનો મામલો ગણાવ્યો. આ મામલો 2020માં પિતા-પુત્રના કસ્ટડીમાં થયેલા મૃત્યુ સાથે સંબંધિત છે. છ વર્ષ ચાલેલી સુનાવણી બાદ ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જી. મુથુકુમારને તમામ આરોપીઓને હત્યા અને અન્ય કલમો હેઠળ દોષિત ઠેરવ્યા. કોર્ટે CBIની દલીલ સ્વીકારી કે કસ્ટડીમાં આપવામાં આવેલી યાતના સુનિયોજિત હતી. આખી રાત ટોર્ચર કરવામાં આવ્યું, તેથી મહત્તમ સજા આપવામાં આવી. વાસ્તવમાં, આ મામલો 19 જૂન 2020નો છે. પોલીસે વેપારી પી. જયરાજ (59) અને તેમના પુત્ર જે. બેનિક્સ (31)ને લોકડાઉન દરમિયાન દુકાન ખુલ્લી રાખવાના આરોપમાં કસ્ટડીમાં લીધા હતા. બંનેને સથાનકુલમ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને પછી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, જ્યાં થોડા જ દિવસોમાં તેમનું મૃત્યુ થયું. પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ સ્ટેશનમાં આખી રાત બંને સાથે મારપીટ કરવામાં આવી હતી. તેમના શરીર પર ગંભીર ઈજાના નિશાન અને લોહી વહેવાના સંકેતો મળ્યા હતા. CBI તપાસમાં કસ્ટડીમાં માર મારવાની પુષ્ટિ થઈ મદ્રાસ હાઈકોર્ટના નિર્દેશ પર તપાસ રાજ્યની CB-CID પાસેથી લઈને CBIને સોંપવામાં આવી. એજન્સીએ એક ઇન્સ્પેક્ટર, બે સબ-ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસકર્મીઓ સહિત 10 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો. તપાસ દરમિયાન એક મહિલા કોન્સ્ટેબલે નિવેદન આપ્યું કે પિતા-પુત્રને આખી રાત માર મારવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ટેબલ અને લાકડીઓ પર લોહીના નિશાન હતા. આ જુબાની કેસમાં મહત્વપૂર્ણ પુરાવો બની. તપાસમાં એ પણ સામે આવ્યું કે સથાનકુલમ પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવામાં આવ્યા ન હતા. રેકોર્ડિંગ દરરોજ આપમેળે ડિલીટ થઈ જતું હતું, જેના કારણે મહત્વપૂર્ણ પુરાવા મળી શક્યા નહીં. આ 9 પોલીસકર્મીઓને સજા દોષિત ઠેરવવામાં આવેલા પોલીસકર્મીઓમાં ઇન્સ્પેક્ટર એસ. શ્રીધર, સબ-ઇન્સ્પેક્ટર પી. રઘુ ગણેશ અને કે. બાલકૃષ્ણન, હેડ કોન્સ્ટેબલ એસ. મુરુગન અને એ. સમદુરાઈ, તથા કોન્સ્ટેબલ એમ. મુથુરાજ, એસ. ચેલદુરાઈ, એક્સ. થોમસ ફ્રાન્સિસ અને એસ. વેલુમુથુનો સમાવેશ થાય છે. આ કેસમાં 10મા આરોપી સ્પેશિયલ સબ-ઇન્સ્પેક્ટર પૌલદુરાઈનું ટ્રાયલ દરમિયાન કોવિડથી મૃત્યુ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    આજે IPLમાં KKR vs PBKS:કોલકાતાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી, આજે ભારે વરસાદ પડવાની સંભાવના
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ઢોસા ખાધા બાદ બે બાળકોના મોત, માતા-પિતા ગંભીર; પિતાએ દીકરીની સામે જ માતાને બેટથી ફટકારી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment