Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે:મનપાની 52 બેઠકોના 150 ઉમેદવારોના ભાવિ EVM માં કેદ, આવતીકાલે ઉમેદવારોના પાંચ વર્ષ માટે ભાવિનો ફેંસલો

    13 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર મહાનગરપાલિકાના મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં શહેર ના વિધાનગર ખાતે GEC કોલેજ ખાતે મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે જુદા જુદા ચાર ઝોન માં મતગણતરી યોજાશે, 13 વોર્ડની 52 બેઠકો માટે 150 ઉમેદવારો મેદાન માં છે ત્યારે આવતીકાલે તમામ ઉમેદવારોના ભાવિ ભેંસલો થશે, અને તેમાં ભાજપના 30 વર્ષ શાસન યથાવત રહેશે કે પછી કોંગ્રેસની બેઠકો માં વધારો થશે...તેમાં કોણ બાજી મારશે તે જોવાનું રહ્યું... શહેર ના વિદ્યાનગર સ્થિતિ આવેલ GEC કોલેજ ખાતે સવારે 9 વાગ્યા થી મતગણતરી નો પ્રારંભ થશે, મહાનગરપાલીકા વોર્ડ નં.1 થી 3 રૂમ નં.407, ગ્રાઉન્ડ ફ્લોર, ઈ.સા. બલ્ડીંગ ગ્રાઉન્ડ ફ્લોર, ર્ગવનમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ, મહાનગરપાલીકા વોર્ડ નં.4 થી 6 ના રૂમ નં.309, એમીનીટી બલ્ડીંગ, ર્ફસ્ટ ફ્લોર, ર્ગવનમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ, મહાનગરપાલીકા વોર્ડ નં. 7 થી 10 નું રૂમ નં.૩૦૫, ગ્રાઉન્ડ ફ્લોર, એમીનીટી બલ્ડીંગ, ગ્રાઉન્ડ ફ્લોર, ર્ગવનમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ તથા મહાનગરપાલીકા ર્વોડ નં.11 થી 13 રૂમ નં.815 પ્રોડક્શન બલ્ડીંગ (મીકેનીકલ ડીર્પાટમેન્ટ), ર્ફસ્ટ ફ્લોર,ર્ગવનમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે અલગ ચાર ઝોન માં મતગણતરી થશે, ગઈકાલે 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે લોકશાહીનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જેમાં સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલેલી આ પ્રક્રિયામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર સરેરાશ 54.84 ટકા જેટલું નોંધપાત્ર મતદાન થયું છે, છેલ્લા 25 વર્ષમાં સૌથી વધારે મતદાન થયું હતું,​સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 4 કરચલિયા પરા માં સૌથી વધુ 65.94 ટકા મતદાન સાથે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, ​સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 10 કાળીયાબીડ-સીદસર માં સૌથી ઓછું 44.37 ટકા મતદાન નોંધાયું હતું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં ઝંપલાવનાર 150 જેટલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો આગામી 28મી તારીખે હાથ ધરવામાં આવનાર મતગણતરી બાદ થશે. શહેરના કુલ 13 વોર્ડમાં રસાકસીભર્યું મતદાન પૂર્ણ થયા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે, આ દિવસે સ્પષ્ટ થશે કે જનતાએ આગામી પાંચ વર્ષ માટે કોની સત્તાની રહેશે તેની મીટ મંડરાશે, ​ચૂંટણી પંચના નિર્ધારિત સમય મુજબ સાંજે 6 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, સમગ્ર દિવસ દરમિયાન શહેરના સંવેદનશીલ વિસ્તારો સહિત તમામ મતદાન મથકો પર પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો હતો, જેના કારણે મતદાન દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો, ​મતદાન પૂર્ણ થતાની સાથે જ ચૂંટણી પંચના નિયમો અનુસાર દરેક મતદાન મથક પર પ્રિસાઇડીંગ ઓફિસર અને વિવિધ રાજકીય પક્ષોના એજન્ટોની પ્રત્યક્ષ હાજરીમાં EVM મશીનોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મશીનો સીલ કર્યા બાદ તેને કડક સુરક્ષા હેઠળ નિયત કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ભાવનગર ​તમામ 52 બેઠકોના ભાવિ હવે EVMમાં કેદ થઈ ગયા છે, સ્ટ્રોંગ રૂમ ખાતે મશીનો રાખ્યા બાદ ત્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ પહેરો તૈનાત કરી દેવામાં આવ્યો છે, આગામી 28મી તારીખના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં ભાવનગરની જનતાએ કોના શિરે વિજયનો તાજ પહેરાવશે તે જોવાનું રહ્યું.... ભાવનગર મનપાનું 7 થી 6 વાગ્યા સુધીનું વોર્ડ વાઇઝ ફાઈનલ મતદાન ના આંકડા 1 ચિત્રા ફુલસર – નારી - 56.07 2 કુંભારવાડા - 63.48 3 - વડવા બ - 56.79 4 - કરચલીયા પરા - 65.94 5- ઉત્તર કૃષ્ણનગર રુવા - 59.97 6 - પીરછલ્લા - 53.87 7 - તખ્તેશ્વર - 53.84 8 - વડવા -અ - 49.26 9 - બોરતળાવ - 57.19 10 - કાળીયાબીડ - સીદસર - 44.07 11 - દક્ષિણ સરદારનગર – અધેવાડા - 50.75 12 - ઉતર સરદારનગર - તરસમીયા - 49.15 13 - ઘોઘાસર્કલ – અકવાડા - 54.21 ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ માંથી સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 10 કળિયાબીડ 44.37 ટકા મતદાન નોંધાય હતું, જ્યારે સૌથી વધારે મતદાન વોર્ડ નંબર 4 કરચલિયા પરા 65.94 ટકા મતદાન નોંધાયું હતું. આમ, કુલ ભાવનગર મહાનગરપાલિકાનું 13 વોર્ડ નું સરેરાશ મતદાન 54.84 ટકા નોંધાયું હતું.
    Click here to Read More
    Previous Article
    Raghav Chadha Joins BJP: Parineeti-राघव की Shaadi पर Aam Aadmi Party का बड़ा बयान |Arvind Kejriwal |
    Next Article
    49 વર્ષિય હિનલ ગૌરે સંતુર મોમ સિઝન 2નો ખિતાબ જીત્યો:દેશના વિવિધ રાજ્યથી આવેલી મોમને માત આપી એક દિકરાની માતાએ ક્રાઉન પોતાના નામે કર્યો, જીત બાદ કહ્યું: પ્રત્યેક માતાએ પોતાની પ્રતિભા બહાર લાવવી જોઈએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment