Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં 9ને મોત આપનારા મેહુલ ડોડિયાની ધરપકડ:એક જ સેકન્ડમાં બ્લાસ્ટ થયો, 500 મીટર દૂર ફેબ્રિકેશનની ફેક્ટરી ધણધણી ઉઠતા ભાગ દોડ મચી, CCTV

    2 days ago

    અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં 18 જુલાઈએ થયેલા પ્રચંડ બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક જ સેકેન્ડમાં બ્લાસ્ટ થયો હતો ને 9 લોકોના જીવ ગયા હતાં. ધડાકાની તીવ્રતા એટલી વધારે હતી કે 500 મીટર દૂર ફેબ્રિકેશનની ફેક્ટરી ધણધણી ઉઠતા ભાગ દોડ મચી હતી. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની ત્યારે મેહુલ ડોડિયા હાજર હતો. તેને ઇજા પણ થઈ છે અને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સંચાલક માતા રમીલાબેન-પુત્ર મેહુલ અને ભાગીદાર સાદીક સૈયદની ધરપકડ કરાઈ છે. મેહુલની માતા રમીલાબેનના કાનના પડદા જતા રહ્યાં છે. ગેહલોતે વધુમાં કહ્યું હતું કે, આ ફેક્ટરી બંધ કરાવવામાં આવી હતી.દાહોદથી મજૂરો લાવીને છેલ્લા 25 દિવસથી ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. ગણેશ ચતુર્થી માટે ફટાકડાનો ઓર્ડર મળતા તેને બનાવવાની શરૂઆત કરી હતી. પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં રહી ને મેહુલ ડોડિયા ખેલ કરી ગયો અમદાવાદ પોલીસ કમિશનરે વધુમાં કહ્યું કે, વર્ષ 2013માં ફટાકડાની ફેક્ટરી બનાવવાની શરૂઆત કરી હતી, જોકે વર્ષ 2014માં બ્લાસ્ટની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારબાદ લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું. વર્ષ 2020માં ફરીથી મેહુલ ડોડિયાએ લાઇસન્સ મેળવ્યું હતું અને ફેક્ટરી ચાલુ કરી હતી. ફાયર NOC અને લાયસન્સ લેવામાં આવ્યું હતું. 4 માર્ચ 2026ના રોજ તેનું લાઇસન્સ પૂરું થયું હતું, ત્યારબાદ રામોલ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવ્યું હતું. વધુમાં કહ્યું કે, રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 જેટલી ફટાકડાની ફેક્ટરી આવેલી છે, જે બહાર જેટલી ફેક્ટરીઓ બંધ કરાવવામાં આવી છે અને માત્ર એક જ ફેક્ટરી લાઇસન્સના નિયમ મુજબ ચાલી રહી છે. છેલ્લા 25 દિવસ પહેલા પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં હતી, તેને ધ્યાનમાં રાખીને મેહુલ ડોડિયાએ ફેકટરી ગેરકાયદે ચાલુ કરી દીધી હતી. રામોલ પોલીસ સ્ટેશનમાં ફેક્ટરી ફરી ચાલુ કરવા કોઈ પણ પ્રકારની અરજી પણ કરી નહોતી. ફેક્ટરી બંધ થઈ ગઈ ત્યારબાદ બંધ હોવા અંગેના ફોટો પોલીસ કમિશનર ઓફિસમાં જમા કરાવવામાં આવ્યા હતા. 500 મીટર દૂર આવેલી એક ફેબ્રિકેશનની ફેક્ટરી ધણધણી ઉઠી જે સીસીટીવી જોવા મળી રહ્યા છે તે ફટાકડાની ફેક્ટરીથી કેનાલની સામેના તરફ 500 મીટર દૂર આવેલી એક ફેબ્રિકેશનની ફેક્ટરીના છે. બ્લાસ્ટ થતાની સાથે જ ફેક્ટરીમાં લાગેલો સીસીટીવી કેમેરો બંધ થઈ ગયો હતો. બ્લાસ્ટની અસર ફેક્ટરીમાં પણ જોવા મળી હતી. જોરદાર બ્લાસ્ટ થતાની સાથે જ ફેક્ટરીના ઓફિસના કાચ પણ તૂટી ગયા હતા અને તાત્કાલિક ત્યાં કામ કરતા મજૂરો પણ બહાર દોડીને આવી ગયા હતા. 'ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ'ના સંચાલકો સામે ગુનો દાખલ અમદાવાદના વસ્ત્રાલ ગામની સીમમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ગઈકાલે (18 જુલાઈ) થયેલા ભયાનક બ્લાસ્ટ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં કુલ 9 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. 'ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ'ના સંચાલકો દ્વારા કોઈપણ પાસ-પરમિટ વગર આર્થિક લાભ ખાટવા માટે ગુનાહિત કાવતરું રચીને આ ગેરકાયદેસર કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. રામોલ પોલીસે ફેક્ટરીના સંચાલક રમીલાબેન ડોડિયા, મેહુલ ડોડિયા તેમજ ભાગીદાર સાદીક સૈયદ વિરૂદ્ધ સહિત ભારતીય ન્યાય સંહિતા (BNS) અને વિસ્ફોટક કાયદા હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. ગત(18 જુલાઈ) મોડી રાતે પોલીસ તંત્ર જાગ્યુ હતું. ગ્યાસપુર અને નારોલ વિસ્તારમાં ખેતરમાં ધમધમતી બે ફટાકડાની ફેક્ટરીઓ ઝડપાઈ હતી. તંત્રે મોડી રાતે જથ્થો જપ્ત કરીને ગ્યાસપુર ગામમાં કિંગ્સ ફાયર વર્કસ ફેક્ટરી અને નારોલ વિસ્તારમાં ગુલાબ પ્લોટમાં ચાલતી ફેક્ટરીને સીલ કરવાની કાર્યવાહી કરી હતી. પાસ-પરમિટ વગર ચાલતા કારખાનાના ભાગીદારો સામે FIR પોલીસ ફરિયાદની વિગતો મુજબ, આરોપીઓ વસ્ત્રાલ સર્વે નં. 629/1/2/3 વાળી જગ્યા ભાડે રાખીને પાસ-પરમિટ વગર ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાનું કારખાનું ચલાવતા હતા. આ બ્લાસ્ટ મામલે નોંઘાયેલી એફઆઈઆરમાં મેહુલ ડોડીયા, તેમની માતા અને કારખાનાના સંચાલક રમીલાબેન ડોડીયા તેમજ કારખાનાના ભાગીદાર સાદીક સૈયદનું નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યું છે. આ ઉપરાંત, પોલીસ તપાસ દરમિયાન સામે આવનારા અન્ય તમામ જવાબદારોને પણ ગુનામાં આરોપી બનાવવાનો ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. ઘટના સમયની પળેપળની અપડેટ માટે ક્લિક કરો આર્થિક લાભ માટે ગુનાહિત કાવતરું અને ઘોર બેદરકારી આરોપીઓ માત્ર પોતાના આર્થિક લાભ માટે માનવ જિંદગીને જોખમમાં મૂકીને, સુરક્ષાના નિયમો નેવે મૂકી ઘોર બેદરકારી દાખવતા હતા. સુરક્ષાના પૂરતા સાધનો કે મંજૂરી વિના ધમધમતા આ એકમમાં થયેલા બ્લાસ્ટના કારણે ક્ષણભરમાં જ નવ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 6 લોકો ગંભીર ઇજાઓનો ભોગ બન્યા છે. BNS અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમની આકરી કલમો હેઠળ ગુનો દાખલ રામોલ પોલીસે કાયદાનો સિંકોજો કસતા આરોપીઓ સામે BNSની કલમ 105, 287, 288 અને 61(2) હેઠળ ગુનો નોંધ્યો છે. આ સાથે જ ગેરકાયદે વિસ્ફોટકોના સંગ્રહ અને ઉપયોગ બદલ વિસ્ફોટક પદાર્થ અધિનિયમ-1908ની કલમ 5(એ) અને 6 તેમજ વિસ્ફોટક અધિનિયમ-1884ની કલમ 9(બી) હેઠળ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રામોલ પોલીસ હાલ સમગ્ર ઘટનાસ્થળની તપાસ કરી ગેરકાયદેસર ફેક્ટરી અંગે વધુ પુરાવા એકત્ર કરી રહી છે. બે ખુલ્લા ખેતરોમાં ફટાકડાની ફેક્ટરી ધમધમતી ઝડપાઈ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ શહેર પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે દોડતું થયું છે. અમદાવાદના છેવાડાના વિસ્તારોમાં પોલીસ અને AMC તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા ગત મોડી(18 જુલાઈ) રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગ્યાસપુર અને નારોલ વિસ્તારમાં બે ખુલ્લા ખેતરોમાં ફટાકડાની ફેક્ટરી મળી આવતા એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ફટાકડાનો જથ્થો જપ્ત કરી પાણીથી નાશ કરાયો છે. આજે 19 જુલાઈ સવારે 11 વાગ્યે વધુ એક ફેટકરી ઝડપાઈ છે. ગ્યાસપુર ખાતે ચાલતી 'જોય એન્ડ એન્જોય વર્કર' નામની ફટાકડાની ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), પોલીસ અને ફાયર વિભાગે સંયુક્ત રીતે આ કડક કાર્યવાહી હાથ ધરી છે. નારોલ વિસ્તારમાં પણ ફટાકડાની કેટલીક ફેક્ટરીઓ ખુલ્લી જગ્યામાં ચાલતી હોવાની માહિતીના પગલે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો…. 12 વર્ષ પહેલાં આ જ ફેક્ટરીમાં બાળ મજૂરનો ભોગ લેવાયો, વર્ષાબેને કહ્યું- 2014માં બ્લાસ્ટમાં દિયરનું મોત થયું, બે મહિનામાં મેહુલની માતા રમીલાએ ફરી ફેક્ટરી શરૂ કરી હતી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ ઉપર 18 જુલાઈના રોજ એક ખેતરમાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 3 બાળક સહિત 9 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો આવજ 5 કિમી દૂર સુધી સંભળાયો હતો અને ત્યાં કામ કરતા શ્રમિકોની બોડીના ચીથરે ચીથરા ઉડ્યા હતા. જોકે, ફેક્ટરી બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે. 12 વર્ષ અને 4 દિવસ અગાઉ એટલે કે 14 જુલાઈ, 2014માં આ જ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 14 વર્ષના વિજય ચુનારા નામના સગીરનું મોત થયું હતું. તે સમયે રમીલા ડોડીયા અને લલિત ડોડીયા આ ફેક્ટરી ચલાવતા હતા. ઘટનાના બે મહિના બાદથી ફરી ગેરકાયદેસર ફેક્ટરી ધમધમી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ‘No gloves, no sterile blade’: Nurse delivers baby aboard Duronto train with knife and thread
    Next Article
    સાડીના કારખાનામાં ફાયર NOC વિના ધમધમતી સ્કૂલ:રાજકોટની ન્યૂ ફ્લોરા સ્કૂલમાં 450 વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ, મનપાની ફાયર શાખાએ નોટિસ ફટકારી મંજૂરીનો પ્લાન માંગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment