Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડામાં જાહેરમાં જુગાર રમતા 9 ઝડપાયા:ગોપાલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી 5 મહિલા અને 4 પુરૂષોને ઝડપી પાડ્યા

    17 hours ago

    ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગોપાલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતાં 9 શખ્સોને બોરતળાવ પોલીસ ઝડપી લીધા હતા, જેમાં 5 મહિલા અને 4 પુરુષોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેરમાં જુગાર રમતા હતા સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર સ્ટાફના માણસો શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે, કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગોપાલ સોસાયટી શેરી નંબર 4 જાહેરમાં કેટલાક શખ્સો પૈસા-પાના વડે તિનપત્તિનો હારજીતનો જુગાર રમે છે જે હકીકત આધારે ટીમે સ્થળ પર રેડ કરી 9 શખ્સો ઝડપી લીધા હતા જેમાં 5 મહિલા અને 4 પુરુષો ઝડપાયા હતા. જુગાર રમતી 5 મહિલાઓ ઝડપાઈ કૌશિક ઉર્ફે ભૂરો લાલજીભાઈ ચૌહાણ (ઉ.વ.19), ઉમેશ ઉર્ફે ઉમો કાનજીભાઈ ટીહલા (ઉ.વ.27), ઘનશ્યામ ઉર્ફે લાલુ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.20), નરેશ નાથાભાઈ વાઘેલા (ઉ.વ.30) સહિત 5 મહિલાઓ (રહે. તમામ કુંભારવાડા, ભાવનગર)ને રોકડા રૂપિયા 11,310 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ-12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ₹25 હજારની લાંચ લેતા ક્લાર્ક ACBના છટકામાં ઝડપાયા:જાંબુઘોડા મામલતદાર કચેરીના સુરપાલસિંહ ઝાલા જમીન નોંધના કામ માટે માંગતા હતા પૈસા
    Next Article
    Surat News | બાળકી મોત કેસમાં FSL રિપોર્ટથી નવો વળાંક | Crime News| FSL Report | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment