Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારાના ઓમ વિલા બંગલામાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું:9 જુગારીઓ રંગેહાથ ઝડપાયા, 44.76 લાખનો મુદ્દામાલ જપ્ત

    4 days ago

    મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ધુનડા (સ.) ગામની સીમમાં આવેલા ઓમ વિલા બંગલામાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામનો ભુજ બોર્ડર રેન્જ આઈજીની ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન કુલ રૂ. 44.76 લાખના મુદ્દામાલ સાથે 9 ઈસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસને ખાનગી બાતમી મળી હતી કે દેવશંકર હિમંતલાલ શિતાણી પોતાના અંગત ફાયદા માટે ઓમ વિલા બંગલો નં. A-3માં જુગારનો અખાડો ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે ક્રાઈમ-2 સરહદી ભુજની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા હાર્દિકભાઈ લાભુભાઈ માકાસણા (હળવદ), જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા (મોરબી), ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલિયા (મોરબી), નરોતમભાઈ વિરજીભાઈ ફેફર (મોરબી), અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી (ધ્રોલ), રાજેશભાઈ કરશનભાઈ ભીમાણી (ટંકારા), ચેતનભાઈ ધીરજલાલ ચિકાણી (મોરબી), જીગ્નેશભાઈ ડાયાભાઈ કાચરોલા (મોરબી) અને દેવશંકર હિમંતલાલ શિતાણી (મોરબી) સહિત 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 24,30,800ની રોકડ રકમ, રૂ. 46,000ની કિંમતના 9 મોબાઈલ ફોન અને રૂ. 20 લાખની કિંમતની બે ફોર વ્હીલ કાર સહિત કુલ રૂ. 44,76,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર ધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ જુગારધામના નેટવર્ક અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Why Kajal Aggarwal doesn’t give her child store-bought milk: ‘Stopped when he was 1 year old’
    Next Article
    House of the Dragon S3 E5: Release Date, Time, Recap, Plot, Where to Watch & More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment