Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનમાં બોરવેલમાં ફસાયેલા 9 વર્ષના ભોમારામનું મોત:39 કલાક બાદ બહાર કાઢ્યો, 640 ફૂટની ઊંડાઈએ બાળક ફસાયો હતો

    2 days ago

    રાજસ્થાનના ફલોદી જિલ્લામાં લગભગ બે દિવસથી બોરવેલમાં ફસાયેલા 9 વર્ષના ભોમારામનું મોત થયું છે. ભોમારામને 39 કલાક બાદ શુક્રવારે મોડી રાત્રે 3.35 વાગ્યે બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો. તેને એમ્બ્યુલન્સ દ્વારા લોહાવટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો. પૂનિયાની ઢાણીમાં ભોમારામ 15 ઓક્ટોબરે બપોરે 12:30 વાગ્યે 1050 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. તે બોરવેલમાં 640 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગયો હતો. બાળકથી આશરે 30 ફૂટ ઉપર એક પથ્થર ફસાયેલો હતો. આ કારણે NDRF અને SDRFની ટીમ બાળકને બહાર કાઢવામાં સફળ થઈ શકી નહોતી. ત્યારબાદ દેશી યુક્તિ નિષ્ણાત માધારામ સુથાર અને તેમની ટીમે લોખંડના સળિયાઓનું જાળું બનાવીને પહેલા પથ્થર બહાર કાઢ્યો. ત્યાર પછી શુક્રવારે મોડી રાત્રે બાળકને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ શરૂ કર્યું હતું. આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા બોરવેલ દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની માહિતી લીધી. ભોમારામને બહાર કાઢવા માટે બચાવ અભિયાન હાથ ધર્યુ બોરવેલમાં ફસાયેલા ભોમારામને બહાર કાઢવા માટે બચાવ અભિયાન હાથ ધર્યું હતું. પથ્થરને બહાર કાઢવા માટે ટીમનો બીજો પ્રયાસ પણ સફળ થઈ શક્યો નહોતો. બોરવેલ પાસે પરિવાર અને સમાજના લોકો ભેગા થયા હતા બોરવેલ પાસે જ પરિવાર અને સમાજના લોકો બેઠા હતા. તેઓ વહીવટીતંત્ર સાથે પણ સતત વાતચીત કરી હતી. આ દરમિયાન, આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીંવસર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Renee Noronha, 21, Chasing Ironman World Record. Price To Reach Rs Is 10 Lakh For One Race
    Next Article
    SIR મુદ્દે કોંગ્રેસ અને CJP સામે ABVPએ મોરચો માંડ્યો:કાર્યકર્તાઓ બેનરો-પોસ્ટરો સાથે રાજીવ ગાંધી ભવન પહોંચ્યા, પોલીસ સાથે ઘર્ષણ થયું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment