Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનું 9 હજાર અને ચાંદી 22 હજાર મોંઘી થઈ:સરકારે ઇમ્પોર્ટ ડ્યૂટી 6% થી વધારીને 15% કરી, PMએ કહ્યું હતું કે સોનું ન ખરીદો; જાણો તમારા ખિસ્સા પર શું અસર પડશે

    1 day ago

    કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી 6% થી વધારીને 15% કરી દીધી છે. બુધવારે જારી કરાયેલા આ આદેશ બાદ આજે એટલે કે 13 મેના રોજ સોના-ચાંદી બજારમાં સોનું 9 હજાર અને ચાંદી 22 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1.60 લાખ રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2.87 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. સરકારનો હેતુ વિદેશી ખરીદી ઘટાડવાનો અને દેશના વિદેશી મુદ્રા ભંડાર પર પડી રહેલા દબાણને ઓછું કરવાનો છે. અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે. સરકારે સોના પર 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લગાવ્યો છે. આ રીતે કુલ અસરકારક ટેક્સ 15% થઈ ગયો છે. આ પહેલા 2024ના બજેટમાં નાણામંત્રી સીતારમણે ઇમ્પોર્ટ ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરી હતી. કેરેટના હિસાબે સોનાની કિંમત સોના પરની કુલ આયાત ડ્યુટી 6% થી વધીને 15% થઈ સોના પરની કુલ આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી. સોના પરની બેઝિક કસ્ટમ ડ્યુટી 5% થી વધારીને 10% કરવામાં આવી. સોના પર એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) 1% થી વધારીને 5% કરવામાં આવ્યો. આ ઉપરાંત, UAE થી નિર્ધારિત માત્રામાં ક્વોટા હેઠળ આવતા સોના પર પણ આયાત ડ્યુટી વધારવામાં આવી. UAE થી નિર્ધારિત માત્રામાં ક્વોટા હેઠળ રાહત દરે આયાત ડ્યુટી લાગતી હતી. 10 ગ્રામ સોનું ₹1,270 વધીને ₹1.52 લાખ પર આવ્યું ઈમ્પોર્ટ ડ્યૂટી વધવાથી તમારા પર શું અસર થશે? ઘરેણાં મોંઘા થશે: ઇમ્પોર્ટ ડ્યુટી વધવાથી સોના-ચાંદીના વેપારીઓ અને જ્વેલર્સ માટે સોનું મંગાવવું મોંઘું થઈ જશે. તેની સીધી અસર ગ્રાહકો પર પડશે અને સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. ઉદ્યોગ પર અસર: જે કંપનીઓ કિંમતી ધાતુઓનો ઉપયોગ ઔદ્યોગિક કામ અથવા રિસાયક્લિંગ માટે કરે છે, તેમનો ખર્ચ પણ હવે વધી જશે. તમારા ખિસ્સા પર કઈ રીતે અસર પડશે? ઈમ્પોર્ટ ડ્યૂટી ભારતમાં સોનાની અંતિમ છૂટક કિંમત નક્કી કરતું એક મોટું પરિબળ છે. જ્યારે ડ્યુટી વધે છે, ત્યારે ગ્રાહકો માટે સોનું મોંઘું થઈ જાય છે. જ્યારે ડ્યુટી ઘટે છે, ત્યારે કિંમતોમાં થોડો ઘટાડો થાય છે. ભલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત સ્થિર રહે, પરંતુ આયાત શુલ્કમાં ફેરફારની અસર તરત જ સ્થાનિક બજારમાં પ્રતિ ગ્રામ કિંમત અને જ્વેલરીના ભાવ પર દેખાય છે. ઇમ્પોર્ટ ડ્યૂટી વધવાથી તમારા ખિસ્સા પર કઈ રીતે અસર પડશે એ જાણીએ, તો એક લાખ રૂપિયાના સોના પર પહેલા છ ટકાની અસરકારક કસ્ટમ ડ્યુટીથી 6000 રૂપિયા શુલ્ક લાગતો હતો જે હવે વધીને 15000 રૂપિયા થઈ ગયો છે. એટલે કે 9 હજારનો વધારો. આ શુલ્કનો બોજ જ્વેલર્સ ગ્રાહકો પર જ નાખશે. જો 24 કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ 6 ટકા કસ્ટમ ડ્યુટી સાથે 1,50,000 રૂપિયા હતો તો તેમાં 9 હજાર રૂપિયાનો શુલ્ક શામેલ હતો. એટલે કે સોનાની કિંમત શુલ્ક વિના 1,41,000 હતી. હવે, ઇમ્પોર્ટ ડ્યુટી 15 ટકા થયા પછી સોનાની અંદાજિત કિંમત ₹1,62,150 રૂપિયા થઈ જશે. એટલે કે સોનું 12,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ મોંઘું થઈ જશે. ટેક્સ વધવાથી દાણચોરી વધવાની શક્યતા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ટેક્સ વધવાથી દાણચોરી વધી શકે છે. આ પહેલા જ્યારે ડ્યુટી ઘટાડવામાં આવી હતી, ત્યારે દાણચોરીમાં ઘટાડો થયો હતો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે સરકારે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (ચાલુ ખાતાની ખોટ)ને નિયંત્રણમાં રાખવા માટે આ પગલું ભર્યું છે. પહેલેથી જ ઊંચી કિંમતો વચ્ચે આ નિર્ણય માગને અસર કરી શકે છે. ત્રણ મુદ્દામાં આ નિર્ણયને સમજો… 1. શું ફેરફારો થયા? નવો ટેક્સ: તાજેતરમાં સોના અને ચાંદીની આયાત પર 3% IGST લાદવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે સોના અને ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી 6% થી વધારીને 15% કરવામાં આવી. બેંકોની સ્થિતિ: IGST લાગુ થયા પછી બેંકો આ ટેક્સ કેવી રીતે ભરવો તે અંગે મૂંઝવણમાં હતી, તેથી તેમણે લગભગ એક મહિના સુધી સોનું મંગાવવાનું બંધ કરી દીધું હતું. પરિણામ: એપ્રિલમાં થતી આયાત માત્ર 15 ટન રહેવાનો અંદાજ છે, જે કોવિડ કાળ સિવાય છેલ્લા ત્રણ દાયકામાં કોઈપણ મહિના માટે સૌથી ઓછી છે. 1. સરકારે આવું શા માટે કર્યું? ભારતમાં લોકો સોનું ખૂબ ખરીદે છે. આપણો દેશ દુનિયાનો બીજો સૌથી મોટો ઉપભોક્તા છે. સોનાની માગ પૂરી કરવા માટે આપણે તેને વિદેશથી મંગાવવું પડે છે. આ માટે ડોલર ખર્ચ થાય છે. જ્યારે દેશમાંથી વધુ પૈસા બહાર જવા લાગે છે, ત્યારે દેશની અર્થવ્યવસ્થા પર દબાણ વધે છે. આ જ 'આયાત' ઘટાડવા માટે સરકારે ટેક્સના નિયમો કડક કર્યા છે. 2. સામાન્ય માણસ પર તેની શું અસર થશે? કિંમતોમાં વધારો: જ્યારે સરકાર ટેક્સ કે ડ્યુટી વધારે છે, ત્યારે સોનાની 'લેન્ડિંગ કોસ્ટ' એટલે કે ભારતમાં પહોંચવાની કિંમત વધી જાય છે. એટલે કે સોનું પહેલા કરતા મોંઘું મળશે. સપ્લાયમાં ઘટાડો: ટેક્સના ઝંઝટ અને ઊંચી કિંમતોને કારણે જથ્થાબંધ વેપારીઓ ઓછું સોનું મંગાવશે. બજારમાં સોનાની ઉપલબ્ધતા ઓછી થવાથી પણ કિંમતો વધી શકે છે. 3. અર્થવ્યવસ્થા પર તેની શું અસર થશે? આ નિર્ણયથી દેશની વેપાર ખાધ ઓછી થઈ શકે છે અને રૂપિયાને થોડો ટેકો મળી શકે છે. રૂપિયો ગઈકાલે એટલે કે 12 મેના રોજ ડોલર સામે 95.50ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો હતો. ટૂંકમાં કહીએ તો, આ નિર્ણય લાંબા ગાળા માટે દેશની અર્થવ્યવસ્થાને સ્થિર બનાવશે. પીએમએ બે વાર કહ્યું- એક વર્ષ સુધી સોનું ન ખરીદો પીએમ મોદીએ સતત બે દિવસ (10 અને 11 મેના રોજ) દેશવાસીઓને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી છે. પીએમએ કહ્યું હતું… એક સમય હતો, જ્યારે સંકટ આવતા દેશહિતમાં લોકો સોનું દાન કરી દેતા હતા. આજે દાનની જરૂર નથી, પરંતુ દેશહિતમાં આપણે એ નક્કી કરવું પડશે કે આખા વર્ષ દરમિયાન ઘરમાં કોઈ કાર્યક્રમ હોય, આપણે સોનાના ઘરેણાં નહીં ખરીદીએ. વિદેશી મુદ્રા બચાવવા માટે આપણી દેશભક્તિ આપણને પડકારી રહી છે અને આપણે આ સ્વીકારીને વિદેશી મુદ્રા બચાવવી પડશે. આવું શા માટે કહ્યું: ભારત તેના વપરાશનું લગભગ 99% સોનું વિદેશથી ખરીદે છે. 2025-26માં સોનાનું આ ઇમ્પોર્ટ બિલ લગભગ 6.4 લાખ કરોડ રૂપિયાનું હતું. વિદેશથી ખરીદવામાં આવતી વસ્તુઓના કુલ ખર્ચમાં 9% હિસ્સેદારી સાથે સોનું બીજા નંબર પર છે. મોદીની આ અપીલ પછી 11 મેના રોજ કલ્યાણ જ્વેલર્સ અને સેન્કો ગોલ્ડના શેર 10-10% સુધી તૂટ્યા હતા. દેશની સૌથી મોટી જ્વેલરી કંપની ટાઇટનના શેરમાં 7%નો ઘટાડો આવ્યો હતો. પીએન ગાડગિલ 8%, થંગમયિલ જ્વેલરી 6% અને અન્ય નાના જ્વેલરી શેર પણ ઘટ્યા હતા. ………………… આ સમાચાર પણ વાંચો… રૂપિયો રેકોર્ડ ઓલ ટાઈમ લો:1 ડોલરની કિંમત 95.50 રૂપિયા થઈ, ભારતમાં મોંઘવારી વધવાનું જોખમ ભારતીય રૂપિયો આજે એટલે કે 12 મેના રોજ ડોલર સામે 19 પૈસા ઘટીને 95.50ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ રૂપિયામાં આ ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધવિરામને નબળો ગણાવ્યો છે, જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ વધીને 105 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે… સંપૂર્ણ સમાચાર વાંચો… પેટ્રોલિયમ મંત્રી બોલ્યા-ભારત પાસે 60 દિવસનું ક્રૂડ ઓઇલ છે:45 દિવસનો LPG સ્ટોક છે; પીએમની વાતોનો મનફાવે એવો અર્થ ન કાઢો પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે જણાવ્યું કે ભારત પાસે 60 દિવસનો ક્રૂડ ઓઇલ, 60 દિવસની LNG અને 45 દિવસની LPGનો સ્ટોક છે. સપ્લાયના મામલે કોઈ મુશ્કેલી નથી. હરદીપ પુરીએ દિલ્હીમાં આયોજિત CII એન્યુઅલ બિઝનેસ સમિટમાં પીએમની બચતની અપીલનો પણ ઉલ્લેખ કર્યો. પુરીએ કહ્યું કે પીએમએ બે દિવસ પહેલા જે વાતો કહી છે. તેને લઈને અફરા-તફરી મચાવવી નકામી છે. પીએમની વાતોને ધ્યાનથી સાંભળો. તેનો મનફાવે એવો અર્થ ન કાઢો... આખી ખબર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Prateek Yadav Death: सेलिब्रिटी से कम नहीं थे प्रतीक यादव|Akhilesh Yadav|Aparna Yadav's Husband Dies
    Next Article
    72 IASની બદલી, ચૂંટણી પૂર્ણ થતાં જ રી-શફલ:8 નવી મનપાના મ્યુનિ.કમિશનર બદલાયા, ચાર્જ લેશે પછી જ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાત; જુઓ સંપૂર્ણ લિસ્ટ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment