Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પર્વે શહેર ટ્રાફિકનું જાહેરનામું પ્રસિદ્ધ:9 નવેમ્બર સુધી બપોરે 2થી રાત્રે 12 વાગ્યા સુધી મુખ્ય બજારો સહિતના માર્ગો પર વાહનોની અવરજવર-પાર્કિંગ પર પ્રતિબંધ

    7 hours ago

    દિવાળી અને નૂતનવર્ષના તહેવારો દરમિયાન ભાવનગર શહેરના મુખ્ય બજાર તથા આસપાસના વિસ્તારોમાં સ્થાનિક તેમજ બહારગામના લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે આવતા હોવાથી બજારોમાં ભારે ભીડ રહેવાની શક્યતા છે. આથી ટ્રાફિકનું સુચારુ નિયમન જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી. ગોવાણીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામુ આજે 3 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી દરરોજ બપોરે 2 કલાકથી રાત્રે 12 કલાક સુધી રાખવામાં આવ્યું છે. આ માર્ગો પર તમામ પ્રકારના ભારે અને હળવાં વાહનોની અવરજવર, ઉભા રાખવા કે પાર્ક કરવા પર પ્રતિબંધ રહેશે. પ્રતિબંધિત માર્ગો વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પ્રતિબંધિત માર્ગો તરફ આવતા વાહનો માટે 3 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી દરરોજ બપોરે 2થી રાત્રે 12 કલાક દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે શેલારશા ચોકથી સ્ટેશન રોડ તરફ તથા મોતીબાગ ટાઉનથી નવાપરા ચોક થઈ હલુરિયા ચોક અને ત્યાંથી દિવાનપરા રોડ તરફના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું ફાયર બ્રિગેડનાં વાહનો, મહેસૂલ તથા પોલીસ વિભાગનાં ફરજ પરનાં વાહનો, એમ્બ્યુલન્સ, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનાં ફરજ પરનાં વાહનો, પોસ્ટલ વાહનો, કોર્પોરેશનનાં ઇમરજન્સી વાહનો, સરકારી વાહનો, પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાનાં વાહનો અને ડેરીનાં વાહનોને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગઢડાથી રાજકોટ માટે નવી બસ સેવા શરૂ:બસ મોટી કુંડળ અને બાબરા થઈને જશે; વિદ્યાર્થીઓ, વેપારીઓ અને દર્દીઓને મળશે મુસાફરીની સુવિધા
    Next Article
    3 करोड़ बांग्लादेशी घुसपैठिए का आंकड़ा, अमित शाह को किसने दिया, ज्ञानेश कुमार ने?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment