Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવાસીઓ માટે ગિરનાર નેચર સફારી 9 દિવસ બંધ:ગિરનાર લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખીને વન વિભાગે 18 થી 26 નવેમ્બર સુધી સિંહ દર્શન અને નેચર સફારી બંધ, સિહોની સલામતીને ધ્યાન રાખી લેવાયો નિર્ણય

    5 hours ago

    ​જૂનાગઢમાં આગામી સમયમાં યોજાનાર ગિરનાર લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા અત્યારથી જ સુરક્ષા અને વ્યવસ્થાના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પરિક્રમા દરમિયાન આવનાર લાખો શ્રદ્ધાળુઓ અને જંગલના વન્યપ્રાણીઓ બંનેને કોઈપણ પ્રકારની અડચણ કે મુશ્કેલી ન પડે તે હેતુસર તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી એટલે કે 18 નવેમ્બરથી આગામી 26 નવેમ્બર સુધી એમ કુલ 9 દિવસ માટે પ્રવાસીઓ માટે ગિરનાર નેચર સફારી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે, જેના કારણે આ સમયગાળા દરમિયાન સિંહ દર્શનનો લાભ પ્રવાસીઓ નહીં લઈ શકે. ​ગિરનાર નેચર સફારીનો મુખ્ય માર્ગ અને પરિક્રમાનો રૂટ એકબીજાની ખૂબ જ નજીક આવેલો હોવાથી આ નિર્ણય લેવો અનિવાર્ય બન્યો હતો. પરિક્રમા દરમિયાન 36 કિલોમીટરના આખા રૂટ પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાલતા અને ધાર્મિક વિધિઓ સાથે પરિક્રમા કરતા હોય છે, જેથી જો વાહનો દ્વારા સફારી ચાલુ રાખવામાં આવે તો વન્યજીવોની શાંતિ જોખમાઈ શકે છે અને યાત્રાળુઓની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ સર્જાઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વન વિભાગે અગાઉથી જ સાવચેતીના પગલાં રૂપે સફારી રદ કરી દીધી છે. ​આ 9 દિવસના સમયગાળા દરમિયાન પરિક્રમા રૂટ અને તેની આસપાસના જંગલ વિસ્તારમાં વન વિભાગનો વિશેષ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવશે. આ સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને સમગ્ર પરિક્રમા રૂટ પર નજર રાખવામાં આવશે તેમજ કોઈ અચ્છરઆવચ્છ કે અઘટિત બનાવ ન બને તેની પૂરતી તકેદારી રખાશે. વન વિભાગના આ સઘન આયોજનથી એક તરફ જંગલના એશિયાઈ સિંહો અને અન્ય વન્યજીવોને પણ માનવ મહેરામણ વચ્ચે સુરક્ષિત વાતાવરણ મળી રહેશે, તો બીજી તરફ બહારથી આવતા શ્રદ્ધાળુઓ પણ કોઈપણ પ્રકારના ડર કે અવરોધ વગર શાંતિપૂર્ણ રીતે પોતાની લીલી પરિક્રમા સંપન્ન કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    Kulgam Encounter Latif Bhat: Amit Shah ने की जवानों की तारीफ, CRPF का बयान Viral! | Latif Encounter
    Next Article
    રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રન:પૂરઝડપે દોડતી કારે બાઇકને અડફેટે લેતા હોમગાર્ડ જવાનના પિતાનું મોત, CCTV આવ્યા સામે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment