Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશુધનને બચાવવા ખરવા-મોવાસા સામે મેગા રસીકરણ અભિયાનનો પ્રારંભ:જૂનાગઢના 9 તાલુકામાં ‘કમાન્ડો સ્ટાઈલ’માં રસીકરણ,168 ટીમો મેદાને; 3.20 લાખ પશુઓને રક્ષિત કરવા તંત્રની ડિજિટલ સ્ટ્રાઈક

    1 day ago

    ​જૂનાગઢ જિલ્લામાં પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન પશુધનને ગંભીર બીમારીઓથી બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પશુઓમાં પાયમાલી સર્જતા અને દૂધ ઉત્પાદન પર સીધી અસર કરતા અત્યંત ચેપી એવા 'ખરવા-મોવાસા' (Foot and Mouth Disease - FMD) રોગને જડમૂળથી નાથવા માટે જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં એકસાથે રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ અભિયાન માત્ર કાગળ પર મર્યાદિત ન રહે તે માટે આ વખતે તંત્રએ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને પારદર્શક પદ્ધતિ અપનાવી છે. 15મી એપ્રિલ સુધી સતત દોઢ મહિના સુધી રસીકરણ અભિયાન ​નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NADCP) હેઠળ હાથ ધરવામાં આવેલા આ આઠમા રાઉન્ડની શરૂઆત 1લી માર્ચથી કરવામાં આવી છે, જે આગામી 15મી એપ્રિલ સુધી સતત દોઢ મહિના સુધી ચાલશે. જિલ્લા પશુપાલન વિભાગના નાયબ નિયામક ડૉ. ડી.ડી. પાનેરાના જણાવ્યા અનુસાર, આ અભિયાનમાં જૂનાગઢ જિલ્લાના અંદાજે 3,20,600 જેટલા ગાય અને ભેંસ વર્ગના પશુઓને આવરી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કામગીરીને વેગ આપવા માટે સમગ્ર જિલ્લામાં 168 જેટલી નિષ્ણાત ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે, જેમાં 150 થી વધુ પશુપાલન વિભાગના કર્મચારીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે. 'ભારત પશુધન પોર્ટલ' પર રિયલ ટાઈમમાં કરવામાં આવી આ વખતે વહીવટી તંત્રએ રસીકરણની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે વેઠ ઉતારવાની નીતિ ન ચાલે તે માટે 'ડિજિટલ હથિયાર'નો ઉપયોગ કર્યો છે. દરેક પશુને અપાતી રસીની નોંધણી 'ભારત પશુધન પોર્ટલ' પર રિયલ ટાઈમમાં કરવામાં આવી રહી છે. પશુપાલકોએ રસીકરણ સમયે પોતાનો આધાર નંબર અને મોબાઈલ પર આવતો OTP આપવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ પદ્ધતિને કારણે કામગીરીમાં સો ટકા પારદર્શિતા આવશે અને કયા પશુને રસી મળી છે તેની સચોટ વિગત ઓનલાઈન ઉપલબ્ધ રહેશે, જેનાથી કોઈ પણ પશુ રસી વગર બાકી રહેવાની શક્યતા નહીવત બની જશે. ડેરી સંઘના વેક્સિનેટર્સ હવે પશુપાલકોના આંગણે જઈને પશુઓને રસી મૂકી રહ્યા છે ​સમગ્ર કામગીરીના સુપરવિઝન માટે 8 જેટલા વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના લાઈઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. ડેરી સંઘના વેક્સિનેટર્સ હવે સીધા પશુપાલકોના આંગણે જઈને પશુઓને રસી મૂકી રહ્યા છે. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ, જૂનાગઢ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખના સીધા માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તંત્રનો કડક આદેશ છે કે એકપણ પશુ આ સુરક્ષા ચક્રમાંથી વંચિત રહેવું જોઈએ નહીં. ‘​પશુની ખરીઓ વચ્ચે પણ ચાંદા પડતા તે લંગડાતું થઈ જાય’ ખરવા-મોવાસા રોગ એ 'એફ્થો વાયરસ' દ્વારા ફેલાતો અત્યંત ગંભીર રોગ છે, જે મુખ્યત્વે બે ફાટવાળી ખરી ધરાવતા પશુઓને અસર કરે છે. આ રોગમાં પશુને તીવ્ર તાવ આવે છે, મોઢામાં અને જીભ પર ચાંદા પડી જાય છે, જેના કારણે પશુ ખોરાક લઈ શકતું નથી. વધુમાં, પશુની ખરીઓ વચ્ચે પણ ચાંદા પડતા તે લંગડાતું થઈ જાય છે. જોકે આ રોગમાં મૃત્યુદર ઓછો છે, પરંતુ તે પશુની ઉત્પાદકતાનો નાશ કરે છે. દૂધાળા પશુઓમાં દૂધ આપવાની ક્ષમતા એકાએક ઘટી જાય છે અને પશુઓમાં વંધ્યત્વ જેવી સમસ્યાઓ સર્જાય છે, જે પશુપાલકને આર્થિક રીતે પાયમાલ કરી દે છે. દર છ મહિને આ રસી વિનામૂલ્યે ભારત સરકારનો લક્ષ્યાંક છે કે વર્ષ 2030 સુધીમાં દેશમાંથી ખરવા-મોવાસા રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે. આ રોગ મુક્ત થવાથી ભારતીય દૂધ અને તેની બનાવટોની આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ વધશે, જેનો સીધો ફાયદો પશુપાલકોને થશે. આ જ કારણસર રસીકરણને જ શ્રેષ્ઠ ઇલાજ માનવામાં આવે છે. પશુપાલન વિભાગ દ્વારા દર છ મહિને આ રસી વિનામૂલ્યે આપવામાં આવે છે. ડૉ. પાનેરાએ જિલ્લાના તમામ પશુપાલકોને નમ્ર અપીલ કરી છે કે જ્યારે ટીમ ગામમાં આવે ત્યારે પશુઓને રસી અપાવવી અને જો ટીમ ન પહોંચી શકે તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી પશુધનનું રક્ષણ કરવું.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં “મહિલા સંમેલન–2026” યોજાયું:વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓ અને સિદ્ધિ મેળવનાર દીકરીઓનું સન્માન
    Next Article
    ‘We will announce the first 20-day schedule of IPL in 2 or 3 days’: BCCI secretary Devajit Saikia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment