Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:સવારે 9 વાગ્યા સુધીમાં 12.84 ટકા મતદાન, NMCની 50, જિલ્લા પંચાયતની 21 બેઠકો પર 441 ઉમેદવારોનું ભાવી EVMમાં

    13 hours ago

    નવસારી જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. સવારે 9 વાગ્યા સુધીમાં 12.84 ટકા મતદાન થયું છે. નવસારી મહાનગરપાલિકા (NMC), જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ 181 બેઠકો પર સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કુલ 238 બેઠકો પૈકી 57 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે બાકીની બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે મુખ્ય સ્પર્ધા જોવા મળી રહી છે. નવસારી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકોમાંથી વોર્ડ નંબર 8 અને 11માં એક-એક બેઠક બિનહરીફ થઈ છે. બાકીની 50 બેઠકો માટે કુલ 138 ઉમેદવારો મેદાનમાં છે. પક્ષવાર ઉમેદવારોમાં ભાજપના 50, કોંગ્રેસના 50, આમ આદમી પાર્ટીના 27, AIMIMના 7 અને 1 અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકામાં કુલ 1.88 લાખ મતદારો પોતાના પ્રતિનિધિઓનું ભવિષ્ય નક્કી કરશે, જેમાં 95 હજારથી વધુ પુરુષ મતદારો અને 92 હજારથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. મતદાન માટે 192 બુથ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી 13 સંવેદનશીલ મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા માટે 434 પોલીસ જવાનો અને 1153 પોલિંગ સ્ટાફ તૈનાત છે. જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી 9 બેઠકો બિનહરીફ થયા બાદ 21 બેઠકો પર 52 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. તેવી જ રીતે, તાલુકા પંચાયતની 132 બેઠકોમાંથી 108 બેઠકો પર 251 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે. ગણદેવી નગરપાલિકામાં ભાજપનો ગઢ અકબંધ રહ્યો છે, જ્યાં 24માંથી 22 બેઠકો બિનહરીફ થઈ છે. અહીં માત્ર 2 બેઠકો માટે જ મતદાન થઈ રહ્યું છે. આ વખતે મતદાનની ટકાવારી વધારવી એ રાજકીય પક્ષો માટે એક પડકારરૂપ કાર્ય બની રહ્યું છે. કેટલાક મુખ્ય પરિબળો મતદાનને અસર કરી શકે છે. હાલમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનને કારણે બપોરના સમયે મતદારોને બહાર લાવવા મુશ્કેલ બની શકે છે. ઉપરાંત, લગ્નસરાની મોસમ હોવાથી ઘણા મતદારો શહેર બહાર ગયા હોવાની શક્યતા છે. શાંતાદેવી અને જલાલપોરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો વતન ગયા હોવાથી તેમને મતદાન માટે પરત લાવવા પણ એક મોટો પડકાર છે. ભૌગોલિક અડચણો પણ જોવા મળી રહી છે, જેમ કે વિજલપોરના પશ્ચિમ વિસ્તારમાં સ્થાયી થયેલા મતદારોને પૂર્વ વિસ્તારમાં મતદાન કરાવવા માટે રેલવે ફાટક ઓળંગીને મથક સુધી પહોંચાડવા પડશે. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત હોવાથી વહેલી સવારે મતદાન કરાવવા માટે પક્ષોએ વધુ પ્રયાસો કરવા પડશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ:સવારે 7થી 9 દરમિયાન જિલ્લાની ચાર નગરપાલિકામાં એકંદર સરેરાશ 5.15% મતદાન થયું
    Next Article
    બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:સવારે 9 વાગ્યા સુધીમાં 13.51 ટકા મતદાન, 15.79 લાખ મતદાર 404 બેઠક પર 1003 ઉમેદવારનું ભાવિ નક્કી કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment