Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુરમાં રાજ્યકક્ષાનો બેટરી ટેસ્ટ પ્રારંભ:મધ્ય-દક્ષિણ ગુજરાતના 9 જિલ્લાના 1254 ખેલાડીઓ DLSS યોજના હેઠળ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મેળવશે

    9 hours ago

    ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની Sports Authority of Gujarat દ્વારા વર્ષ 2026–27 માટે ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ (DLSS) યોજના અંતર્ગત ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી રાજ્યકક્ષાના ‘બેટરી ટેસ્ટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્રના સહયોગથી આયોજિત આ કસોટી આગામી 20 માર્ચ સુધી ચાલશે. 9 જિલ્લાના ખેલાડીઓ વચ્ચે ખરાખરીનો જંગ આ પસંદગી પ્રક્રિયામાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના કુલ 9 જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેમાં નવસારી, સુરત, ભરૂચ, તાપી, વડોદરા, ડાંગ, વલસાડ, છોટાઉદયપુર અને નર્મદા જિલ્લાના 1254 ખેલાડીઓ પોતાની શારીરિક ક્ષમતા અને રમત કૌશલ્યનું પ્રદર્શન કરી રહ્યા છે. આ તમામ ખેલાડીઓ અગાઉ જિલ્લા કક્ષાએ વિજેતા થઈને અહીં સુધી પહોંચ્યા છે. સાત વિવિધ કસોટીઓ દ્વારા ક્ષમતાનું માપન ખેલાડીઓની સર્વાંગી શારીરિક ક્ષમતા ચકાસવા માટે માંજલપુર ખાતે 7 અલગ-અલગ ટેસ્ટિંગ સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યા છે. વડોદરાના જિલ્લા રમતગમત વિકાસ અધિકારીના જણાવ્યા અનુસાર, નીચે મુજબની કસોટીઓ દ્વારા ખેલાડીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે: 30 મીટર ફ્લાઈંગ સ્ટાર્ટ: ઝડપ (Speed) ચકાસવા માટે. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ: પગની શક્તિ માપવા માટે. મેડિસિન બોલ થ્રો: શરીરના ઉપરના ભાગની તાકાત જાણવા. વર્ટિકલ જમ્પ: સ્ફોટક શક્તિ (Explosive Power) માપવા. શટલ રન: ચપળતા (Agility) ની કસોટી. સીટ એન્ડ રીચ: લવચીકતા (Flexibility) ચકાસવા. 800 મીટર દોડ: સહનશક્તિ (Endurance) ની પરખ કરવા. ખેલાડીઓને મળશે વૈશ્વિક સુવિધાઓ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડેલ હેઠળ ચાલતી DLSS યોજનાનો મુખ્ય હેતુ છેવાડાના વિસ્તારોમાં છુપાયેલી રમત પ્રતિભાઓને શોધીને તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ બેટરી ટેસ્ટમાં ઉત્તીર્ણ થનારા ભાગ્યશાળી ખેલાડીઓને રાજ્યની નામાંકિત સ્પોર્ટ્સ સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવશે. આ સ્કૂલોમાં ખેલાડીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે વ્યાવસાયિક રમત પ્રશિક્ષણ અને હોસ્ટેલની સુવિધા સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ચિરાગ ગોટીની ટ્રાન્સફર વોરંટના આધારે બીલીમોરા પોલીસે ધરપકડ કરી:ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું, હસતા હસતા કહ્યું- 'હું ક્યાં એટલો મોટો હતો મીડિયાએ મોટો બનાવ્યો'
    Next Article
    'It Was Destiny': Sourav Ganguly On India's Historic 2001 Eden Gardens Win

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment