Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિ.માં 9 થી 11 ઓક્ટોબર 54મો યુવક મહોત્સવ:33 ઈવેન્ટમાં 5 જિલ્લાની 286 માંથી માત્ર 67 કોલેજોએ જ એન્ટ્રી કરાવતા 5 દિવસ વધારવા પડ્યા

    11 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 9 થી 11 ઓક્ટોબર દરમિયાન 54 મા યુવક મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં યુનિવર્સિટી સંલગ્ન સૌરાષ્ટ્રના 5 જિલ્લાની 286 માંથી માત્ર 67 કોલેજોની જ એન્ટ્રી આવતા યુનિવર્સિટી દ્વારા રજીસ્ટ્રેશનની તારીખ વધારવાની ફરજ પડી છે. 25 ને બદલે 30 સપ્ટેમ્બર સુધી એન્ટ્રી સ્વીકારવામાં આવશે તેવું જાહેર કરાયું છે. યુનિવર્સિટીમાં આગામી તા.9,10 અને 11 એમ ત્રણ દિવસ કલા, સાંસ્કૃતિક અને સાહિત્ય એમ ત્રણ વિભાગોની જુદી જુદી 33 ઈવેન્ટ યોજાશે. જેમાં એન્ટ્રી નોંધાવવા તા.9 થી 25 સપ્ટેમ્બર સુધીની તારીખ નિયત કરવામાં આવી હતી જોકે આ દરમિયાન યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ, મોરબી, અમરેલી, જામનગર અને સુરેન્દ્રનગરની 286 માંથી માત્ર 67 કોલેજોએ જ યુવક મહોત્સવની અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે રસ દાખવ્યો છે. જેથી યુનિવર્સિટી દ્વારા તા.25 ને બદલે 30 સપ્ટેમ્બર સુધી એન્ટ્રી સ્વીકારવાનું શરૂ રખાયું છે. કઈ સ્પર્ધા કયા દિવસે યોજાશે અને આ યુવક મહોત્સવનું નામકરણ એક - બે દિવસમાં જાહેર થશે. આ યુવક મહોત્સવમાં સ્પર્ધકોને પુરસ્કારમાં પ્રથમ આવનારને રૂ.2500, દ્વિતિયને રૂ.1500 અને તૃતીયને રૂ.1000 રોકડ પુરસ્કાર, શીલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવક મહોત્સવને સફળ બનાવવા કુલપતિ ડૉ. ઉત્પલ જોશીના માર્ગદર્શન હેઠળ જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવેલ છે. આ યુવક મહોત્સવમાં વિદ્યાર્થીનીઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે માર્ગદર્શન પડે તે માટે વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે. યુવક મહોત્સવમાં યોજાનારી સ્પર્ધાઓ વકતૃત્વ, ગઝલ,શાયરી,કાવ્ય લેખન, ક્વિઝ, હસ્તકલા હોબી,સર્જનાત્મક કારીગરી, પ્રાચીન રાસ, લોકગીત,વેસ્ટર્ન ગ્રુપ સોંગ, વેસ્ટર્ન વોકલ સોલો, હાંલરડા,સમૂહ લોકવાદ્ય સંગીત, ડિબેટ, પાદપૂર્તિ, કાર્ટૂનિંગ, કોલાજ, કલે મોડેલિંગ, ચિત્રકળા, એકાંકી, લઘુ નાટક (સ્કીટ), મુક અભિનય, શાસ્ત્રીય નૃત્ય,મિમિક્રી, હળવું કંઠ્ય સંગીત, ભજન, દુહા છંદ, તત્કાલ છબીકલા, પોસ્ટર મેકીંગ, રંગોળી, સમૂહ લોક નૃત્ય, સમૂહ ગીત, શાસ્ત્રીય વાદ્ય સંગીત (તાલ વાદ્ય), શાસ્ત્રીય વાદ્ય સંગીત (સ્વર વાદ્ય) અને શાસ્ત્રીય કંઠ્ય સંગીત સ્પર્ધા યોજાશે.
    Click here to Read More
    Previous Article
    LJIMBA માં એનિમિયા મુક્ત કેમ્પસ માટે વિદ્યાર્થિનીઓનું સ્ક્રીનિંગ:Red Cross ના સહયોગથી કાઉન્સેલિંગ અને જાગૃતિ સેશનનું આયોજન કરાયું
    Next Article
    બોટાદ જાયન્ટ્સ ગ્રુપે 4000 કિલો ઘાસચારો આપ્યો:જાયન્ટ્સ વીક નિમિત્તે પાળીયાદ પાંજરાપોળ અને ગૌશાળામાં 20 હજારનો ઘાસચારો વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment