Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન:મંત્રી કનુ દેસાઈના હસ્તે 9 શિક્ષક અને 100% પરિણામ આપનારનું બહુમાન કરાયું

    7 hours ago

    વલસાડમાં ૫ સપ્ટેમ્બર, શિક્ષક દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી કરાઈ. આ સાથે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહનું પણ આયોજન થયું હતું. આ કાર્યક્રમ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંયુક્ત રીતે પારડીના ભારતરત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. આ સન્માન સમારોહ રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન, ધારાસભ્યો જીતુભાઈ અને ભરતભાઈ, જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ડો. રાજેશ્રી ટંડેલ સહિતના મહાનુભાવો અને મોટા પ્રમાણમાં શિક્ષકો હાજર રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી ટંડેલે માહિતી આપી હતી કે, શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરનાર કુલ 9 શ્રેષ્ઠ શિક્ષકોનું આ કાર્યક્રમમાં સન્માન કરાયું છે. આમાં ૪ જિલ્લા કક્ષાના શિક્ષકોનો સમાવેશ થાય છે: 1 ઉચ્ચતર માધ્યમિક, 1 માધ્યમિક, 1 પ્રાથમિક શિક્ષક અને 1 BRC કોઓર્ડિનેટર. જ્યારે 5 તાલુકા કક્ષાના પ્રાથમિક શિક્ષકોનું પણ સન્માન કરાયું હતું. આ ઉપરાંત, બોર્ડની પરીક્ષામાં પોતાના વિષયમાં સતત 3 વર્ષથી 100% પરિણામ લાવતા શિક્ષકોનું પણ ખાસ સન્માન કરાયું હતું. મંત્રી કનુભાઈ દેસાઈએ સમારોહને સંબોધતા ચાણક્યનો સુવિચાર ટાંક્યો હતો કે, 'શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ તેના ખોળામાં રમે છે.' તેમણે ઉમેર્યું કે દેશના સારા નાગરિકના નિર્માણ માટે શિક્ષણ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોએ સમાજમાં શિક્ષણનું મહત્વ વધાર્યું છે. DEO ડો. રાજેશ્રી ટંડેલે શિક્ષકોને પ્રેરણા આપી હતી કે, આજનો શિક્ષક ટેકનોલોજી સાથે જોડાયેલો છે. પરંતુ ટેકનોલોજીની સાથે સંવેદનશીલતા અને સહનશીલતા પણ એટલી જ જરૂરી છે, જેથી વિદ્યાર્થીઓને સારા માનવ બનાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    BJP’s violent meme war: The attacks on opponents and dissenters as ‘Dimagi Naxals’
    Next Article
    અરવલ્લીમાં મંત્રી પી.સી.બરંડાએ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કર્યું:4 જિલ્લા અને 5 તાલુકા કક્ષાના શિક્ષકોને પારિતોષિક અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment