Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્મીમેર હોસ્પિટલમાં લેટલતીફ તબીબો સામે લાલ આંખ:9 વાગ્યાનો સમય છતાં 10 વાગ્યા સુધી ગાયબ રહેતા 19 તબીબોને ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢાએ નોટિસ ફટકારી, હેલ્થ વિભાગમાં ફફડાટ

    2 days ago

    સુરત મહાનગરપાલિકા સંચાલિત સહારા દરવાજા સ્થિત સ્મીમેર હોસ્પિટલ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે સંજીવની સમાન છે. જોકે, છેલ્લા ઘણા સમયથી અહીં દર્દીઓ અને તેમના સગાઓ સાથે ગેરવર્તણૂક તેમજ સમયસર સારવાર ન મળતી હોવાની બૂમો ઉઠી રહી હતી. સ્મીમેરમાં તબીબોની અનિયમિતતા સામે તંત્રની ઢીલી નીતિને કારણે ડોક્ટરો મનસ્વી રીતે મોડા આવવા ટેવાઈ ગયા હતા. દર્દીઓ વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેતા હોવા છતાં ઓપીડીના નિર્ધારિત સમયે ડોક્ટરો હાજર મળતા નહોતા. IAS સ્મિત લોઢાના સરપ્રાઈઝ ચેકિંગમાં ભાંડો ફૂટ્યો તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ડેપ્યુટેશન પર સુરત મનપામાં મુકાયેલા આઈએએસ ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢાએ સ્મીમેર હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અનેક ઓપીડી વિભાગોમાં ટેબલ ખાલી જોવા મળ્યા હતા અને દર્દીઓ તબીબોની રાહ જોતા બેઠા હતા. જેથી ડેપ્યુટી કમિશનરે તમામ તબીબોને સવારે 9:00 વાગ્યે ફરજિયાતપણે ઓપીડીમાં હાજર થઈ જવાનો કડક આદેશ આપ્યો હતો. ચેતવણી છતાં સુધારો ન થયો, ફરી તપાસ કરતાં ગેરહાજરી પકડાઈ અગાઉ અપાયેલા આદેશ છતાં ‘સુધરવું અમારો ધર્મ નથી’ માની બેઠેલા કેટલાક તબીબોએ આ ફરમાનને હળવાશથી લીધું હતું. સવારે 9 વાગ્યાનો સમય હોવા છતાં ડોક્ટરો 10 વાગ્યા સુધી ફરકતા નહોતા. ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢાએ ફરીથી સ્મીમેરની ઓચિંતી વિઝિટ લેતાં અસલિયત સામે આવી ગઈ હતી. તપાસ દરમિયાન મોટી સંખ્યામાં તબીબો સમયસર હાજર ન હોવાનું સામે આવ્યું હતું. 19 તબીબોને કારણદર્શક નોટિસ ફટકારાતાં દોડધામ ડેપ્યુટી કમિશનરે આ ગંભીર બેદરકારી સામે લાલ આંખ કરીને અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા એસોસિયેટ પ્રોફેસરથી માંડીને ટીચિંગ સ્ટાફ સુધીના કુલ 19 જેટલા તબીબોને અનિયમિતતા બદલ કારણદર્શક નોટિસ ફટકારી દીધી છે. વહીવટી તંત્રના આ કડક પગલાને પગલે સ્મીમેર કેમ્પસ સહિત સમગ્ર સુરત મનપાના હેલ્થ વિભાગમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઓપીડી છોડતાં પહેલાં રજિસ્ટરમાં એન્ટ્રી ફરજિયાત કડક વલણ અપનાવતા ડેપ્યુટી કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે કે, તબીબોએ સવારે 9:00 વાગ્યે ફરજિયાત ઓપીડીમાં હાજર થવું પડશે. જો ઓપીડી દરમિયાન ડિપાર્ટમેન્ટલ કે અન્ય કોઈ અગત્યનું કામ હોય તો ડોક્ટરે રજિસ્ટરમાં સમય અને કારણ સાથે એન્ટ્રી કરીને જ જવાનું રહેશે. ભવિષ્યમાં પણ આવી બેદરકારી સામે આકરા પગલાં લેવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની શ્યામ સંગીની માર્કેટમાં આગ લાગી નહીં, લગાવવામાં આવી'તી:6ઠ્ઠા માળની 17 દુકાનો સળગીને ખાખ, 20 કરોડથી વધુનું નુકસાન; અજાણ્યા સામે ગુનો નોંધાયો
    Next Article
    વડોદરામાં ગુજસીટોકના આરોપી હિતેશ ઉર્ફે પપ્પુ જયસ્વાલને કોર્ટનો ઝટકો:જામીન અરજી ગુજસીટોક સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી, બુટલેગર ગેંગ પાસે 75 કરોડ રૂપિયાથી વધુની અપ્રમાણસર મિલકતના મુદ્દે જામીન નામંજૂર થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment