Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલના ઓપીડી સમયમાં આવતીકાલથી ફેરફાર:ગ્રામ્ય દર્દીઓની સુવિધા માટે સિવિલ હોસ્પિટલના ઓ.પી.ડી. અને કેસ બારીના સમય સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 3 થી સાંજે 5

    6 hours ago

    ​જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે અને તેઓને સમયસર સારવાર મળી રહે તે માટે હોસ્પિટલના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા આ અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી છે. ​આવતીકાલ એટલે કે તારીખ 18 નવેમ્બરથી ઓપીડીના સમયમાં ફેરફાર કરવામાં આવનાર છે. અગાઉ ઓપીડીનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો અને સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો હતો, જેની જગ્યાએ હવેથી નવો ઓપીડી સમય સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે.આ સમયમાં ફેરફાર કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આસપાસના ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને મુસાફરીમાં રાહત મળે, તેઓ સમયસર પોતાની સારવાર કરાવી શકે, સમયસર વાહનની સુવિધા મેળવી શકે અને પોતાના ઘરે પણ સમયસર સુરક્ષિત રીતે પહોંચી શકે. ​આ ફેરફારની સાથેસાથે દર્દીઓની સરળતા માટે ઓપીડી કેસ બારીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ ઓપીડીની કેસ બારી સવારે 8:30 વાગ્યાથી શરૂ થઈને બપોરે 12:45 વાગ્યા સુધી કાર્યરત રહેશે, તેમજ બપોરના સમયમાં કેસ બારી અઢી વાગ્યાથી (2:30) લઈને સાંજે 4:45 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.ઓપીડીના સમયમાં કરવામાં આવેલા આ ફેરફારો સંપૂર્ણપણે દર્દીઓના હિતાર્થે છે. હાલ હોસ્પિટલની ઓપીડીમાં જુદા જુદા વિભાગના નિષ્ણાત અને તજજ્ઞ ડોક્ટરોની સારવાર ઉપલબ્ધ છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ નિશ્ચિંતપણે આ સેવાનો વધુમાં વધુ લાભ લે તેવી નમ્ર અપીલ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    સોનાના ભંડાર પર મુસ્લિમ તાનાશાહ:38 વર્ષના ઇબ્રાહિમે અમેરિકા-ફ્રાન્સની સેનાને ભગાડી, જજ-પત્રકારોને બંદૂકો પકડાવી, આફ્રિકામાં ક્રૂરતા અને ક્રાંતિનો ડેડલી કોમ્બો
    Next Article
    કુખ્યાત ઉમંગ ભૂતનું કરાયું રીકંસ્ટ્રકશન:રાજકોટમાં નાણાવટી ચોક પાસે છોટા હાથી હટાવવા મામલે માથાકૂટ કરી વેપારી ઉપર છરી વડે હુમલો કર્યો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment