Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેક્સિકો ખાતેથી નંબર મેળવ્યા હોવાનું કહી વાત શરૂ કરી:રાજકોટની કંપની પાસેથી રૂ.8.97 કરોડનું ફેબ્રિક કાપડ ખરીદી રૂ.3.52 કરોડ આપી બાકીના રૂ.5.44 કરોડ ન ચૂકવી છેતરપિંડી આચરી

    2 days ago

    રાજકોટની કંપની સાથે રૂપિયા 5.44 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં આરોપી દ્વારા પોતે ફેબ્રિક કાપડની ખરીદી કરવા માટે વાતચીત કરી પ્રથમ એક બે વખત માલ ખરીદ કરી રૂપિયા સમયસર આપી વિશ્વાસ કેળવ્યો હતો બાદમાં વધુ 8.97 કરોડ કિંમતની ખરીદી કરી માત્ર 3.52 કરોડ ચૂકવી બાકી રહેતી 5.44 કરોડની રકમ ન ચૂકવી માલ બારોબાર વેંચી દઈ રૂપિયા ન આપી છેતરપિંડી આચરતા આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી કેનીલ ભાવેશભાઇ સરધારાએ જણાવ્યું હતું કે, અમારી કંપનીના કિઆન-એમ એકસપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ડીરેક્ટર રાજેશભાઇ પરશોતમભાઇ માલવીયા તથા તેમનો દીકરો દર્શ માલવીયા છે. કંપની દ્વારા તારીખ 01.04.2022થી મને લીગલ કામ માટે ઓથોરાઇઝ કરવામા આવ્યો છે. વર્ષ 2024ના ડિસેમ્બર મહીનામા અમારા સેલ્સના એક્સ્પોર્ટ હેડ તરીકે કામ કરતા તૃષાબેન પટેલનો આરોપી પ્રેમચંદ મિતલે સંપર્ક કર્યો હતો અને જણાવ્યુ હતું કે તેઓએ તેમનો નંબર મેક્સીકો ખાતેથી મેળવ્યો છે અને તેમને અમારી કંપનીમાથી ફેબ્રીક કાપડની ખરીદી કરવી છે. જેથી તૃષાબેને કંપનીની વીઝીટ કરવા માટે બોલાવ્યા હતા. ડિસેમ્બર 2024મા પ્રેમચંદ મીતલ અમારી કંપનીમા તૃષાબેન પટેલને મળ્યા હતા અને ત્યારબાદ ફેબ્રુઆરી 2025માં દીલ્હી ખાતે ભારત મંડપમાં ફેબ્રીકેશનને લગત એક્ઝીબીશન યોજાયો હતો જેમાં અમારી કંપનીનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો ત્યારે આરોપી પ્રેમચંદએ એક્ઝીબીશન ખાતે પણ અમારી કંપનીના સ્ટોલની મુલાકાત લીધી હતી અને માલ મેળવતી વખતે પ્રેમચંદભાઈએ અમારી કંપની સાથે નિયમિત વેપારી વ્યવહાર અને પેમેન્ટ કરવાની ખાતરી આપી હતી આથી તેઓની વાત ઉપર વિશ્વાસ રાખીને અમારી કંપનીએ તેમને કાપડનો માલ-સામાન આપ્યો હતો. વેરોસા એન્ટરપ્રાઇઝના ઓથોરાઇઝ શ્રૃતીબેન ભંડેરી દ્રારા આ આરોપી પ્રેમચંદ મિતલ સાથે માલ-સામાનની આપ-લે કરો એવો પોઝીટીવ રેફરન્સ આપ્યો હતો અને ત્યારબાદ અમારી કંપનીને ઓર્ડર આપવાનુ શરૂ કર્યું હતુ. સૌ પ્રથમ તા.28.01.2025ના રોજ પર્ચેશ ઓર્ડર આપ્યો હતો જે મુજબ અમારી કંપની પાસેથી તેઓએ સાટીન ડાઇંગ પ્રીન્ટનુ કાપડ 13,200 મીટર માલ સામાન મંગાવ્યો હતો. તા.22.02.2025ના કુલ રૂપીયા 17,60,225નો કાપડનો માલ-સામાન એસ.ટી.એસ. ટ્રાન્સલોગ સોલ્યુશન એલ.એલ.પી. મારફતે મોકલ્યો હતો તેની સામે તેણે અમારી કંપનીને વિશ્વાસ મેળવવા 30 દિવસ બાદના ચેક આપ્યા હતા. બાદમાં આરોપીએ અમારા પાસેથી કટકે કટકે કાપડનો માલ મંગાવવાનુ ચાલુ રાખ્યું હતુ અને તેના કટકે કટકે રૂપીયા ચુકવી આપતા હતા જેથી અમારી કંપનીને આ કંપની ઉપર વિશ્વાસ આવ્યો હતો અને અમે તેની સાથે માલનુ વેંચાણ કરતા હતા. ત્યારબાદ પ્રેમચંદભાઇ મીતલ અમારી કંપનીના સેલ્સ હેડ તૃષાબેન પટેલને તેમની કંપનીના કલ્પેશ કાપડીયાના નંબર આપ્યા હતા અને જણાવ્યુ હતુ કે હવે તમારી સાથે આ ભાઈ વાતચીત કરશે અને ત્યારબાદ કલ્પેશ ધંધા બાબતેની વાતચીત કરતો. આરોપી પ્રેમચંદએ કંપની સાથે શરૂઆતમાં વિશ્વાસ કેળવવા સમયસર પેમેન્ટ કરી અને પ્રથમથી જ છેતરપીંડી કરવાના ઇરાદે ક્રેડીટ લીમીટ વધારી હતી. ત્યારબાદ મોટા પ્રમાણમાં માલ મંગાવી અને થોડું થોડું પેમેન્ટ મોકલી અમારો મોટા પ્રમાણમાં માલ ઉપાડી લીધો હતો. તારીખ 22.02.2025થી 29.09.3025 સુધીમા અલગ-અલગ ઇન-વોઇસથી ટ્રાન્સપોર્ટ મારફતે કુલ રૂપીયા 8,97,04,605નુ કાપડ વેચાણ કર્યું હતુ અને તેની સામે કંપનીને તે લોકોએ કુલ રૂપીયા 3,52,45,290 ધ હિન્દુસ્તાન કો.ઓ.બેંક લિમિટેડ બેંક મારફતે કટકે કટકે આપ્યા હતા અને કુલ 5,44,59,315ની રકમ આરોપીએ આપેલ ન હતી. આ બાબતે કંપની દ્રારા વારંવાર ફોન તથા અન્ય માધ્યમથી પેમેન્ટની માંગણી કરવામાં આવી હતી. પ્રેમચંદએ કહ્યું કે મે તમારો માલ ઇન્ડોનેશીયા એકસપોર્ટ કર્યો છે અને તે માલ ખરાબ છે તેવા બહાના કરી કોઇ માલ એકસપોર્ટ નહીં કરી બારોબાર લોકલ માર્કેટમાં વેચી દઈ છેતરપીંડી કરવાના ઇરાદાથી ખોટી માહીતી આપી કંપનીનું બાકી પેમેન્ટ નહીં કરી છેતરપીંડી કરી ગુન્હો આચરતા હાલ આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    યુએસ વિદેશ મંત્રી માર્કો રુબિયો જામનગરથી રવાના:અમેરિકાને સસ્તુ ડીઝલ અને રિલાયન્સ રિફાઈનરી માટે 28.40 લાખ કરોડના રોકાણ મુદ્દે સંભવતઃ ચર્ચા, અંબાણી સાથે મુલાકાત પર વિશ્વની નજર
    Next Article
    JD Vance "Disgusted" By Republicans Over Vivek Ramaswamy's Controversial Ad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment