Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 89 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં સવા ચાર ઈંચ:જૂનાગઢમાં ધસમસતા પાણીમાંથી 40 લોકોનું દિલધડક રેસ્ક્યુ, ગોંડલમાં સાડા ત્રણ ઈંચથી જળબંબાકાર; સૌરાષ્ટ્રમાં મેઘમહેર

    20 hours ago

    આજે 20 સપ્ટેમ્બરે સવારે 6થી રાત્રિના 10 વાગ્યા સુધી રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં સવા ચાર ઈંચ તો ગોંડલમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર છે. જ્યારે 22 તાલુકામાં આજે એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે આત્મેશ્વર મહાદેવ મંદિરના માર્ગ પર પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. ઇન્દ્રેશ્વર નજીક જંગલમાં આવેલા આ મંદિરે દર્શનાર્થે ગયેલા બાળકો સહિત 40થી વધુ લોકો પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ફસાયેલા તમામ લોકોને સહી-સલામત બહાર ખસેડી મોટી દુર્ઘટના ટાળી હતી. જ્યારે ગિરનાર પર્વત પર વરસાદથી ધોધ વહેતા થયા છે. રાજ્યના વરસાદની જુઓ 5 તસવીર અમદાવાદ, સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો તો આ તરફ અમદાવાદ અને સુરત શહેરમાં બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. સુરત શહેરના ઉધના અને વરાછામાં તો જળબંબાકારની સ્થિતિ હતી. જ્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તાલાલા તાલુકામાં પશુ ચરાવતા યુવક પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય, અમરેલી, ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જાફરાબાદમાં તો રસ્તાઓ નદીની જેમ પાણી વહેતા થયા હતા. રાજ્યના વરસાદની અન્ય તસવીરો ‘2-3 દિવસમાં ચોમાસું સૌરાષ્ટ્રમાંથી વિદાયની શરૂઆત કરશે’ દેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે અંતર્ગત રામગઢ, મોહનગઢ અને ફ્લોદી જેવા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 2થી 3 દિવસમાં રાજસ્થાન, ગુજરાત તેમજ પંજાબના કેટલાંક ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લેશે. આજની તારીખે રાજ્યમાં સરેરાશ સામે 8 ટકા અને સૌરાષ્ટ્ર કચ્છમાં 22 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે આજે (20 સપ્ટેમ્બર) ચોમાસાની વિદાયની માહિતી હવામાન વિભાગે જાહેર કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી આગામી ત્રણ ચાર દિવસમાં ચોમાસાની વિદાય થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદની શકયતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું હતું કે, 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અમરેલીમાં 30MM વરસાદ નોંધાયો છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ અત્યારે એક લો પ્રેશર સક્રિય છે. જે 21 તારીખે આગળ વધશે અને ડિપ્રેશનમાં કન્વર્ટ થઈ જશે. 22 તારીખે ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    BJP की 35 हजार किलोमीटर की यात्रा कहां-कहां से गुजरेगी? सेवा संकल्प अभियान में निकली हैं 20 टीमें
    Next Article
    Mysaa Teaser: Rashmika Mandanna's Fierce Character Is Ready To Declare War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment