Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહુવાની ગુલીસ્તાન સોસાયટીમાંથી જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા:પોલીસે રૂ.88,440ની રોકડ રકમ કબ્જે કરીને ગુનો દાખલ કર્યો

    1 day ago

    ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન પોલીસ સ્ટાફે ગતરોજ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે ગુલીસ્તાન સોસાયટીમાં આવેલ એક ખેતરમાં રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન જાહેરમાં પૈસા અને પાના વડે તીન પત્તીનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગારનું સાહિત્ય તથા કુલ રૂ.88,440 ની રોકડ રકમ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગાર રમતાં 3 શખ્સોને પોલીસે રંગે હાથ દબોચ્યા આ દરોડાની વિગતવાર માહિતી મુજબ, મહુવા ટાઉન પોલીસ મથકના પીએસઆઇ સહિતની સર્વેલન્સ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને આ જુગારધામ અંગે બાતમી મળી હતી. પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ગોળ કુંડાળું વળીને જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો પકડાયેલા આરોપીઓમાં 45 વર્ષીય અલ્તાફ અબ્દુલભાઈ મલેક (રહે. ખોખરી મસ્જિદ પાસે, મહુવા), 39 વર્ષીય ઉસ્માન સલેમાનભાઈ કલાણીયા (રહે. ફાતેમા સોસાયટી, મહુવા) અને 23 વર્ષીય નરેશ મંગાભાઈ પરમાર (રહે. તરેડ ગામ, તાલુકો મહુવા) નો સમાવેશ થાય છે. મહુવા ટાઉન પોલીસે આ ત્રણેય શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કર્યો છે અને આ મામલે આગળની વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કુરંગા ગામે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત:ગ્રામજનોને મળશે આરોગ્ય સુવિધા, પંચાયત પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત
    Next Article
    Gujarat Monsoon Updates LIVE | ચોમાસું માથા પર! ગુજરાતમાં એન્ટ્રી ક્યારે? | Weather Forecast | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment