Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:બે ઘરફોડ ચોરીમાં ત્રિપૂટી રિમાન્ડ પર, રૂા. 8.83 લાખની મતા કબજે

    1 week ago

    શહેરના કાલાવડ નાકા બહારના ગુજરાતી વાડમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ એજાજ ઉર્ફે ચાલબાજ શેખ કોઈ ગુનાને અંજામ આપવા માટે આટાફેરા કરતો હોવાની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. તેના પાસેથી રોકડ રૂ. 17,000 તેમજ રૂ.4,32,500ની કિંમતના સોનાના દાગીના તેમજ કિંમતી મોબાઈલ ફોન મળીને કુલ રૂ.5,29,500નો મુદામાલ મળી આવ્યો હતો. તેની પુછપરછ કરતા બે ઘરફોડ ચોરીની કબુલાત કરી હતી. તેની પુછપરછ કરતા સોનાના દાગીના તેના મિત્ર મસીતીયાના શકીલ અનવરભાઈ ખફી અને સાહીલ રહીમભાઈ સેતાને વેંચવા માટે આપ્યાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ચાંદીબજારના બુગદામાંથી બન્ને શખસોની અટક કરી હતી. તેના કબજામાંથી રૂ.3,02,900ની કિંમતના સોનાના દાગીના તેમજ રૂ.30 હજારની કિંમતના મોબાઈલ ફોન મળીને કુલ રૂ.8,83,400નો મુદામાલ કબજે કર્યો છે. આરોપી એજાજ સામે ચોરીના 22 ગુનાઓ નોંધાયા જામનગર શહેરની બે ઘરફોડ ચોરીમાં ઝડપાયેલો એજાજ ઉર્ફે એજલો કાદરભાઈ દાઉદભાઈ શેખ નામના શખસ સામે જામનગર ઉપરાંત રાજકોટ, કચ્છ પુર્વ ગાંધીધામ તેમજ અમદાવાદમાં જુદી જુદી કલમ હેઠળ ચોરી સહિતના 22 ગુનાઓ નોંધાયેલા છે. જેથી પોલીસે તેની વધુ પુછપરછ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આકરી કામગીરી:જામનગર શહેરમાં મિલકતવેરો ન ભરનારા 3737 આસામીઓનો સૌપ્રથમ વખત પાણી પુરવઠો બંધ
    Next Article
    વાતાવરણ:હાલારમાં 18થી 21 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment