Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં એકસાથે 880 કર્મચારી-અધિકારીની બઢતી બદલી:મહેસૂલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓને પ્રમોશન, નાયબ મામલતદારોને ટ્રાન્સફર; જુઓ બઢતી-બદલીનું લિસ્ટ

    5 days ago

    રાજ્યના મહેસૂલ વિભાગમાં વહીવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા એકસાથે આશરે 800 કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે, જ્યારે 80 નાયબ મામલતદારોની જિલ્લાવાર બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. મહેસૂલી તલાટી વર્ગ-3ના કર્મચારીઓને બઢતી આપી મળતી માહિતી મુજબ, મહેસૂલ વિભાગ હેઠળ કાર્યરત કારકૂન અને મહેસૂલી તલાટી વર્ગ-3ના કર્મચારીઓને બઢતી આપી નાયબ મામલતદાર વર્ગ-3 તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. લાંબા સમયથી બઢતીની રાહ જોતા કર્મચારીઓ માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવે છે. સરકારના આદેશ મુજબ, વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા જિલ્લાઓમાં બદલી આપવામાં આવી છે. અહીં ક્લિક કરી જુઓ 800 કર્મચારીઓના પ્રમોશનનું લિસ્ટ અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં મોટા ફેરફાર ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગર, જામનગર સહિતના જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બદલીઓનો મુખ્ય હેતુ પ્રશાસનને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને અનુભવ આધારિત માનવસંસાધનનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. સાથે સાથે તલાટી અને કારકૂન કેડરમાં લાંબા સમયથી બાકી રહેલી બઢતી પ્રક્રિયા પૂર્ણ થતાં કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસૂલ વિભાગના આ નિર્ણયને લઈને વહીવટી તંત્રમાં નવી ગતિ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. જુઓ નાયબ મામલતદારોની જિલ્લાવાર બદલીનું લિસ્ટ
    Click here to Read More
    Previous Article
    શિવમ જ્વેલર્સની વૈશ્વિક મંચ પર મોટી સિદ્ધિ:DTC સાઈટ હોલ્ડર તરીકે પસંદગી, 9 વર્ષ બાદ નવી નિમણૂકમાં વિશ્વમાં સ્થાન મેળવનાર એકમાત્ર કંપની
    Next Article
    "Mumbai Indians Should Make Maximum Use Of Him": Irfan Pathan On Star Player

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment