Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ એરપોર્ટ પરથી ઓગસ્ટમાં 87 હજાર મુસાફરોની ઉડાન:એર ઇન્ડિયાની દિલ્હી - મુંબઈની ફ્લાઈટ ફરી શરૂ, જન્માષ્ટમી - દિવાળીમાં મુસાફરોનો ધસારો વધશે

    6 hours ago

    રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ગત ઓગષ્ટ માસમાં હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા 87 હજારને પાર પહોંચી ચૂકી છે. અહીં છેલ્લા એક માસમાં 297 વિમાનમાં 43,184 મુસાફરોનું આગમન અને 43,983નું પ્રસ્થાન થયું છે. હાલ રાજકોટ એરપોર્ટ પરથી 14 જેટલી ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં આગામી જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં વધારો થશે તે નક્કી છે. રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસેના હિરાસરમાં સ્થિત એરપોર્ટ પર એર ઈન્ડિયાએ ગત 2 જૂન 2026નાં રોજ બંધ કરેલ સવારની દિલ્હી અને સાંજની મુંબઈ ફલાઈટ ફરી આજે 1 સપ્ટેમ્બરથી ફરી શરૂ કરતા હવાઈ સેવામાં બે ડેઈલી ફલાઈટનો વધારો થયો છે.જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી, નૂતન વર્ષ તહેવારોને ધ્યાને લઈ એર ઈન્ડીયાએ આજથી સવારની દિલ્હી અને સાંજની મુંબઈ ડેઈલી ફલાઈટ શરૂ કરી છે. જેના કારણે હવાઈ મુસાફરોને દિલ્હી-મુંબઈ આવવા જવા સરળતા થઈ છે. હાલ રાજકોટનાં ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સ હવાઈ સેવા પુરી પાડે છે. જેમાં એર ઈન્ડિયા ડેઈલી દિલ્હીની 2, મુંબઈની 2 ફલાઈટ જયારે ઈન્ડિગો એરલાઈન્સ દિલ્હીની 2, મુંબઈની 4, નવી મુંબઈની 1, બેંગ્લોરની 1, હૈદરાબાદની 1 અને પુના સપ્તાહમાં 4 દિવસ ફલાઈટનું ઉડ્ડયન શરૂ છે. હાલના દિવસોમાં ડેઈલી 13થી14 ફલાઈટ આવાગમન થતાં સવારે દિલ્હી-મુંબઈ જઈ રાતે પરત ફરવું સરળ બન્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ઔદ્યોગીક હબ હોવાથી ઉદ્યોગકારો, બિઝનેસમેન, એનઆરઆઈ પ્રવાસીઓ, ઉચ્ચ અભ્યાસ કરતા સ્ટુડન્ટ સહિતનાં મુસાફરોને હવાઈ સેવા ઉપયોગી નિવડી રહી છે. જોકે ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવા છતા હજુ એક પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટ શરૂ થઈ નથી. માત્ર નામ પુરતુ જ ઈન્ટરનેશનલ એરપોર્ટ ગણાય છે.એરપોર્ટની આંતર જિલ્લાની હવાઈ સેવામાં ડેઈલી વેન્ચુરા એર કનેકટનું નાનુ 9 સીટર વિમાન રાજકોટ સુરત વચ્ચે ડેઈલી શરૂ છે. જયારે રાજકોટ-મુન્દ્રા વચ્ચે સપ્તાહમાં 4 દિવસ 3 સીટર ફ્લાય એર ટેકસી હવાઈ સેવા પણ શરૂ છે. જેનો ઉદ્યોગકારો, વિદ્યાર્થીઓ અને પર્યટકો લાભ લઈ રહ્યા છે
    Click here to Read More
    Previous Article
    પાટણ પોલીસની ચિત્રસ્પર્ધામાં શેઠ એમ.એન. સ્કૂલનો વિદ્યાર્થી પ્રથમ:પટેલ વેદને ગોલ્ડ મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર મળ્યા; 300 વિદ્યાર્થીઓમાંથી બન્યો વિજેતા
    Next Article
    સગીરા પર દુષ્કર્મ ગુજારનાર યુવકને 20 વર્ષની સખત કેદ:ભોગ બનનારને 3 લાખનું વળતર, કલોલ કોર્ટે અનિયંત્રિત કામના અને ક્રોધને મનુષ્યનો સૌથી મોટો શત્રુ ગણાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment